Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text ________________
ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો
૮૯ પ્રાચીનતા સંબંધે કેટલાક ઇશારાઓ છે; પણ ઈસ્વીસનના છઠ્ઠા-સાતમા સૈકામાં રચાઈ ચૂકેલી, અને એ કારણસર વિશેષ પુરાણી ઐતિહાસિક અનુશ્રુતિઓ જાળવતી, આગમિક ચૂર્ણિમાંથી સમર્થન મળી શકે તો જ તે વાતોનો વિશ્વાસ કરી શકાય. પણ આગમિક સાહિત્યનાં મળે છે તે પ્રમાણો પરોક્ષ છે. આપણા મુદ્દાને તે કેટલે અંશે ઉપકારક થઈ શકે તેનો નિર્ણય એકદમ તો થઈ શકે તેમ નથી, પણ અહીં તે જોઈ જવાં જરૂરી છે :
૧. ભરૂચ બૌદ્ધોનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. ત્યાં ઈસ્વીસના આરંભકાળના, અરસામાં એક સ્તૂપ હોવાની પાછોતરા કાળના જૈન સાહિત્યની સૂચના છે. અને શાક્યમુનિનું ત્યાં એક મંદિર પણ હતું, જે મોટે ભાગે મહાયાન સંપ્રદાયનું અને વાકાટક-રૈકૂટક કાળનું હશે. ભરૂચના બે બૌદ્ધ ઉપાસકોએ નાસિક પાસે મનમોડીમાં એક શૈલ-વિહાર કરાવેલો તેવી ત્યાંની ઈસ્વીસનની બીજી શતાબ્દીના અરસામાં અભિલેખમાં નોંધ મળે છે. ભરૂચમાં જૈનો પણ હતા અને તેમની અને બૌદ્ધો વચ્ચેના ટકરાવના જુદા જુદા કાળના ત્રણેક કિસ્સાઓ પૃથફ પૃથક પ્રાચીન-અર્વાચીન જૈન સાહિત્યમાં નોંધાયેલા છે, જેના સંદર્ભ અહીં કંઈક અંશે ઉપયુક્ત છે :
*. બૌદ્ધો સાથે વાદમાં અભિભૂત થઈ શ્વેતાંબરાચાર્ય જિનાનંદને ભરુકચ્છ છોડવું પડેલું અને તેઓ સંઘ સમેત વલભીમાં આવી રહ્યા. કેટલાક કાળ બાદ તેમના શિષ્ય મલ્લે (પછીથી મલ્લવાદી ક્ષમાશ્રમણ) ભૃગુકચ્છમાં બૌદ્ધોનો પરાભવ કર્યો. દ્વાદશાનિયચક્ર સરખા જૈન ન્યાયના ગહન ગ્રંથના રચયિતા, તેમ જ સિદ્ધસેનાચાર્યના સન્મતિ-પ્રકરણ નામક પ્રાકૃત ભાષા નિબદ્ધ દાર્શનિક ગ્રન્થ (પ્રાયઃ ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ) પર સંસ્કૃતમાં વૃત્તિ, તેમ જ પ્રમાણ વિષયક કોઈ પ્રાકૃત ગ્રંથ રચનાર મલ્યવાદીનો સમય છેલ્લા પ્રયાસો મુજબ ઈ. સ. પપ૦-૬૦૦ના ગાળામાં મૂકી શકાય.
આથી સ્પષ્ટ છે કે ગુપ્ત-વાકાટક-કલચુરિ કાળ દરમિયાન ભરૂચ જૈન કેન્દ્ર હતું. એ કાળથી પણ પૂર્વે જૈન સંપ્રદાયમાં પ્રતિમા-પૂજન કેંદ્રસ્થ બની ચૂક્યું હતું. સંભવ છે કે જિન મુનિસુવ્રતનું ભવન પાંચમી-છઠ્ઠી શતાબ્દી પહેલાં અસ્તિત્વમાં આવી ગયું હોય. (મુનિસુવ્રત સ્વામીની સલેખ કુષાણકાલીન પ્રતિમા મથુરામાંથી મળી છે. એટલે ઈસ્વીસનની બીજી સ્ત્રીજી સદીઓમાં વર્ધમાન, પાર્શ્વ, અરિષ્ટનેમિ, જિન ઋષભ, અને સંભવાદિ અહિત જિનો સાથે જિન મુનિસુવ્રતની પણ ઉપાસના થતી હતી.)
૨. આવશ્યકચૂર્ણિ(આ ઈ. સ. ૬૦૦-૬૫૦)ના કથન અનુસાર જૈનાચાર્ય જિનદેવને બૌદ્ધો સાથે થયેલા ભરૂચમાં વાદમાં બૌદ્ધોનો પરાજય થયેલો; અને બે બૌદ્ધ ભિક્ષુઓ– ભદંતમિત્ર અને કુણાલે–જિનદેવનું શિષ્યત્વ સ્વીકારેલું©. આ પહેલાં પણ એક અન્ય બૌદ્ધ
નિ, ઐ, ભા. ૨-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15