SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો (નિર્ગન્થ) કવિ (પણ કુરૂપ) એવા આર્ય વજ્રભૂતિનો અહીં નિવાસ હોવાનું આવશ્યકપૂર્ણિમાં નોંધાયેલું છે. આથી ઈસ્વીસની પહેલી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં, ક્ષત્રપયુગના આરંભે, અહીં નિગ્રન્થ સંપ્રદાયના અનુયાયીઓનો વાસ હશે તેમ લાગે છે. (પ્રસ્તુત વજ્રભૂતિ આર્ય વજના શિષ્ય વજ્રસેનના શિષ્ય હશે ?) જે હોય તે, પણ આ બધી વાતો એક અનુગુપ્તકાલીન નોંધ અને પશ્ચાત્કાલીન કથાનકોની જ હોઈ એના પર ભૃગુકચ્છ મુનિસુવ્રત જિનના મંદિરની મૂળ સ્થાપનાના સમય સંબદ્ધ કોઈ પણ જાતનો મદાર બાંધવા માટે ઓછામાં ઓછું મૈત્રકકાળ જેટલાં પુરાણાં પ્રમાણોની અપેક્ષા રહે, જે હાલમાં તો ક્યાંય નજરે પડતાં નથી*. ટિપ્પણો : ૧. વિવિધ તીર્થસ્ત્વ, પ્રથમ ભાગ, સિંધી જૈન ગ્રંથમાલા, સં૰ જિનવિજય, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪. ૯૧ ૨. એજન, ‘‘મથુરાપુરીકલ્પ,' પૃ ૧૯. ૩. એજન. ૪.વિ. તી. વ્ઝ, પુ ૮૬. ૫. ધોળકાના પ્રસ્તુત જિનાલયનો ઉલ્લેખ આપ્રદેવસૂરિએ આહ્વાનાિોશની પ્રસ્તિમાં કરેલો છે; જ્યારે મંત્રીશ્વર વસ્તુપાલે શત્રુંજય ૫૨ યુગાદીશ્વરના મુખ્ય મંદિરની સંનિધિમાં કરાવેલા ‘ભૃગુપુરાવતાર મુનિસુવ્રત’ના મંદિરનો વસ્તુપાલ સંબંધ લખનારા સમકાલિક તથા ઉત્તરકાલિક લેખનો, અભિલેખાદિ સાહિત્યમાં મળે છે. અહીં આ મુદ્દો ગૌણ હોઈ તત્સંબદ્ધ સંદર્ભગ્રંથો ટાંક્યા નથી. ૬. આ નોંધ ૨૫ વર્ષ પહેલાં કયા કૅટેલોગમાંથી ઉતારી હતી તેનું વિસ્મરણ થઈ જવાથી અહીં સ્રોતની નોંધ આપી શક્યો નથી. વર્તમાને મને ઉપલબ્ધ હતી તે હસ્તપ્રત સંબંધની બધી જ સૂચિઓ જોઈ ગયેલો પણ ઉપર્યુક્તની માહિતી તેમાંથી જડી આવી નહોતી. ૭. ‘‘શ્રીમુનિસુવ્રતસ્વામિ-સ્તવનમ્,'' Ancient Jaina Hymns, Ed. Charlotte Krause, Scindhia Oriental Series No-2, p. 19. ૮. આ લેખ પ્રસિદ્ધ થશે ત્યાં સુધીમાં તો પ્રસ્તુત જિનાલયનું નવનિર્માણ સંપન્ન થઈ ચૂક્યું હશે. ૯. અશ્વાવબોધતીર્થ સાથે કુનિકાવિહારના રૂપકને દર્શાવતા આવા શિલાપટ્ટો આબૂ (લૂણવસહી), કુંભારિયા, જાલોર (સુવર્ણગિરિ) આદિ સ્થિત જિનાલયોમાં જોવા મળે છે. આ બધા જ પટ્ટો ૧૩મી શતાબ્દીથી પ્રાચીન હોય તેવું જણાતું નથી. ૧૦. આ અભિધાન (સ્વ) હીરાલાલ ૨. કાપડિયાએ પ્રયોજ્યું હોવાનું સ્મરણ છે. એમનો મૂળગ્રંથ હાલ મારી સામે ન હોઈ તેનો સંદર્ભ દઈ શકતો નથી. ૧૧. જુઓ શ્રી પ્રતિક્રમણસૂત્ર, સં. ભીમસિંહ માણેક, મુંબઈ ૧૮૮૮, પૃ. ૫૯. આ સ્તોત્ર ‘‘જગચિંતામણિસ્તોત્ર” તરીકે પણ પ્રસિદ્ધ છે અને શ્રી પંચપ્રતિક્રમણસૂત્રાણિ અંબાલા સીટી ૧૯૩૭, સહિત ઘણે સ્થળે છપાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249386
Book TitleBhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & History
File Size528 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy