Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249386/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો મધ્યકાલીન શ્વેતાંબર જૈન સાહિત્યમાં, ‘ભૃગુકચ્છ-વિભૂષણ', ‘ભૃગુપુરાલંકાર', અને ‘ભૃગુપુરમંડન’ સરખાં ગરિમાપૂત વિશેષણોથી સમલંકૃત, ભરૂચના પુરાતન અને પરંપરાપ્રતિષ્ઠિત જિન મુનિસુવ્રતના તીર્થ સંબદ્ધ ઠીક ઠીક સંખ્યામાં ઉલ્લેખો મળી આવે છે. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ(ઈસ્વીસના ૧૪મા શતકનો પૂર્વાર્ધ)માં પશ્ચિમ ભારત સ્થિત પ્રસિદ્ધ-મહિમા શત્રુંજયાચલ, ઉજ્જયંતગિરિ, અને અન્ય મોટાં જૈન તીર્થો સાથે ભરૂચના મુનિસુવ્રત જિનની મબદ્ધ મુખિસુયં કહી ગણના કરી છે; અને પ્રસ્તુત ગ્રંથમાં ચતુરશીતિ જૈન મહાતીર્થ સંબદ્ધ કલ્પમાં ભૃગુપત્તને અનર્થ્યવૂડ: શ્રીમુનિસુવ્રત: કહી પ્રસ્તુત જિનના તીર્થનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે. ‘અશ્વાવબોધ તીર્થ' અને ‘શકુનિકાવિહાર'નાં જોડિયાં અભિધાનથી સુવિશ્રુત ભૃગુપુરતીર્થનાયક સુવ્રતસ્વામીનાં તીર્થાવતાર-મહિમાસ્વરૂપ-મંદિરો પછીથી ધવલકક્ક (ધોળકા) અને શત્રુંજય પર્વત પર બંધાયેલાં`, જે તેના મધ્યકાલીન મહિમાનું સૂચન કરી જાય છે. સોલંકીયુગ અને પ્રાફ્સોલંકીકાળનું આ વિખ્યાત જૈન યાત્રાધામ ૧૩મા શતકના અંત ભાગ પછી સ્થપાયેલા મુસ્લિમ શાસનને કારણે વિનષ્ટ થયું, અને આજે તો કેટલીયે સદીઓથી તે તીર્થના અસલી મહિમાનો વિચ્છેદ થયો છે. છતાં કોઈ ને કોઈ પ્રકારે પુનરુદ્ધાર દ્વારા તે ટકી રહ્યું હોવાના ઈસ્વીસન્ના ૧૪મા-૧૫મા શતકના ઓછામાં ઓછાં બે પ્રમાણો તો ઉપલબ્ધ છે ઃ જેમકે નાગેન્દ્રગચ્છીંય દેવેન્દ્રસૂરિના ચંદ્રપ્રભચરિત્ર(સં ૧૨૬૪ / ઈ. સ. ૧૨૦૮)ની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮માં લખાયેલી દાતાની પ્રાંતપ્રશસ્તિમાં ભૃગુપુરતીર્થ અને તેના અધિનાયક શ્રી સુવ્રતાર્હતનો ઉલ્લેખ છે : યથા : अस्ति स्वस्ति पदं रेवातट कोटीरसन्निभं । पुरं भृगुपुरं नाम तीर्थं श्रीसुव्रतार्हतः || १ || અને તપાગચ્છીય દેવસુંદરસૂરિશિષ્ય જ્ઞાનસાગર વિરચિત મુનિસુવ્રતસ્તોત્ર॰(૧૪મા શતકનું આખરી ચરણ)માં પ્રથમ પદ્યના પ્રથમ ચરણમાં જ ભૃગુપુર-સંતિષ્ઠમાન જિન સુવ્રતને વંદના દીધી છે : યથા : श्रीकैवल्यावगमविदिताशेषवस्तुस्वभावभावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचम् । Page #2 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો भक्तिप्रत्रिभुवननतं सुव्रत श्रीजिनाहं देव स्तोष्ये भृगुपुरमहीमौलिमौले भवन्तम् ॥ જિનસુવ્રતનું પશ્ચાત્કાલીન, સંભવતયા ૧૭મા સૈકાનું, સાધારણ કલા-કોટીનું મંદિર તો અત્યાર સુધી ભરૂચમાં હતું, જેનો કેટલાંક વર્ષોથી જીર્ણોદ્ધાર શરૂ થયો છે; પરંતુ વચ્ચેના ગાળામાં તીર્થની પુરાણી ગરિમા પુનર્જીવિત કરવાના પ્રયત્નો થયા હોય તો તે જાણમાં આવ્યા નથી. પુરાતન એવં મહિમ્ન તીર્થ હોવાને કારણે એનું માહાત્મ્ય કથતાં પૌરાણિક ઢંગનાં જૈન કથાનકો-આખ્યાયિકાઓ મધ્યકાળથીયે પહેલાના સમયમાં ઘડી કાઢવામાં આવ્યાં હશે, જેનાં ૧૨મા-૧૩મા શતકમાં શિલ્પિત શિલાપટ્ટોમાં આલેખનો મળી આવ્યાં છે; પણ એ દંતકથાઓનું ઐતિહાસિક મૂલ્ય શૂન્યવત્ હોઈ સંપ્રતિ ચર્ચા એવં પર્યવલોકનમાં તે છોડી દીધાં છે. ભૃગુકચ્છના આ જૈન તીર્થના ઇતિહાસ સંબદ્ધ જે કંઈ વિશ્વસનીય માહિતી પ્રાપ્ય છે તેનો અહીં સપ્રમાણ સાર રજૂ કરીશું. આ વિષયમાં સૌથી અર્વાચીન ઉલ્લેખો વાઘેલાયુગના છે, જેને ગવેષણાનું આરંભબિંદુ બનાવી આગળ વધીશું. મધ્યકાળ વાઘેલાયુગ (ઈસ્વી ૧૩મી શતાબ્દી) ૧. સાંપ્રતકાળે ‘જગચિંતામણિ સ્તોત્ર' નામે પ્રસિદ્ધમાં રહેલ, પણ જેને ‘પ્રબોધચૈત્યવંદનસ્તોત્ર' નામ પણ આપવામાં આવ્યું છે॰ તે, પ્રાચીન પ્રાકૃત કૃતિમાં આરંભે પ્રક્ષિપ્ત અપભ્રંશ-પ્રભાવિત ગાથામાં શત્રુંજયગિરિ-સ્થિત જિન ઋષભ, ઉજ્જયંતાચલાધીશ જિન નેમિનાથ, અને મોઢેરપુરમંડન મહાવીર સાથે ભરૂચના જિન મુનિસુવ્રત (તથા મહુરીના પાર્શ્વનાથનો) ઉલ્લેખ છે : યથા :૧૧ ૮૧ જયઉ સામિઉ રિસહુ સેત્તુંજિ I ઉજ્જિત પહુ નેમિ જિષ્ણુ ! જયઉ વી૨ મોહેરમંડણુ 1 ભરુવચ્છ મુણિસુવ્વઉ મુહિર પાસુ દુહ–દંડ-ખંડણુ આ ગાથા વિધીપક્ષીય (અંચલગચ્છીય) પાઠમાં નહીં પણ ખરતરગચ્છીય તથા તપાગચ્છીય પાઠમાં મળે છે. (ગાથા અલબત્ત ૧૩મા શતકથી વિશેષ પ્રાચીન જણાતી નથી.) ૨. આગમગચ્છીય જિનપ્રભસૂરિ (પ્રાયઃ ઈસ્વી ૧૨૪૦-૧૨૭૫) વિરચિત નિ ઐ ભા ૨-૧૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સર્વચિત્યપરિપાટી-સ્વાધ્યાયમાં તીર્થોની નામાવલીમાં ભરૂચનો પણ સમાવેશ છે : सोरियपुरि वाणारसि रम्मि सोपारइ भरुअच्छि पुरम्मि । विमलगिरी-वेभारगिरिम्मि तामलित्ति-उज्जेणी-रम्मि ॥