Book Title: Bhavbhavna Prakaran Part 02 Author(s): Sumtishekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 8
________________ 3 ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ એ વિશેષણ મૂકેલું છે. તેથી અહીં સ્વજનો પણ શરણ થતા નથી એમ કહેવામાં કોઈ વિરોધ નથી. તો પછી વિભવ શરણ થશે તેને જણાવતા કહે છે विहवीण दरिहाण य सकम्मसंजणियरोयतवियाणं । कंदताण सदुक्खं को णु विसेसो असरणत्ते ? । ।। ३० ।। सविभवानां दरिद्राणाञ्च स्वकर्मसंजनितरोगतप्तानां । વતાં સ્વાચ્યું જો વિશેષોડશરત્વે ? ।। રૂા ગાથાર્થ : વૈભવવાળા હોય કે ગરીબ હોય પણ જે સ્વકર્મના ઉદયથી આવેલા રોગોથી પીડાતા હોય અને પોતાના દુ:ખને રોતા હોય એવા તે બંનેની અશરણતામાં શું ભેદ છે ? અર્થાત્ બંને સમાન અશરણ છે. (૩૦) અહીં ઉપસર્ગ (કુદરતી આફત જેવી કે દુષ્કાળ અતિવૃષ્ટિ)થી આવેલ રોગમાં વિભવ ઉપકાર કરનારો બને તેથી અમે સ્વકર્મ *સંજનિત્વ એ વિશેષણ મૂકેલું છે. गतार्थेव, नवरमत्राप्यौपसर्गिक रोगे विभवात् स्यादप्युपकार इति स्वकर्मसंजनित्वविशेषणमिति ।। अथोदाहरणद्वारेण रोगाशरणत्वं दर्शयति - ટીકાર્થ : અહીં ગાથાર્થ સરળ છે પરંતુ ઉપસર્ગથી આવતા રોગોમાં વિભવ શરણ થાય છે એટલે સ્વકર્મસંજનિત્વ વિશેષણ મુકેલું છે. હવે ઉદાહરણ આપીને રોગનું અશરણત્વ બતાવે છે तह रज्जं तह विहवो तह चउरंगं बलं तहा सयणा । कोसंबिपुरीराया न रक्खिओ तह वि रोगाण ।। ३१ ।। तथा राज्यं तथा विभवः तथा चतुरंगं बलं तथा स्वजनाः । कौशाम्बीपुरीराजा न रक्षितः तथापि रोगेभ्यः ।। ३१ ।। *વિશેષણ બે પ્રકારના છે (૧) વસ્તુ વિશેષણ અને (૨) ક્રિયા વિશેષણ. વસ્તુવિશેષણના પણ બે ભેદ છે (i) વ્યાવર્તક વસ્તુ વિશેષણ અને (ii) સ્વરૂપદર્શક વસ્તુ વિશેષણ. વિશેષણ એટલે બીજાઓથી ભિન્ન કરનાર ધર્મ. વ્યાવર્તક વિશેષણ: આ વિશેષણ લક્ષ્યને અલક્ષ્યથી જુદો પાડે છે જેથી અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. અર્થાત્ લક્ષણ અલક્ષ્યમાં જતું અટકે છે. જેમકે લાલ ઘોડો. અહીં ઘોડો વિશેષ્ય છે અને લાલ તેનું વિશેષણ છે. લાલ વિશેષણ લાલ ઘોડાને બીજા સામાન્ય ઘોડાઓથી જુદો પાડે છે. તેમ પ્રસ્તુતમાં બધા રોગો અશરણ નથી. ઉપસર્ગથી આવતા રોગોમાં વિભવ પણ શરણ બની શકે માટે તેમાં અતિવ્યાપ્તિ ન આવે તેથી સ્વકર્મસંજનિત એવું વિશેષણ વિશેષ્ય એવા રોગ શબ્દને આપેલુ છે. કહેવાનો ભાવ એટલો જ છે કે સ્વકર્મથી ઉત્પન્ન થયેલા રોગો અશરણ છે. એ સિવાયના અન્ય રોગોમાં વિભવાદિ પણ શરણ બની શકે. (ii) સ્વરૂપ દર્શક વિશેષણ: આ વિશેષણ તો માત્ર લક્ષ્ય વસ્તુનું સ્વરૂપ જ જણાવે છે માટે અતિવ્યાપ્ત દોષના વા૨ક બનતા નથી છતાં પણ સાર્થક છે કેમકે કેટલાક લોકો વિવક્ષિત વસ્તુના અયથાર્થ સ્વરૂપને માની બેઠા હોય, તો તે વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવવા દ્વારા કેટલાકના સંશય, વિપર્યયાદિ દોષોને દૂર કરી શકે છે. તેથી સ્વરૂપ દર્શક વિશેષણો પણ મિથ્યા સ્વરૂપનું વ્યાવર્તન કરતા હોવાથી કંઈક અંશે વ્યાવર્તક બને છે. જેમકે દુ:સમયઃ સંસારઃ સંસાર દુઃખવાળો છે છતાં મિથ્યા-દૃષ્ટિઓ સંસારને સુખમય ન માની બેસે તે હેતુથી આ વિશેષણ આપવામાં આવે છે. (૨) ક્રિયા વિશેષણ : જે ધર્મ ક્રિયાને અન્ય ક્રિયાથી જુદી કરે તે ક્રિયાવિશેષણ જેમ કે લેવવન્તઃ સૂક્ષ્મ પશ્યતિ । અહીં સૂક્ષ્મ ક્રિયાવિશેષણ સૂક્ષ્મતાથી જોવાની ક્રિયાને સ્થૂળપણે જોવાની ક્રિયાથી જુદી કરે છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 348