Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આલયને સ્થાને નવીન ભવનોનાં નિર્માણ કરાવ્યાં. રાજગચ્છીય પ્રભાચંદ્રન પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮)ની નોંધ અનુસાર ભરૂચના સુવ્રતમંદિરને કાષ્ઠનું તેમ જ જીર્ણાવસ્થામાં જોઈ આંબડે તેનો પુનરુદ્ધાર કર્યો. પણ પ્રભાચંદ્રાચાર્યથી ૯૨ વર્ષ પહેલાં, અને આંબડ દંડનાયકના સમકાલિક, રાજગચ્છીય સોમપ્રભાચાર્ય પોતાના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ / ઈસ ૧૧૮૫)માં પ્રસ્તુત જિનાલય હેમચંદ્રાચાર્યના આદેશથી દંડનાથ આંબડે કરાવ્યું તેમ કહે છે૫. જે હોય તે; દંડનાયક આમ્રભટ્ટે તે મંદિર કરાવ્યું તેટલી વાત તો સિદ્ધ છે જ. ૮૪ પ્રબંધોમાં આમ્રભટ્ટ કારિત આ જિનભવનની નિર્માણમિતિ સં ૧૨૨૦ / ઈ સ ૧૧૬૪૬ કે સં. ૧૨૨૨ ઈ.સ ૧૧૬૬૨૭ બતાવવામાં આવી છે, જે વિશ્વસનીય જણાય છે. (બે મિતિઓ વચ્ચે ખાસ ફરક નથી. પહેલી કદાચ શિલાન્યાસની અને બીજી કુંભાધિરોપણની હશે.) શત્રુંજયેશ આદીશ્વરની વાગ્ભટ્ટ દ્વારા નવનિર્માણની મિતિ સં૰ ૧૧૧૦ વા ૧૧૧૨ ઈ. સ. ૧૧૫૫ કે ૧૧૫૭ છે. ભરૂચનું આપ્રભટ્ટનું નવું મંદિર તે પછી એક દશકા પછી બંધાયું હોવાનું માનવામાં કોઈ જ બાધા નથી. આ મંદિર વાસ્તવમાં બંધાયાનો સમકાલિક અભિલેખીય નિર્દેશ ધોળકામાં વાગ્ભટ્ટ મંત્રીએ કરાવેલ ઉદયનવિહારના ખંડિત પ્રશસ્ત લેખમાં મળે છે. વર્તમાને પ્રસ્તુત શકુનીવિહારના અવશેષો હિ સં૰ ૭૨૧ / ઈ સ ૧૩૨૧માં બંધાયેલી૯ ભરૂચની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. મંદિરના ગર્ભગૃહની (કે ગૂઢમંડપની) જિન-મંગલ-મૂર્તિવાળી જબ્બર દ્વારશાખા, સ્વલ્પાલંકૃત સ્તંભો, અને કેટલાક નાના મોટા, અલંકારપ્રચુર અને ખૂબસૂરત ભાતના વિતાનો છે૨. આદ્મભટ્ટના મંદિરના રંગમંડપનો વિશાળ કરોટક લગભગ ૩૦ ફીટ વ્યાસનો હશે. આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં આ મંદિર સારું એવું મોટું હશે તેમ લાગે છે. પ્રભાવકચરિતકાર મૂળ પ્રાસાદની અવગાહના (કર્ણમાને) ૧૭ હસ્તની બતાવે છે. એ હિસાબે એનો વિસ્તાર (ભદ્ર-વ્યાસ) લગભગ (૧૭' × ૧ × ૨=૫૧’)=૫૧ ફીટનો હશે, જે પ્રમાણ શત્રુંજયના વાગ્ભટ્ટ મંત્રીકારિત આદીશ્વરના સંપ્રતિ વિદ્યમાન મંદિરના માન નજીક આવી રહે છે. આથી પ્રાસાદ મધ્યમાનના મેરુ જાતિનો હશે તેવો અંદાજ નીકળી શકે છે. (મસ્જિદની ભીતરના આ મંદિરના ઉપયોગમાં લેવાયેલા અવશેષો આ ક્વાસનું સમર્થન કરે છે.) એમ જણાય છે કે મંદિરની રચનામાં મૂળ પ્રાસાદ, ગૂઢમંડપ, છ ચોકી કે નવચોકી, રંગમંડપ, અને રંગમંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ હતી, કુંભારિયાના મૂળ ઈ. સ. ૧૧૩૫ના અરસામાં બંધાયેલા, પાસિલ મંત્રીના નેમિનાથના મંદિરના તળછંદનું સ્મરણ કરાવે છે. દેખીતી રીતે જ આપ્રભટ્ટે તીર્થના ગૌરવને અનુરૂપ અને ઉદયન મંત્રીના પરિવારનાં નામ, શાન, અને સમૃદ્ધિ સાથે સુસંગત એવું ઉદાર માનનું અને યથોચિત અલંકારસંપન્ન મંદિર બંધાવેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15