१८॥ ૩. ઈ. સ. ૧૨૩૧ અને ૧૨૫૩ વચ્ચે લખાયેલી આંચલિક મહેન્દ્રસિંહસૂરિ કૃત પ્રાકૃત અષ્ટોત્તરી તીર્થમાલા અંતર્ગત ભરૂચના સમડીવિહાર એવું અશ્વાવબોધતીર્થ, તથા સુદર્શનાદેવીનો ઉલ્લેખ કરી ત્યાંના જીવંતસ્વામીતીર્થ અને સુવ્રત જિનને નમસ્કાર કર્યા છે : भरुअच्छे कोरंटग सुव्वय जियसत्तु तुरग जाइसरो । अणसण सुर आगंतु, जिणमहिम मकासि तो तहियं ॥ अस्सावबोहतित्थं जायं तं नाम पुण वि बीयमिणं । सिरिसमलिया-विहारो सिंहलधुय कारि उद्धारो !! जिअसत्तु आस समली, पास सुपासा सुदंसणा देवी । नियनिय मुत्तिहिं अज्झवि, सेवंते सुव्वयं तहियं ।। इकारलरक चुलसी सहस्स वरिस जस्स तहिं । जीवंत सामि तित्थे भरुअच्छे सुव्वयं नमिमो । –અષ્ટોત્તી-તીર્થયાત્રા ૭૭-૮૦ ૪. ભૃગુપુરતીર્થના ચૈત્યવાસી અધિષ્ઠાતા વીરસૂરિશિષ્ય જયસિંહ સૂરિની “તેજપાલપ્રશસ્તિ' (આ ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦) અનુસાર પ્રસ્તુત સૂરિના ઉપદેશથી તેજપાળ મંત્રીએ મુનિસુવ્રતના (મૂલપ્રાસાદ તેમ જ તેને ફરતી જિણમાલા રૂપ ૨૪ દેવકુલિકાઓ માટે) ૨૫ હેમદંડ કરાવી આપેલા તેમ જ ત્યાં પાર્શ્વનાથ અને જિનવીરની પ્રતિમાઓ મુકાવેલી. આ ઘટનાની પુષ્ટિ મંત્રીશ્વર વસ્તુપાલના એક અન્ય સમકાલિક, હર્ષપુરીયગચ્છના નરેન્દ્રપ્રભસૂરિની પ્રશસ્તિમાં મળે છે'' : યથા : भृगुनगरमौलिमण्डनमुनिसुव्रततीर्थनाथभवने यः । देवकुलिकासु विंशतिमितासु हैमानकारयद् दण्डान् ॥ -नरेन्द्रप्रभसूरिकृत वस्तुपालप्रशस्ति, ८२ તપાગચ્છીય જિનહર્ષસૂરિના વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં ઉપર કહી તે હકીકત ઉપરાંત બીજી પણ કેટલીક વિશેષ વિગતો પ્રસ્તુત ઉપલક્ષમાં નોંધાયેલી Page #4 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૩ છે. વધુમાં વસ્તુપાલે શત્રુંજયગિરિ પર ‘ભૃગુપુરાવતાર'જિન સુવ્રત)”નું ‘અચાવબોધ' અને સમલિકા-વિહાર ચરિત્રપટ્ટ' સાથે મંદિર કરાવેલું તેવું સમકાલિક અને ઉત્તરકાલિક લેખકો કહે છે. ૫. વસ્તુપાલ-તેજપાલના સમકાલિક, ચિત્રાવાલકગચ્છ(પછીથી કહેવાયેલા તપાગચ્છ)ના જગચંદ્ર સૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ ભૃગુકચ્છના જિન સુવ્રતને સંબોધીને પ્રાકૃત સુદર્શનાચરિત્ર (પ્રાયઃ ઈસ્વી ૧૨૩૦-૧૨૬૦ વચ્ચે) રચ્યું છે, જેના પ્રારંભમાં સમલિકાવિહારનો પણ ઉલ્લેખ છે : યથા : वंदित्तु सुव्वयजिणं सुदरिसणाए पुरंमि भरुयच्छे । जह सवलियाविहारो कराविओ किं पि तह....!! -સુવંશાવરિય, rછે. .. આ પ્રમાણોથી એક વાત તો નિશ્ચિત છે કે મંદિરનું ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦ પૂર્વે અસ્તિત્વ હતું. આ તથ્યનાં જે વિશેષ સોલંકીયુગ (ઈસ્વી ૧૨મી શતાબ્દી) ગ્રંથસ્થાદિ પ્રમાણો મળી આવે છે તે હવે ક્રમવાર નોંધશું. સોલંકીયુગ (ઈસ્વી. ૧૨મું શતક) ૬. વિ. સં. ૧૨૩૮ | ઈ. સ. ૧૧૮રમાં બૃહદ્રગથ્વીય (વાદી) દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાપ્રકરણ-વિશેષવૃત્તિ ભૃગુપુરે સુવ્રતજિનના અશ્વાવબોધતીર્થમાં રહેલાં વિરજિન સમક્ષ સમર્પિત થયેલી તેવો તેની પ્રાંત-પ્રશસ્તિમાં ઉલ્લેખ છે : યથા : प्रकृता समर्पिता च श्रीवीरजिनाग्रतो भृगुपुरेऽसौ । अश्वावबोधतीर्थे श्रीसुव्रतपर्युपास्तिवशात् ॥ આથી પ્રસ્તુત તીર્થ ઈ. સ. ૧૧૮૨ પૂર્વે અસ્તિત્વમાં હતું તેમ સિદ્ધ થાય છે. ૭. તેજપાલ મંત્રીના સમયમાં અને ઉપર કથિત સં. ૧૨૩૮વાળા ઉલ્લેખમાં હતું તે સુવ્રતસ્વામીનું જિનભવન ઉદયનમંત્રીના પુત્ર દંડનાયક આંબડ કિંવા આદ્મભટ્ટ નિર્માવેલું એવા નિર્દેશો તો ઉપર કથિત જયસિંહસૂરિની પ્રશસ્તિમાં જ છે. પછીના ચરિતકારો-પ્રબંધકારોએ પણ તે ઘટનાની દંતકથાના સંભાર સાથે સવિસ્તૃત નોંધ લીધી છે. પ્રબંધચિંતામણિકાર મેરૂતુંગાચાર્ય (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અને અનુગામી પ્રબંધકારોના કથન અનુસાર ઉદયનમંત્રીની મરણ સમયની અધૂરી રહી ગયેલી એમની તીર્થોદ્ધારની મનોકામના પૂર્ણ કરવા માટે પુત્ર વામ્ભટ્ટ મંત્રીએ શત્રુંજય પર યુગાદિદેવના જૂના કાઠમય મંદિરને સ્થાને, અને દ્વિતીય પુત્ર આમભટ્ટ ગુકચ્છમાં જિન સુવ્રતના પુરાતન Page #5 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આલયને સ્થાને નવીન ભવનોનાં નિર્માણ કરાવ્યાં. રાજગચ્છીય પ્રભાચંદ્રન પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮)ની નોંધ અનુસાર ભરૂચના સુવ્રતમંદિરને કાષ્ઠનું તેમ જ જીર્ણાવસ્થામાં જોઈ આંબડે તેનો પુનરુદ્ધાર કર્યો. પણ પ્રભાચંદ્રાચાર્યથી ૯૨ વર્ષ પહેલાં, અને આંબડ દંડનાયકના સમકાલિક, રાજગચ્છીય સોમપ્રભાચાર્ય પોતાના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ / ઈસ ૧૧૮૫)માં પ્રસ્તુત જિનાલય હેમચંદ્રાચાર્યના આદેશથી દંડનાથ આંબડે કરાવ્યું તેમ કહે છે૫. જે હોય તે; દંડનાયક આમ્રભટ્ટે તે મંદિર કરાવ્યું તેટલી વાત તો સિદ્ધ છે જ. ૮૪ પ્રબંધોમાં આમ્રભટ્ટ કારિત આ જિનભવનની નિર્માણમિતિ સં ૧૨૨૦ / ઈ સ ૧૧૬૪૬ કે સં. ૧૨૨૨ ઈ.