Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ કેવી રીતે થયું ? જો તારે આ ખાનગી ન હોય તો કહે. પછી આ પણ તેને કહે છે કે તારાથી છુપાવાય તેવું કશું નથી. જગતમાં પ્રસિદ્ધ ગજપુરના સ્વામી શ્રી પુરુષદત્ત રાજાનો હું શૂર નામે પુત્ર છું. (૫૨). કાશી દેશમાં મારા પિતાના સૈન્યની સાથે હું ગયો હતો. તેમના સમૂહમાં ચાલતા સૈન્યમાં પાછો ફરતો હું વિવિધ વૃક્ષોથી ગહન અને રાત્રીમાં અંધકારના સમૂહથી કયાંય પણ માર્ગમાં ભૂલો પડ્યો અને લાંબો સમય ભમીને હું થાક્યો અને ઠંડીથી પરાભવ થયો અને અહીં બેઠેલો હું શિલાની જેમ અચેતન થયો અને નિષ્કારણ બંધુ એવા તારાવડે હું જીવિત માત્ર અપાયો છું; તેથી મારી આ અવસ્થા પણ ખરેખર પુણ્યથી થઈ. કેમકે ગુણના ભંડાર એવા તારું અહીં દર્શન થયું. પરસ્પર સંકથાઓથી રહેતા તેઓનો ઘણો સમય પસાર થયા પછી શૂરની તપાસમાં પાછળ આવતું સૈન્ય આવી પહોંચ્યું. પછી સમાન સદ્ભાવવાળા, પરસ્પર સ્નેહથી બંધાયેલા તે બંને કુમારો તે સૈન્યની સાથે ગજપુર નગરમાં ગયા. પછી શૂરે સુલોચનનો સર્વ ઉપકાર પિતાને જણાવ્યો. સ્નેહાળ રાજાએ તેને પુત્રપણાથી સ્વીકાર્યો. શૂરકુમારના આવાસની બાજુમાં રાજાવડે અપાયેલ રમ્ય મોટા મહેલમાં સુલોચન કુમાર વસે છે. સુલોચન વિના શૂર પણ રહેતો નથી. તેને લઈ જઈને ભોજનાદિમાં આદર કરે છે તેથી કોઈક રીતે તે બેને પણ પરસ્પર અનુરાગ થયો. સાથે ક્રિીડા કરે છે, સાથે ભમે છે, સાથે સૂવે છે અને રાજાની સાથે જાય છે. તંબોલ-આહાર-વિલેપનાદિ બધું સાથે કરે છે. જિનવચનમાં ભાવિત મતિવાળો અને જિનશાસનમાં કુશલ એવો શૂર સુલોચનને પણ હંમેશા ગુરુપાસે લઈ જાય છે. તેથી સુલોચનને પણ જિનધર્મ તેવી રીતે પરિણત થયો જેથી દેવો પણ તેને ક્ષોભ કરવા સમર્થ થતા નથી. પછી બંને સમાન શીલ (સદાચાર)વાળા થાય છે. પહેલાં પણ તેઓની પ્રીતિ હતી પરંતુ ધર્મના દાનથી તુષ્ટ થયેલા તેઓની પ્રીતિ એવી વધી કે જેથી દેવો પણ વિસ્મિત થયા. પછી સુલોચનકુમારે પણ વિનયાદિ ગુણોથી રાજાને ખુશ કર્યા ત્યારે અતિ મોટા આગ્રહથી માતાપિતાની રજા મેળવીને પોતાના સ્થાને સુલોચનકુમારને રાજાને અર્પણ કરીને શૂરે સુગુરુની પાસે દીક્ષાને સ્વીકારી. (૬૭) ઘરમાંથી ભાગીને કાયર ભૂખથી પરાભૂત સુલોચને વ્રત ગ્રહણ કર્યું.” એવા અપજશના ભયથી સુલોચને વ્રત ગ્રહણ ન કર્યું. પછી સમયાંતરે મારે અવશ્ય વ્રત ગ્રહણ કરવું એ પ્રમાણે તે વખતે સુલોચને મનમાં નિશ્ચય કર્યો. પછી વિનયાદિ ગુણોથી રાજા પુરુષદત્ત સર્વ પણ સામંત તથા મંત્રીવર્ગ સુલોચનને વિશે રાગી થયો. હવે કયારેક પરલોક જતા પુરુષદત્તરાજાએ અતિ મોટા હર્ષથી સુલોચનને રાજ્ય સોપ્યું. પછી અણુરક્ત મંત્રી મંડલવાળો, મોટા પરાક્રમવાળો, પ્રસર્યો છે યશોનો સમૂહ જેનો, વિસ્તૃત થયો છે પ્રતાપ જેનો એવો સુલોચન ત્યાં રાજા થયો. શૂર પણ ગીતાર્થ થયો અને વિહાર કરતો ત્યાં આવ્યો. સુલોચન રાજા પણ તેને ભક્તિથી વંદન કરે છે અને હંમેશા તેની દેશના સાંભળે છે. તેનાવડે ઉપદેશ કરાયેલ ધર્મને કરે છે અને નીતિથી રાજ્યને પાળે છે, અન્ય દિવસે કૌશાંબી નગરીથી પિતાનો પ્રધાન મંત્રી ત્યાં આવ્યો. પછી અતિ સંભ્રમથી કરાયો છે મોટો સન્માન જેનો એવો તે મંત્રી શ્યામ મુખવાળો રાજાની પાસે સંભ્રમથી બેઠો. પછી રાજાએ મંત્રીને પુછ્યું કે હે સચિવ ! તું મેદવાળો દેખાય છે તેનું શું કારણ છે ? તેણે કહ્યું કે હું જે કહું છું તેને દેવ સાવધાન થઈને સાંભળે. શ્રી ચંદ્રસેન રાજાએ મને આ પ્રમાણે આદેશ કર્યો છે કે જગતમાં સુપુરુષો જેમ વિભવને ઉપાર્જન કરે છે અને તેઓ તે ઘણાં વિભવથી જગતમાં કંઈક મેળવે છે. પરંતુ સામાન્ય કૃપણ જનની સમાન થઈને અસાર ધનનું પ્રયોજન છે જેને એવા મારા વડે ભુવનમાં સારભૂત એવો તું (સુલોચન) મેળવાયો નથી. હે ગુણનિધાન ! નિર્ગુણ ધનના પ્રયોજનથી અને સુલભ ધનને માટે અતિદુર્લભ એવો તું જે અપમાનિત કરાયો છે તે માનસિક દુ:ખ મને અતિમહાન થયું છે (૭૯) જો કે પૂર્વે મનનું દુ:ખ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 348