Book Title: Bhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો भक्तिप्रत्रिभुवननतं सुव्रत श्रीजिनाहं देव स्तोष्ये भृगुपुरमहीमौलिमौले भवन्तम् ॥ જિનસુવ્રતનું પશ્ચાત્કાલીન, સંભવતયા ૧૭મા સૈકાનું, સાધારણ કલા-કોટીનું મંદિર તો અત્યાર સુધી ભરૂચમાં હતું, જેનો કેટલાંક વર્ષોથી જીર્ણોદ્ધાર શરૂ થયો છે; પરંતુ વચ્ચેના ગાળામાં તીર્થની પુરાણી ગરિમા પુનર્જીવિત કરવાના પ્રયત્નો થયા હોય તો તે જાણમાં આવ્યા નથી. પુરાતન એવં મહિમ્ન તીર્થ હોવાને કારણે એનું માહાત્મ્ય કથતાં પૌરાણિક ઢંગનાં જૈન કથાનકો-આખ્યાયિકાઓ મધ્યકાળથીયે પહેલાના સમયમાં ઘડી કાઢવામાં આવ્યાં હશે, જેનાં ૧૨મા-૧૩મા શતકમાં શિલ્પિત શિલાપટ્ટોમાં આલેખનો મળી આવ્યાં છે; પણ એ દંતકથાઓનું ઐતિહાસિક મૂલ્ય શૂન્યવત્ હોઈ સંપ્રતિ ચર્ચા એવં પર્યવલોકનમાં તે છોડી દીધાં છે. ભૃગુકચ્છના આ જૈન તીર્થના ઇતિહાસ સંબદ્ધ જે કંઈ વિશ્વસનીય માહિતી પ્રાપ્ય છે તેનો અહીં સપ્રમાણ સાર રજૂ કરીશું. આ વિષયમાં સૌથી અર્વાચીન ઉલ્લેખો વાઘેલાયુગના છે, જેને ગવેષણાનું આરંભબિંદુ બનાવી આગળ વધીશું. મધ્યકાળ વાઘેલાયુગ (ઈસ્વી ૧૩મી શતાબ્દી) ૧. સાંપ્રતકાળે ‘જગચિંતામણિ સ્તોત્ર' નામે પ્રસિદ્ધમાં રહેલ, પણ જેને ‘પ્રબોધચૈત્યવંદનસ્તોત્ર' નામ પણ આપવામાં આવ્યું છે॰ તે, પ્રાચીન પ્રાકૃત કૃતિમાં આરંભે પ્રક્ષિપ્ત અપભ્રંશ-પ્રભાવિત ગાથામાં શત્રુંજયગિરિ-સ્થિત જિન ઋષભ, ઉજ્જયંતાચલાધીશ જિન નેમિનાથ, અને મોઢેરપુરમંડન મહાવીર સાથે ભરૂચના જિન મુનિસુવ્રત (તથા મહુરીના પાર્શ્વનાથનો) ઉલ્લેખ છે : યથા :૧૧ ૮૧ જયઉ સામિઉ રિસહુ સેત્તુંજિ I ઉજ્જિત પહુ નેમિ જિષ્ણુ ! જયઉ વી૨ મોહેરમંડણુ 1 Jain Education International ભરુવચ્છ મુણિસુવ્વઉ મુહિર પાસુ દુહ–દંડ-ખંડણુ આ ગાથા વિધીપક્ષીય (અંચલગચ્છીય) પાઠમાં નહીં પણ ખરતરગચ્છીય તથા તપાગચ્છીય પાઠમાં મળે છે. (ગાથા અલબત્ત ૧૩મા શતકથી વિશેષ પ્રાચીન જણાતી નથી.) ૨. આગમગચ્છીય જિનપ્રભસૂરિ (પ્રાયઃ ઈસ્વી ૧૨૪૦-૧૨૭૫) વિરચિત નિ ઐ ભા ૨-૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15