સ ૧૧૬૬૨૭ બતાવવામાં આવી છે, જે વિશ્વસનીય જણાય છે. (બે મિતિઓ વચ્ચે ખાસ ફરક નથી. પહેલી કદાચ શિલાન્યાસની અને બીજી કુંભાધિરોપણની હશે.) શત્રુંજયેશ આદીશ્વરની વાગ્ભટ્ટ દ્વારા નવનિર્માણની મિતિ સં૰ ૧૧૧૦ વા ૧૧૧૨ ઈ. સ. ૧૧૫૫ કે ૧૧૫૭ છે. ભરૂચનું આપ્રભટ્ટનું નવું મંદિર તે પછી એક દશકા પછી બંધાયું હોવાનું માનવામાં કોઈ જ બાધા નથી. આ મંદિર વાસ્તવમાં બંધાયાનો સમકાલિક અભિલેખીય નિર્દેશ ધોળકામાં વાગ્ભટ્ટ મંત્રીએ કરાવેલ ઉદયનવિહારના ખંડિત પ્રશસ્ત લેખમાં મળે છે. વર્તમાને પ્રસ્તુત શકુનીવિહારના અવશેષો હિ સં૰ ૭૨૧ / ઈ સ ૧૩૨૧માં બંધાયેલી૯ ભરૂચની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. મંદિરના ગર્ભગૃહની (કે ગૂઢમંડપની) જિન-મંગલ-મૂર્તિવાળી જબ્બર દ્વારશાખા, સ્વલ્પાલંકૃત સ્તંભો, અને કેટલાક નાના મોટા, અલંકારપ્રચુર અને ખૂબસૂરત ભાતના વિતાનો છે૨. આદ્મભટ્ટના મંદિરના રંગમંડપનો વિશાળ કરોટક લગભગ ૩૦ ફીટ વ્યાસનો હશે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં આ મંદિર સારું એવું મોટું હશે તેમ લાગે છે. પ્રભાવકચરિતકાર મૂળ પ્રાસાદની અવગાહના (કર્ણમાને) ૧૭ હસ્તની બતાવે છે. એ હિસાબે એનો વિસ્તાર (ભદ્ર-વ્યાસ) લગભગ (૧૭' × ૧ × ૨=૫૧’)=૫૧ ફીટનો હશે, જે પ્રમાણ શત્રુંજયના વાગ્ભટ્ટ મંત્રીકારિત આદીશ્વરના સંપ્રતિ વિદ્યમાન મંદિરના માન નજીક આવી રહે છે. આથી પ્રાસાદ મધ્યમાનના મેરુ જાતિનો હશે તેવો અંદાજ નીકળી શકે છે. (મસ્જિદની ભીતરના આ મંદિરના ઉપયોગમાં લેવાયેલા અવશેષો આ ક્વાસનું સમર્થન કરે છે.) એમ જણાય છે કે મંદિરની રચનામાં મૂળ પ્રાસાદ, ગૂઢમંડપ, છ ચોકી કે નવચોકી, રંગમંડપ, અને રંગમંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ હતી, કુંભારિયાના મૂળ ઈ. સ. ૧૧૩૫ના અરસામાં બંધાયેલા, પાસિલ મંત્રીના નેમિનાથના મંદિરના તળછંદનું સ્મરણ કરાવે છે. દેખીતી રીતે જ આપ્રભટ્ટે તીર્થના ગૌરવને અનુરૂપ અને ઉદયન મંત્રીના પરિવારનાં નામ, શાન, અને સમૃદ્ધિ સાથે સુસંગત એવું ઉદાર માનનું અને યથોચિત અલંકારસંપન્ન મંદિર બંધાવેલું. Page #6 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૫ આદ્મભટ્ટે કરાવેલી આ નવરચનાને પૂર્વે તે સ્થળે જે મંદિર હતું તેનો નિર્દેશ દેતાં પણ કેટલાંક સાહિત્યિક પ્રમાણો મળે છે, એક અભિલેખીય પણ હાલમાં, સન ૧૯૮૭ના અંતિમ મહિનાઓમાં પ્રાપ્ત થયું છે, જે વિષે આગળ જઈશું. ૮. એક અપભ્રંશ ભાષા નિબદ્ધ ચતુષ્કના પ્રથમ પદ્યમાં શ્રી મુનિસુવ્રત અને ભૃગુકચ્છ સ્થિત સમલિકાવિહારને વંદના દીધી છે: સિરિણિ સુવ્યવસામિ કામબાણહિ અગંજિય ! સિદ્ધ પહુનવરંગિ અંગિ કુંકુમતરિ રંજિય 11 નીલુપ્પલુદલ સામિપન્ન સોભાગસુ સુંદર ! ભરુચ્છિ નયરિ સમલીયાવિહારિ વંદે પરમેસરુ ૧ ભાષા અને પદબંધ હેમચંદ્રના સમયની અપભ્રંશનું સ્મરણ કરાવે છે. ૯. એક ૨૩ કડીયુક્ત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ મુનિસુવ્રતસ્વામિસ્તોત્રનો આરંભ આ પ્રમાણે થાય છે. भरुयच्छलच्छिववच्छत्थलंतरइ तारहारसारिच्छ । छणहरिणलंछणत्थापवयण मुणिसुव्वय ! नमो ते ॥ અહીં પણ ભરૂચના હરિણલંછન વિભૂષિત મુનિસુવ્રતને નમસ્કાર કર્યા છે. આ રચના ૧૨મા શતકના પૂર્વાર્ધની હોય તેમ જણાય છે. ૧૦. શકુનિકાવિહારનો ઉલ્લેખ કરતો સં૧૨૦૧ ( ઈ. સ. ૧૧૫પનો એક પબાસણ લેખ જુમા મસ્જિદના સમારકામમાંથી પ્રાપ્ત થયો છે. પ્રસ્તુત લેખની મિતિ આ પ્રભટ્ટ-કારિત પુનરુદ્વાર પૂર્વેની છે. હવે ૧૨મા શતકના આરંભનાં કેટલાંક મિતિયુક્ત સાહિત્યિક પ્રમાણો જોઈએ. ૧૧. હર્ષપુરીય ગચ્છના શ્રીચંદ્રસૂરિકૃતિ મુનિસુવ્રતચરિત્ર(પ્રાકૃત : સં ૧૧૯૩ | ઈ. સ. ૧૧૩૭)ની પ્રાંતપ્રશસ્તિમાં કહ્યા મુજબ, પ્રસ્તુત ચરિત્ર ધવલકક્ક(ધોળકા)ના મુનિસુવ્રતના “ભૃગુકચ્છ-જિનભવન”માં ( મચ્છનાનામવો) (એટલે કે ભૃગુપુરાવતાર સુવતજિનના મંદિરમાં), ધવલ શ્રાવક અને ધોળકાના સંઘની વિનંતીને