Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
૯૦
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ભિક્ષુ, નામે ગોવિંદાચાર્ય, તેમના શિષ્ય થયેલા. હાલ અનુપલબ્ધ ગોવિંદનિર્યુક્તિના કર્તા આ ગોવિંદાચાર્ય મનાય છે. અને તેમનો સમય ઈસ્વીસનની ચોથી-પાંચમી શતાબ્દીનો અને એથી ગુપ્તયુગીન જણાય છે°. મલ્લવાદીના સમયથી આ ઘટનાઓ વહેલી બની હોય તેમ લાગે છે.
૪. પ્રભાવકચરિતમાં વીર નિર્વાણથી ૪૮૪ વર્ષ બાદ થઈ ગયેલા મનાતા આર્ય ખપટે બૌદ્ધો પાસેથી “બિલાડાના મોઢામાંથી દૂધનું વાસણ છોડાવે તેમ” અશ્વાવબોધતીર્થ છોડાવ્યાની નોંધ મળે છે. જો કે આ નોંધ જે સમય અનુષંગે છે તેનાથી તો ઘણી મોડી ગણાય; પણ તેનો આનુશ્રુતિક આધાર આચાર્ય મલયગિરિની આવશ્યકવૃત્તિ (આ. ઈ. સ. ૧૧૪૦-૧૧૮૦ના ગાળામાં) અને તેથી થોડું અગાઉ આમ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ (સં. ૧૧૯૧ | ઈ. સ. ૧૧૩૫) અને એનાથી પણ જૂની ભદ્રેશ્વરસૂરિની કહાવલિ (પ્રાય: ઈસ્વી ૯૫૦૧૦૦૦) છે : અને આ સૌનો આધાર આવશ્યકચૂર્ણિ છે. સાતમા શતકના પૂર્વાર્ધ જેટલા, ચૂર્ણિ જેટલા જૂના સમયમાં પણ ખપટાચાર્ય સાથે ચમત્કારપૂર્ણ કથાંશ જોડાઈ ગયેલો હોઈ સદરહુ આચાર્ય પુરાતન તો હોવા જોઈએ. સંઘદાસગણિ ક્ષમાશ્રમણના બૃહત્કલ્પભાષ્ય(છઠ્ઠું શતક, મધ્યભાગોમાં પણ ખપટાચાર્ય માટે “વિદ્યાબલિ” એવું વિશેષણ દીધું હોઈ ખપટાચાર્ય સંબદ્ધ કિવદંતીઓ આવશ્યકચૂર્ણિના સમયથી પણ એક શતાબ્દી અગાઉ પ્રચારમાં હતી એટલું તો સુનિશ્ચિત છે.
આ અનુષંગે અહીં બે વાત પર વિચારવાનું રહે છે. વિ. નિ. ૪૮૪ બરાબર ઈ. સ. પૂ. ૪૩ યા તો ઈ. સ. ૭૨ થાય. પણ ૧૩માથી ૧૭મા શતકના જૈન સાધનોમાં–પ્રબંધોપટ્ટાવલીઓ ઇત્યાદિમાં–પુરાતનાચાર્યો માટે જે એકદમ ચોક્કસ મિતિઓ દઈ દેવામાં આવી છે તે બહુ વિશ્વાસ કરવા લાયક નથી. છતાં ઉપર કથિત ભાષ્ય અને ચૂર્ણિમાં પ્રસ્તુત આચાર્યનો ઉલ્લેખ હોઈ આ આચાર્ય પુરાણા છે અને તેમનો ભરૂચ સાથે સંબંધ છે તેટલી વાત તો સ્વીકારવા જેવી છે; અને પ્રબંધકારના “વીર નિર્વાણ'ના વર્ષને જો “વિક્રમ સંવમાં ઘટાવીએ તો પૂર્વોક્ત બનાવનું વર્ષ ઈસ્વીસન્ ૪૨૮નું આવે, જે એમનો સંભાવિત કાળ હોઈ શકે.
આર્ય ખપટાચાર્યે પ્રસ્તુત જિનમુનિસુવ્રતનું મંદિર બંધાવેલું એવું તો કોઈ જ કહેતું નથી. મંદિર તે પૂર્વે કોઈક રૂપે હતું એવો ધ્વનિ મધ્યકાલીન લખાણોમાંથી ઊઠે છે. પ્રબંધો એક તરફથી મૌર્ય સંમતિ (ઈ. સ. પૂ. ૩જી શતાબ્દીનું ચોથું ચરણ) દ્વારા તેનો ઉદ્ધાર થયાની અને બીજી તરફથી પાલિત્તસૂરિ પ્રથમ અને સાતવાહન રાજા (ઈ. સ. દ્વિતીય શતકનો ઉત્તરાર્ધ) તેમ જ પ્રસિદ્ધ દાર્શનિક વિભૂતિ સિદ્ધસેન દિવાકરના ગુરુ વૃદ્ધવાદિસૂરિ તેમ જ વિક્રમાદિત્યની (ઈસ્વીસન્ની ૪થી ૫મી શતાબ્દી) સાથે પણ શકુનિકાવિહારને સાંકળે છે.
. નભોવાહન(ક્ષત્રપ નહપાણ આ૦ ઈસ. ૩૩-૭૦)ના સમયમાં ભરૂચ્છમાં ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org