લઈને (પછીથી) આશાપલ્લીમાં રચેલું. ચરિત્ર લગભગ ૧૧,000 ગ્રંથ પ્રમાણ હોઈ તેને બનાવતાં ઓછામાં ઓછું બે એક વર્ષ તો લાગ્યાં જ હશે, એ હિસાબે ઈ. સ. ૧૧૩૫માં શ્રીચંદ્રસૂરિ ધોળકામાં આવ્યા હોવા જોઈએ અને તદન્વયે ધોળકાનું પ્રસ્તુત ભૃગુપુરાવતારનું મંદિર તે મિતિથી કેટલાક કાળ પહેલાં બંધાઈ ચૂક્યું હશે. અવતાર-સ્વરૂપ મંદિર ઈસ. ૧૧૩૫ પહેલાનું Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ હોઈ ભરૂચનો મૂળ શકુનિકાવિહાર એનાથી સ્વાભાવિક રીતે જ પ્રાચીન હોવો જોઈએ; એટલું જ નહીં પણ તેનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવા જેટલી ખ્યાતિ તેણે જયસિહદેવ સિદ્ધરાજના કાળ, કે તે પૂર્વે, પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, અને એ વાત લક્ષમાં લેતાં મંદિર સારું એવું પુરાતન હોવાનો સંભવ છે. ૧૨. ઈસ્વીસના ૧૨મા શતકના આરંભમાં ભરૂચના શકુનિકાવિહારમાં સમર્પિત થયેલા કે લખાયેલા બે ગ્રંથોની પુષ્પિકાઓ પણ આ મંદિર ઈ. સ. ૧૧૩૫ પૂર્વે હતું તેવું નિર્વિવાદ સિદ્ધ કરે છે. પહેલી પુષ્પિકા અનુસાર ચંદ્રકુલના દેવભદ્રસૂરિએ સં૧૧૬૮ | ઈ. સ. ૧૧૧૨માં મુનિસુવ્રત અને વીરના ભવનથી મંડિત ભૃગુકચ્છ નગરમાં આમ્રદત્તની વસતિમાં પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું : યથા : सोवन्निंडयमंडियमुणिसुव्वय-वीरभवणरमणीए । भरुयच्छे तेहिं ठिएहि मंदिरे आमदत्तस्स !! વળી પ્રસ્તુત સૂરિએ, છેલ્લી કહી તે કૃતિથી એક દાયકા પહેલાં, એમના જ કથન અનુસાર, “સુવર્ણકળશથી મંડિત” મુનિસુવ્રતના મંદિરવાળા ભરૂચ નગરમાં સં. ૧૧૫૮ ! ઈ. સ. ૧૧૦રમાં કથાનકોશની (કહારયણકોસોની) રચના કરી : યથા : कंचणकलसविहूसियमुणिसुव्वयभवणमंडियम्मि पुरे । भरुयच्छे तेहिं ठिएहिं एस नीओ परिसमत्तिं ॥ –ાથાત્નિશોશ-પ્રતિ આથી મંદિર પ્રસ્તુત મિતિ–ઈસ. ૧૧૦૨–થી અગાઉ પણ અસ્તિત્વમાં હતું તેવું સ્પષ્ટ રીતે નિર્ણત થઈ જાય છે. ૧૩. સં. ૧૧૬૨ { ઈ. સ. ૧૧૦૬માં રચાયેલ, અજ્ઞાતગચ્છીય વીરચંદ્રસૂરિશિષ્ય દેવસૂરિ કૃત જીવાનુશાસનમાં, મહાતીર્થોમાં અશ્વાવબોધતીર્થની ગણના થયેલી છે. સોલંકીયુગ (ઈસ્વી ૧૧મું શતક) ૧૪. શૈલીની દષ્ટિએ ૧૨મા શતકનું હોઈ શકે તેવા એક અજ્ઞાતકર્તક મુનિસુવતજિનસ્તવનું આદ્ય કાવ્ય ભૃગુકચ્છ જિન સુવ્રતને ઉદ્દેશ છે : श्रीकैवल्याऽवगमविदिताऽशेषवस्तुस्वभावं, भावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचं । भक्तिप्रडं त्रिभुवननतं सुव्रतश्रीजिनाऽहं देव ! स्तोष्ये भृगुपुरमहीमौलिमौले ! भवन्तम् ॥१॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૧૫. આ સિવાય સંગમસૂરિ કૃત “ચૈત્ય પરિપાટી સ્તવન (ઈસ્વીસન્ ૧૦૭૫-૧૧૦૬ વચ્ચે)માં નર્મદા તીરે ભૃગુકચ્છના શકુનિકાવિહારના જિનપતિ મુનિસુવ્રતનો જય ગાયો છે : યથા : हरिवंशभूषणमणिभृगुकच्छे नर्मदासरित्तीरे । श्रीशकुनिकाविहारे मुनिसुव्रतजिनपतिर्जयति ॥११॥ ૧૬. પાછળ ઉલ્લિખિત શ્રીચંદ્રસૂરિના મુનિસુવ્રતચરિત્રમાંના એક અન્ય કથન અનુસાર કર્તાના પ્રગુ–હર્ષપુરીયગચ્છના અભયદેવસૂરિના–ઉપદેશથી ધક્કટવંશીય વરણગ શ્રેષ્ઠીના પુત્ર “સત્ય” (સુવિખ્યાત સાંતૂમંત્રી) એ ભરૂચના સમલિયા-વિહાર પર સુવર્ણકલશો ચઢાવેલા૫ : યથા : वरणगसुयं संतूयसचिवं भणिऊण भरुयच्छे सिरिसंवलियाविहारे हेममया रोविया कलसा ॥१०२॥ અભયદેવ સૂરિ સિદ્ધરાજના શાસનના આરંભનાં વર્ષો સુધી વિદ્યમાન હતા; અને પ્રસ્તુત ઘટના ઈસ. ૧૧૦૦ કે તેથી થોડું પહેલાં બની હશે. આપણે ઉપર જોયું તેમ ઈ. સ. ૧૧૦૨માં તો સુવર્ણકળશથી મંડિત મુનિસુવ્રતના મંદિરની નોંધ મળે છે જ. સાંતૂમંત્રીના સંદર્ભમાં “સુવર્ણકળશો” બહુવચનમાં પ્રયોગ હોઈ સંભવ છે કે એમના સમયમાં હતું તે મંદિર પણ પછીથી આમ્રભટ્ટ દ્વારા નવનિર્મિત વિહારની જેમ ચતુર્વિશતિ જિનાલય હોય. ૧૭. બપ્પભદિસૂરિની પરંપરામાં થયેલા, યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ અપનામ “સાધારણાંક'ના ચૈત્યપરિપાટીસ્તવન(ઈસ્વીસન્ની ૧૧મી સદીનું ત્રીજું ચરણ)માં પ્રસિદ્ધ જૈન તીર્થોની નામાવલીમાં ભૃગુકચ્છનો સમાવેશ છે. આથી સુવ્રતજિનના તીર્થની ખ્યાતિ તે કાળ પૂર્વની માનવી ઘટે. ૧૮. પ્રભાવક ચરિતકાર (ભૃગુકચ્છના મુનિસુવ્રત જિનાલયના અધિષ્ઠાયક) વિજયસિંહસૂરિના ચરિતમાં પ્રસ્તુત આચાર્ય પુરાતન આર્ય ખપટની પરંપરામાં થયાનું જણાવે છે. પ્રસ્તુત મંદિર ભરૂચમાં અકસ્માત લાગેલ આગથી કેવી રીતે ભસ્મ થઈ ગયું અને આગમાં બચી ગયેલ તીર્થનાયકની પ્રતિમા માટે સૂરિએ બ્રાહ્મણોએ આપેલ ફાળાથી કેવી રીતે ફરીથી બંધાવ્યું તેનું ત્યાં વૃત્તાંત આપ્યું છે. પ્રભાચંદ્રાચાર્ય વિજયસિંહસૂરિને બહુ પુરાણા આચાર્ય માનતા હોય તેમ લાગે છે. મિસમાહિત ધિયાં. નામથી શરૂ થતા નેમિનાથના મનોહર સ્તોત્રના કર્તા આ વિજયસિંહસૂરિ છે અને તેમણે તે ઉજ્જયંતગિરીશ અરિષ્ટનેમિને ઉબોધીને (યાત્રા સમયે) રચ્યાનું પ્રભાચંદ્ર કહે છે. બીજી બાજુ કલ્યાણવિજયજીનું કહેવું છે કે આ સૂરિ આમ્રભટ્ટથી બસો-અઢીસો વર્ષથી વિશેષ પુરાણા કાળે થઈ ગયાનું લાગતું નથી. સ્તોત્રની Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સુચારુ શૈલી, સ્વાભાવિક છંદોલય, તેમ જ ઓજ અને પ્રાસાદિકતા જોતાં તે મધ્યકાળની આરંભિક સદીઓનું તો લાગે છે પણ એથી વિશેષ પ્રાચીન નહીં. આ સૂરિના કાળને ઐતિહાસિક કારણોસર મેં ઈસ્વીસની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધનો માન્યો છે. સોલંકીયુગ (ઈસ્વી દશમ શતક) ૧૯. આનાથી પ્રાચીનતર પ્રમાણ કડીની પાર્શ્વનાથની મધ્યમૂર્તિવાળી જિનત્રયપ્રતિમાના શસં.૯૧૦ ઈ.સ ૯૮૯ના લેખમાં મળે છે. પ્રસ્તુત પ્રતિમા ભૃગુકચ્છની “મૂલવસતી”માં સ્થાપવામાં આવેલી. પ્રસ્તુત મૂલવસતીથી સુવ્રતસ્વામીનું પુરાતન મંદિર જ વિવલિત હોવાનું માની શકાય. લેખ આ પ્રમાણે છે : आसीन्नागेन्द्रकुले लक्ष्मणसूरिनितान्तशान्तमतिः । तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽऽसीत् शीलरु (भद्रगणिः ॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत ।। भृगुकच्छे तदीयेन पाचिल्लगणिना वरम् ॥ शक संवत् ९१० પ્રાક્ષ્મધ્યકાળ રાષ્ટ્રકૂટયુગ (ઈસ્વી નવમ શતક) ૨૦. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહ સૂરિ સ્વકૃત ધર્મોપદેશમાલા-વિવરણ(સં. ૯૧૫ | ઈ. સ. ૮૫૯)માં લાટદેશચૂડામણિ, સમલિયા-વિહાર તથા તીર્થકર મુનિસુવ્રતની પ્રતિમાથી વિભૂષિત એવા મહાનગર, ભૃગુકચ્છનો ઉલ્લેખ કરે છે તથા પ્રસ્તુત મંદિરની સિંહલદ્વીપની રાજપુત્રી સુદર્શનાએ કરાવેલ એવી તત સંબદ્ધની પ્રસિદ્ધ જૈન પૌરાણિક કથાનો પણ ઉલ્લેખ કરે છેv૪ : યથા : अस्थि सिरिलाडदेस-चूडामणिभूयं अणेग-दिव्व-च्छेरयाणुगयं सउलियाविहार-हिट्ठियसण्णिहिय-पाडिहेर-मुणिसुव्वयतित्थयर-पडिमा-विभूसियं भरुयच्छं नाम महानयरं ति ! આથી એ વાત સિદ્ધ થાય છે કે મુનિસુવ્રતનું તીર્થ ઈસ્વીસના મા શતકના મધ્યમાં પણ પ્રસિદ્ધિમાં હતું અને તેને લગતી પૌરાણિક આખ્યાયિકા પણ જાણીતી હતી. તે ધ્યાનમાં લેતાં તીર્થ તે સમયથી પણ સારું એવું પ્રાચીન હોવું જોઈએ. પ્રાફરાષ્ટ્રકૂટ યુગો લભ્યમાન સીધા પ્રમાણોનો સિલસિલો અહીં અટકે છે. પ્રબંધોમાં આ તીર્થની વિશેષ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૮૯ પ્રાચીનતા સંબંધે કેટલાક ઇશારાઓ છે; પણ ઈસ્વીસનના છઠ્ઠા-સાતમા સૈકામાં રચાઈ ચૂકેલી, અને એ કારણસર વિશેષ પુરાણી ઐતિહાસિક અનુશ્રુતિઓ જાળવતી, આગમિક ચૂર્ણિમાંથી સમર્થન મળી શકે તો જ તે વાતોનો વિશ્વાસ કરી શકાય. પણ આગમિક સાહિત્યનાં મળે છે તે પ્રમાણો પરોક્ષ છે. આપણા મુદ્દાને તે કેટલે અંશે ઉપકારક થઈ શકે તેનો નિર્ણય એકદમ તો થઈ શકે તેમ નથી, પણ અહીં તે જોઈ જવાં જરૂરી છે : ૧. ભરૂચ બૌદ્ધોનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. ત્યાં ઈસ્વીસના આરંભકાળના, અરસામાં એક સ્તૂપ હોવાની પાછોતરા કાળના જૈન સાહિત્યની સૂચના છે. અને શાક્યમુનિનું ત્યાં એક મંદિર પણ હતું, જે મોટે ભાગે મહાયાન સંપ્રદાયનું અને વાકાટક-રૈકૂટક કાળનું હશે. ભરૂચના બે બૌદ્ધ ઉપાસકોએ નાસિક પાસે મનમોડીમાં એક શૈલ-વિહાર કરાવેલો તેવી ત્યાંની ઈસ્વીસનની બીજી શતાબ્દીના અરસામાં અભિલેખમાં નોંધ મળે છે. ભરૂચમાં જૈનો પણ હતા અને તેમની અને બૌદ્ધો વચ્ચેના ટકરાવના જુદા જુદા કાળના ત્રણેક કિસ્સાઓ પૃથફ પૃથક પ્રાચીન-અર્વાચીન જૈન સાહિત્યમાં નોંધાયેલા છે, જેના સંદર્ભ અહીં કંઈક અંશે ઉપયુક્ત છે : *. બૌદ્ધો સાથે વાદમાં અભિભૂત થઈ શ્વેતાંબરાચાર્ય જિનાનંદને ભરુકચ્છ છોડવું પડેલું અને તેઓ સંઘ સમેત વલભીમાં આવી રહ્યા. કેટલાક કાળ બાદ તેમના શિષ્ય મલ્લે (પછીથી મલ્લવાદી ક્ષમાશ્રમણ) ભૃગુકચ્છમાં બૌદ્ધોનો પરાભવ કર્યો. દ્વાદશાનિયચક્ર સરખા જૈન ન્યાયના ગહન ગ્રંથના રચયિતા, તેમ જ સિદ્ધસેનાચાર્યના સન્મતિ-પ્રકરણ નામક પ્રાકૃત ભાષા નિબદ્ધ દાર્શનિક ગ્રન્થ (પ્રાયઃ ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ) પર સંસ્કૃતમાં વૃત્તિ, તેમ જ પ્રમાણ વિષયક કોઈ પ્રાકૃત ગ્રંથ રચનાર મલ્યવાદીનો સમય છેલ્લા પ્રયાસો મુજબ ઈ. સ. પપ૦-૬૦૦ના ગાળામાં મૂકી શકાય. આથી સ્પષ્ટ છે કે ગુપ્ત-વાકાટક-કલચુરિ કાળ દરમિયાન ભરૂચ જૈન કેન્દ્ર હતું. એ કાળથી પણ પૂર્વે જૈન સંપ્રદાયમાં પ્રતિમા-પૂજન કેંદ્રસ્થ બની ચૂક્યું હતું. સંભવ છે કે જિન મુનિસુવ્રતનું ભવન પાંચમી-છઠ્ઠી શતાબ્દી પહેલાં અસ્તિત્વમાં આવી ગયું હોય. (મુનિસુવ્રત સ્વામીની સલેખ કુષાણકાલીન પ્રતિમા મથુરામાંથી મળી છે. એટલે ઈસ્વીસનની બીજી સ્ત્રીજી સદીઓમાં વર્ધમાન, પાર્શ્વ, અરિષ્ટનેમિ, જિન ઋષભ, અને સંભવાદિ અહિત જિનો સાથે જિન મુનિસુવ્રતની પણ ઉપાસના થતી હતી.) ૨. આવશ્યકચૂર્ણિ(આ ઈ. સ. ૬૦૦-૬૫૦)ના કથન અનુસાર જૈનાચાર્ય જિનદેવને બૌદ્ધો સાથે થયેલા ભરૂચમાં વાદમાં બૌદ્ધોનો પરાજય થયેલો; અને બે બૌદ્ધ ભિક્ષુઓ– ભદંતમિત્ર અને કુણાલે–જિનદેવનું શિષ્યત્વ સ્વીકારેલું©. આ પહેલાં પણ એક અન્ય બૌદ્ધ નિ, ઐ, ભા. ૨-૧૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ભિક્ષુ, નામે ગોવિંદાચાર્ય, તેમના શિષ્ય થયેલા. હાલ અનુપલબ્ધ ગોવિંદનિર્યુક્તિના કર્તા આ ગોવિંદાચાર્ય મનાય છે. અને તેમનો સમય ઈસ્વીસનની ચોથી-પાંચમી શતાબ્દીનો અને એથી ગુપ્તયુગીન જણાય છે°. મલ્લવાદીના સમયથી આ ઘટનાઓ વહેલી બની હોય તેમ લાગે છે. ૪. પ્રભાવકચરિતમાં વીર નિર્વાણથી ૪૮૪ વર્ષ બાદ થઈ ગયેલા મનાતા આર્ય ખપટે બૌદ્ધો પાસેથી “બિલાડાના મોઢામાંથી દૂધનું વાસણ છોડાવે તેમ” અશ્વાવબોધતીર્થ છોડાવ્યાની નોંધ મળે છે. જો કે આ નોંધ જે સમય અનુષંગે છે તેનાથી તો ઘણી મોડી ગણાય; પણ તેનો આનુશ્રુતિક આધાર આચાર્ય મલયગિરિની આવશ્યકવૃત્તિ (આ. ઈ. સ. ૧૧૪૦-૧૧૮૦ના ગાળામાં) અને તેથી થોડું અગાઉ આમ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ (સં. ૧૧૯૧ | ઈ. સ. ૧૧૩૫) અને એનાથી પણ જૂની ભદ્રેશ્વરસૂરિની કહાવલિ (પ્રાય: ઈસ્વી ૯૫૦૧૦૦૦) છે : અને આ સૌનો આધાર આવશ્યકચૂર્ણિ છે. સાતમા શતકના પૂર્વાર્ધ જેટલા, ચૂર્ણિ જેટલા જૂના સમયમાં પણ ખપટાચાર્ય સાથે ચમત્કારપૂર્ણ કથાંશ જોડાઈ ગયેલો હોઈ સદરહુ આચાર્ય પુરાતન તો હોવા જોઈએ. સંઘદાસગણિ ક્ષમાશ્રમણના બૃહત્કલ્પભાષ્ય(છઠ્ઠું શતક, મધ્યભાગોમાં પણ ખપટાચાર્ય માટે “વિદ્યાબલિ” એવું વિશેષણ દીધું હોઈ ખપટાચાર્ય સંબદ્ધ કિવદંતીઓ આવશ્યકચૂર્ણિના સમયથી પણ એક શતાબ્દી અગાઉ પ્રચારમાં હતી એટલું તો સુનિશ્ચિત છે. આ અનુષંગે અહીં બે વાત પર વિચારવાનું રહે છે. વિ. નિ. ૪૮૪ બરાબર ઈ. સ. પૂ. ૪૩ યા તો ઈ. સ. ૭૨ થાય. પણ ૧૩માથી ૧૭મા શતકના જૈન સાધનોમાં–પ્રબંધોપટ્ટાવલીઓ ઇત્યાદિમાં–પુરાતનાચાર્યો માટે જે એકદમ ચોક્કસ મિતિઓ દઈ દેવામાં આવી છે તે બહુ વિશ્વાસ કરવા લાયક નથી. છતાં ઉપર કથિત ભાષ્ય અને ચૂર્ણિમાં પ્રસ્તુત આચાર્યનો ઉલ્લેખ હોઈ આ આચાર્ય પુરાણા છે અને તેમનો ભરૂચ સાથે સંબંધ છે તેટલી વાત તો સ્વીકારવા જેવી છે; અને પ્રબંધકારના “વીર નિર્વાણ'ના વર્ષને જો “વિક્રમ સંવમાં ઘટાવીએ તો પૂર્વોક્ત બનાવનું વર્ષ ઈસ્વીસન્ ૪૨૮નું આવે, જે એમનો સંભાવિત કાળ હોઈ શકે. આર્ય ખપટાચાર્યે પ્રસ્તુત જિનમુનિસુવ્રતનું મંદિર બંધાવેલું એવું તો કોઈ જ કહેતું નથી. મંદિર તે પૂર્વે કોઈક રૂપે હતું એવો ધ્વનિ મધ્યકાલીન લખાણોમાંથી ઊઠે છે. પ્રબંધો એક તરફથી મૌર્ય સંમતિ (ઈ. સ. પૂ. ૩જી શતાબ્દીનું ચોથું ચરણ) દ્વારા તેનો ઉદ્ધાર થયાની અને બીજી તરફથી પાલિત્તસૂરિ પ્રથમ અને સાતવાહન રાજા (ઈ. સ. દ્વિતીય શતકનો ઉત્તરાર્ધ) તેમ જ પ્રસિદ્ધ દાર્શનિક વિભૂતિ સિદ્ધસેન દિવાકરના ગુરુ વૃદ્ધવાદિસૂરિ તેમ જ વિક્રમાદિત્યની (ઈસ્વીસન્ની ૪થી ૫મી શતાબ્દી) સાથે પણ શકુનિકાવિહારને સાંકળે છે. . નભોવાહન(ક્ષત્રપ નહપાણ આ૦ ઈસ. ૩૩-૭૦)ના સમયમાં ભરૂચ્છમાં ઉત્તમ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો (નિર્ગન્થ) કવિ (પણ કુરૂપ) એવા આર્ય વજ્રભૂતિનો અહીં નિવાસ હોવાનું આવશ્યકપૂર્ણિમાં નોંધાયેલું છે. આથી ઈસ્વીસની પહેલી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં, ક્ષત્રપયુગના આરંભે, અહીં નિગ્રન્થ સંપ્રદાયના અનુયાયીઓનો વાસ હશે તેમ લાગે છે. (પ્રસ્તુત વજ્રભૂતિ આર્ય વજના શિષ્ય વજ્રસેનના શિષ્ય હશે ?) જે હોય તે, પણ આ બધી વાતો એક અનુગુપ્તકાલીન નોંધ અને પશ્ચાત્કાલીન કથાનકોની જ હોઈ એના પર ભૃગુકચ્છ મુનિસુવ્રત જિનના મંદિરની મૂળ સ્થાપનાના સમય સંબદ્ધ કોઈ પણ જાતનો મદાર બાંધવા માટે ઓછામાં ઓછું મૈત્રકકાળ જેટલાં પુરાણાં પ્રમાણોની અપેક્ષા રહે, જે હાલમાં તો ક્યાંય નજરે પડતાં નથી*. ટિપ્પણો : ૧. વિવિધ તીર્થસ્ત્વ, પ્રથમ ભાગ, સિંધી જૈન ગ્રંથમાલા, સં૰ જિનવિજય, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪. ૯૧ ૨. એજન, ‘‘મથુરાપુરીકલ્પ,' પૃ ૧૯. ૩. એજન. ૪.વિ. તી. વ્ઝ, પુ ૮૬. ૫. ધોળકાના પ્રસ્તુત જિનાલયનો ઉલ્લેખ આપ્રદેવસૂરિએ આહ્વાનાિોશની પ્રસ્તિમાં કરેલો છે; જ્યારે મંત્રીશ્વર વસ્તુપાલે શત્રુંજય ૫૨ યુગાદીશ્વરના મુખ્ય મંદિરની સંનિધિમાં કરાવેલા ‘ભૃગુપુરાવતાર મુનિસુવ્રત’ના મંદિરનો વસ્તુપાલ સંબંધ લખનારા સમકાલિક તથા ઉત્તરકાલિક લેખનો, અભિલેખાદિ સાહિત્યમાં મળે છે. અહીં આ મુદ્દો ગૌણ હોઈ તત્સંબદ્ધ સંદર્ભગ્રંથો ટાંક્યા નથી. ૬. આ નોંધ ૨૫ વર્ષ પહેલાં કયા કૅટેલોગમાંથી ઉતારી હતી તેનું વિસ્મરણ થઈ જવાથી અહીં સ્રોતની નોંધ આપી શક્યો નથી. વર્તમાને મને ઉપલબ્ધ હતી તે હસ્તપ્રત સંબંધની બધી જ સૂચિઓ જોઈ ગયેલો પણ ઉપર્યુક્તની માહિતી તેમાંથી જડી આવી નહોતી. ૭. ‘‘શ્રીમુનિસુવ્રતસ્વામિ-સ્તવનમ્,'' Ancient Jaina Hymns, Ed. Charlotte Krause, Scindhia Oriental Series No-2, p. 19. ૮. આ લેખ પ્રસિદ્ધ થશે ત્યાં સુધીમાં તો પ્રસ્તુત જિનાલયનું નવનિર્માણ સંપન્ન થઈ ચૂક્યું હશે. ૯. અશ્વાવબોધતીર્થ સાથે કુનિકાવિહારના રૂપકને દર્શાવતા આવા શિલાપટ્ટો આબૂ (લૂણવસહી), કુંભારિયા, જાલોર (સુવર્ણગિરિ) આદિ સ્થિત જિનાલયોમાં જોવા મળે છે. આ બધા જ પટ્ટો ૧૩મી શતાબ્દીથી પ્રાચીન હોય તેવું જણાતું નથી. ૧૦. આ અભિધાન (સ્વ) હીરાલાલ ૨. કાપડિયાએ પ્રયોજ્યું હોવાનું સ્મરણ છે. એમનો મૂળગ્રંથ હાલ મારી સામે ન હોઈ તેનો સંદર્ભ દઈ શકતો નથી. ૧૧. જુઓ શ્રી પ્રતિક્રમણસૂત્ર, સં. ભીમસિંહ માણેક, મુંબઈ ૧૮૮૮, પૃ. ૫૯. આ સ્તોત્ર ‘‘જગચિંતામણિસ્તોત્ર” તરીકે પણ પ્રસિદ્ધ છે અને શ્રી પંચપ્રતિક્રમણસૂત્રાણિ અંબાલા સીટી ૧૯૩૭, સહિત ઘણે સ્થળે છપાયેલું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૨. જુઓ “આગમગચ્છીય આ૮ જિનપ્રભસૂરિ કૃત સર્વ-ચૈત્ય-પરિપાટી-સ્વાધ્યાય,” સંરમણિક શાહ, Aspects of Jainology Vol. II, Pt- Bechardas Doshi Commemoration Volume, Eds, M. A. Dhaky and sagarmal Jain, Varanasi 1987, p. 111, ગાથા ૧૮ ૧૩. (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે પ્રસ્તુત તીર્થમાલાની વિશેષ હસ્તપ્રતોના મિલાનથી મુદ્રિત પાઠને સુધારી તૈયાર કરેલી મુદ્રણયોગ્ય પ્રતમાંથી આ ઉદ્ધત કર્યું છે. દુર્ભાગ્યે પ્રસ્તુત સંશોધિત પ્રત અદ્યાવધિ છપાઈ નથી. ૧૪. વિગત માટે જુઓ “શ્રીનસિકૂપિતા વસ્તુપાત્રોગપતિપ્રતિ:," સુફલીોિભિચારિ વસ્તુપાત્ર-પ્રતિસંપ્રદ,” સં. મુનિ પુણ્યવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫, મુંબઈ ૧૯૬૧, પૃ. ૩૮-૩૯, પઘક્રમાંક ૬૩-૭૩. ૧૫. એ જ ગ્રંથ, પૃ. ૨૬. ૧૬. વસ્તુપાત્રzત્ર, પ્રસ્તાવ ૪, સં. ૫૦ હીરાલાલ હંસરાજ, જામનગર ૧૯૧૧, પૃ. ૨૨-૬૫, ૨૨૮-૨૨૯. ૧૭. એજન. ૧૮. જુઓ સમરસિંહ કૃત સુસંવન, શ્રી જૈન-આત્માનંદ-સભા, ભાવનગર વિસં. ૧૯૭૪ (ઈ. સ. ૧૯૨૮), સર્ગ ૧૧, ૧૨, પૃ. ૯૬; નરેન્દ્રપ્રભસૂરિ કૃત “વસ્તુપાલ પ્રશસ્તિ,” શ્લો. ૩૪, ૦ ૦ ૦ નં૦, પૃ. ૨૭. ૧૯. સુવંશ ચરિત્ર, સંઉમંગવિજય ગણિ, બાલાપુર ૧૯૩૨, પૃ ૧. 20. Catalogue of Palm-leaf manuscripts in the Santinātha Jain Bhandara, Pt.2, G.O.S. 149, Ed. Muni Punyavijayaji, Baroda 1966, p. 288. ૨૧ જૂ૦ ૦ ૦ v૦ ૪૦, ગ્લો ૬૬, પૃ. ૩૮. ૨૨. પ્રમાવિ તિ, સં. મુનિ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અહમદાબાદ-કલકત્તા ૧૯૪૦, પૃ. ૨૦૭. ૨૩. પ્રવાતાળ, નવીન સંસ્કરણ, દુર્ગાશંકર કે. શાસ્ત્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ, અંક-૧લું, મુંબઈ ઈ. સ. ૧૯૮૮, પૃ. ૧૪૨. ૨૪. પ્ર૨૦, પૃ. ૨૦૭. ૨૫. ડુમારપાન ચત્ર સંદ, સં. મુનિ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક-૪૧, મુંબઈ ઈ. સ. ૧૯૫૬, પૃ ૧૦૧. ૨૬-૨૭. આ વિગતો કોઈ પટ્ટાવલી અને વીરવંશાવળીમાંથી લીધેલી તેવું સ્મરણ છે; પણ બંને સ્રોતો આ પળે નજર સામે ન હોઈ તેની સ્રોત-સંબદ્ધ નોંધ લઈ શકાઈ નથી. ૨૮. મૂળે આ અભિલેખ પદ લાલચંદ્ર ગાંધીએ જૈન સત્ય પ્રકાશના કોઈ અંકમાં છપાવેલો, પછીથી દિનેશચંદ્ર સરકાર અને ડૉ. મંજુલાલ મજમુદારે Epigraphia Indicaના કોઈ અંકમાં ચર્ચા સમેત પુન:પ્રકાશિત કરેલો તેવું સ્મરણ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો Re. God Mi2 24 Jas. Burgess, On the Muhammadan Architecture of Bharoch, Cambay, Dholka, Champanir And Muhmudabad in Gujarat, ASWI, Vol VI, Edinburgh 1896, pp. 20-22, and Pls. II- VT. તેમાં રજૂ થયેલી છતો પૈકીની થોડીક J. M. Nanavati and M. A. Dhaky, "The ceilings in the temple of Gujarat," Bulletin, Museum and Picture Gallery Baroda, Vol. XVI-XVII, Baroda 1963 i Pls. 35, 40, and 54 રૂપે પ્રગટ થઈ છે. 30. Burgess, Pl. V. 31. Burgess, PI. II. 32. Burgess, Pls. X-XVI. ૩૩.રૂબરૂ માપ લીધેલું તેને આધારે. અલબત્ત, અઠ્ઠાંશના મૂળ કોટકને સ્થાને ૧૪મી સદીમાં અલ્પાલંકૃત નવા કરાટક કરેલો છે. ૩૪. છતોનાં કદ ઉપરથી એવો અંદાજ નીકળી શકે છે. 34. "Munisuvrtasvāmi-stuti," The Government Collection of Descriptive Catalogue of the Manuscripts in Bhandarkar Oriental Research Institute, Ed. Hiralal Rasikdas Kapadia, Poona 1962, p. 61. ૩૬. Ibid, “Munisuvratasvami stotra,” p. 62. ૩૭. ડા. ઉમાકાંત શાહ સાથેની મારી આજથી સોળેક વર્ષ પૂર્વેની મુલાકાત દરમિયાન વડોદરામાં પુરાતત્ત્વ સર્વેક્ષણ(ASI)ની કચેરીમાં એ લેખયુક્ત પબાસણ અમે જોયેલું. ડૉ. શાહે તે લેખ વાંચી ઉતારી પણ લીધેલો, પણ તેમણે પછીથી તે પ્રકાશિત કર્યા કે કેમ તેની માહિતી પ્રાપ્ત નથી. પ્રસ્તુત લેખ મુનિસુવ્રત જિનની કરાવેલ દેવકુલિકા સંબંધ હતો એવું સ્મરણ છે, ૩૮. કેમકે આમ્રભટ્ટના પુનરુદ્ધારની મિતિ ઈ. સ. ૧૧૬૪ કે ૧૧૬૬ છે. 36. A Discriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan. Vol. I, G.0.S. LXXVI, Ed. C. D. Dalal, Baroda 1937, Page 322, શ્લોક ૮૧, YO. Catalogue of Palm-leaf Manuscripts in the Santinātha Jain Bhandara Cambay Pt.2, G.O.S. 149, Ed. Muni Punyavijaya, Baroda, 1966. P. 341. ૪૧. Ibid, P. 384. ૪૨. ગીતાનુન, હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી : ૧૭, સંશો. ભગવાનદાસ પ્રભુદાસ વીરચંદ, પાટણ વિ. સં. ૧૯૮૪ { ઈ. સ. ૧૯૨૮, પૃ. ૧૧. ૪૩. જૈન સ્તોત્ર સંઘ, વિપાક ધ, આગમોદ્ધારક ગ્રંથમાલા દ્વિતીય મણકો, સં. લાભસાગર ગણિ, સુરત વિ. સં. ૨૦૪૦ | ઈ. સ. ૧૯૮૪, પૃ. ૯૦. ૪૪. જુઓ મધુસૂદન ઢાંકી, સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ ચૈત્યપરિપાટીસ્તવ નિર્ચન્થ ૩, અમદાવાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ 94 નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઈ. સ. 2001, પૃ. ૭૩થી 85. 45. હાલ મૂળ સ્રોત હાથવગું ન હોઈ તેનો સંદર્ભ ટાંકી શક્યો નથી. 46 જુઓ સાધારણાંક સિદ્ધસેનસૂરિ વિરચિત પ્રાકૃતભાષાબદ્ધ ‘સકલ-તીર્થ-સ્તોત્ર'સં હ મ શાહ, સંબોધિ, પુ૭, અંક 1-4 અમદાવાદ એપ્રિલ 1978 જાન્યુઆરી 1979, પૃ. 95-100. 47. એજન. 48. એજન. 49 જુઓ go 20 વિનસહર તિ” પૃ. 45. ૫૦.જુઓ “નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે,” પ્રો. એમ. એ. ઢાંકી, સ્વાધ્યાય, પુર 22.1, વડોદરા વિ. સં. 2040 ઈ. સ. 1984. 51. એજન. પર, એજન. પ૩, ઐતિહાસિક લેખ સંગ્રહ, શ્રી સયાજી સાહિત્ય માળા, પુમ 335, કર્તા પર લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, વડોદરા 1963, 50 327-329. 54. ધર્ણોદ્દેશમાતા-વિવાળ, સં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 28, મુંબઈ ઈ. સ. 1956, પૃ. 160. 55. જુઓ go as "o મળવદ પૂરિ તમ" પૃ. 78. પદ હાલ પ્રસ્તુત લેખ છપાયો છે તે મોત હાથવગું ન હોઈ અહીં તે અંગેની નોંધ લઈ શકયો નથી. 57. ખ૦ 20 પૃ૦ 79. 58. જુઓ, “વાદીન્દ્ર મલવાદી ક્ષમાશ્રમણનો સમય,” ડૉ. જિતેન્દ્ર બી. શાહ, નિર્ચન્થ, પ્રથમ અંક, અમદાવાદ 1995, પૃ. ૧થી 11. 59. હાલ આ ગ્રંથ ઉપલબ્ધ ન હોવાથી સંદર્ભ ટાંકી શક્યો નથી. 60. મને એવું સ્મરણ રહ્યું છે કે સ્વમુનિવર પુણ્યવિજયજીએ આવું ક્યાંક નોંધેલું છે. 61. કહાવલિના સમય-વિનિર્ણય માટે જુઓ મારો લેખ “કહાવલિ-કર્તા ભદ્રેશ્વર સૂરિના સમય વિશે.” સંબોધિ, 50 12, અં. 1-4 અમદાવાદ- 1983-84. 62. આ બે ગણતરીમાંથી પહેલી, પરંપરા અનુસારની છે અને બીજી હર્મન્ન થકોબીની ગણતરી અનુસાર છે. 3. Prakrit Proper Names - Part - II, L. D. Series No. 37, Com. Mohanlal Mehta, K. Risabh Chandra, Ahmedabad 1972, p. 662. + આ તીર્થ સંબંધમાં કેટલીક ઉપયોગી ચર્ચા મુંબઈવાળા ધનપ્રસાદ ચંદાલ મુનશીના “ભૃગુકચ્છ-ભરુચનો શકુનિકાવિહાર,” નામક શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ 7, ક્રમાંક 73, 74, 75, અંક 1, 2, 3 (દીપોત્સવી અંક) અમદાવાદ વિ. સં. 1997-98 ! ઈ. સ. 1941, અંતર્ગત પ્રસિદ્ધ થયેલી છે.