Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ તો પણ હે મહાયશ ! આ સિદ્ધિ આ અરણ્યની જેમ શૂન્ય થઈ. આ પ્રમાણે તેઓએ કહ્યું એટલે કુમાર કંઈક હસીને કહે છે કે ઔષધીઓની સાથે નાગ (વૃક્ષવિશેષ), વંગ (વનસ્પતિ વિશેષ) અને મુંબ (ઘાસ વિશેષ)ને નાખીને મુસમાં ચઢાવો અને અહીં મારા દેખતાં જ ધમો પછી તેઓએ તે પ્રમાણે કર્યું અને કુમારના પુણ્યોદયથી સર્વ નિર્મળ સુવર્ણ થયું. પછી હર્ષિત થઈ તેઓએ કહ્યું કે હે મહાયશ ! આ ઔષધીઓની સાથે જ હંમેશા ધમતા અમારે આટલો કાળ ગયો પરંતુ હમણાં તમારા પ્રભાવથી જેટલામાં કહ્યું તેટલામાં સવર્ણની સિદ્ધિ થઈ. અમારા મનોરથો પૂર્ણ થયા અને પછી કુમારવડે પણ આ ક્રિયા ફરીથી કરાઈ અને ઘણું સુવર્ણ સિદ્ધ થયું પછી ત્યાં જ મોટો સત્કાર કરીને અતિ આગ્રહથી તેઓએ કુમારને રોકી રાખ્યો. પછી ઘણા સુવર્ણની સિદ્ધિ કરીને તે જ નગરમાં વિલાસ કરે છે અને ધાતુવાદીઓ પણ તે રાજપુત્રને દેવતાની જેમ આરાધે છે. (૨૦) પછી કોઈક વખત લુચ્ચો જેમ દુર્વચનોથી સજ્જનને પીડે તેમ હિમવર્ષાથી ભુવનતળ પર વૃક્ષના સમૂહને બાળતી હેમંતઋતુ શરૂ થઈ અને જ્યાં દુષ્ટ સ્વરૂપવાળા લોદ્ર (વૃક્ષવિશેષ), કુંદ, પ્રિયંગુકુસુમ (વૃક્ષ વિશેષ) વિશેષ શોભાને ધારણ કરીને હિમથી બળેલા વન પર જાણે હસે છે. રાત્રી પુરી થાય છે ત્યારે ઠંડીથી પીડાયેલા લોક વડે કરપલ્લવો વડે ઘસીને જ્વાળાથી ભરચક અગ્નિના મંડપો કરાય છે, પુષ્ટ, ગાઢ અને ઉન્નત છે સ્તનમંડળ જેઓને એવી પોતાની સ્ત્રીઓને યાદ કરીને દૂર ગયેલા મુસાફરો જ્યાં શીધ્ર પાછા ફરે છે. દરિદ્રના છોકરાઓ જીર્ણ ઘરોના લાકડાઓથી અગ્નિને સળગાવીને ધક્કા મુક્કી કરીને સ્થાનને માટે ઝઘડે છે. જ્યાં દરિદ્રના ઘરમાં ઉત્પન્ન થયેલ આકંદન, કલહ અને દાંતોથી વાગતી વીણાઓથી ઠંડી વિના પણ ધનવાનોને પણ હંમેશા જાગરણ થાય છે અને જ્યાં જાણે ઠંડીથી ભય પામેલો સૂર્ય પણ હંમેશા દિવસોને ટૂંકો કરતો હિમગિરિથી દૂરના આકાશ માર્ગથી જલદીથી જાય છે. (૩૫) હિમપર્વતને અનુસરતો ચંદ્ર પણ રાત્રીમાં વક્રમાર્ગથી ધીમે ધીમે ઠંડીમાં વધારો કરીને જાય છે. દરિદ્રજનને દુ:ખદાયક એવો સંતાપ હંમેશા પણ દીર્ઘ કરાય છે અથવા ઠંડીમાં રહેલા જીવો વિપરીત થાય છે. જ્યાં લોકને કેસર અને તેલના લેપનો ઘણો સંયોગ છે જેઓને એવી પ્રિય તરુણકામિનીઓ, કાળા-વસ્ત્ર અને અગ્નિ વલ્લભ છે. (૩૮) ઘણું કરીને બધાએ પ્રાસાદતળ (અગાશી) ચંદ્ર, હાર, પાણી અને સુક્ષ્મ વસ્ત્ર, સ્નાન અને ચંદનનો ત્યાગ કર્યો છે અને ત્યાં ઘણા મૂલ્યવાળા સુગંધી ગંધકાષાયી પ્રમુખ વસ્ત્રોથી કરાયેલી, ઠંડીની રક્ષા કરનારી, રૂથી ભરેલી ડગલીઓ લઈને તે કુમાર તેઓને કંઈપણ કારણ બતાવીને, નીકળીને, ક્રમે કરીને કુરુદેશમાં આવ્યો અને ત્યાં કોઈક અરણ્યમાં નીચે ઊભેલા, હિમથી કાષ્ટની જેમ નિચ્ચેષ્ટ થયેલા ઉત્તમ ઘોડાને જુએ છે. પછી વિસ્મિત હૃદયવાળો જેટલામાં ત્યાં જાય છે તેટલામાં સુંદર વસ્ત્રવાળા, નવા દેવની જેમ આભરણથી ભૂષિત, વૃક્ષના થડમાં ટેકો લિઈને સૂતેલ હિમથી નિચ્ચેષ્ટ થયેલ, હાથમાં ગ્રહણ કરેલ છે અશ્વનું ચોકડું જેણે એવા એક સમાન વયના પુરુષને જુએ છે. (૪૪) પછી સંભ્રમથી કુમાર સુલોચને તેના ઉપર રૂની ભરેલી ગોદડી નાખીને અને બાણથી અરણીના કાષ્ઠને ઘસીને અગ્નિને સળગાવ્યો. પછી ક્ષણથી તે ઘોડા સહિત સચેતન થયો અને બેઠો થયેલો એવો તે આજુબાજુ જુએ છે. પછી સુલોચનને જોઈને ઊભો થઈ હર્ષથી આલિંગન કરે છે અને સંભ્રમથી તેને લઈને પોતાની પાસે બેસાડે છે અને કહે છે કે હે અકારણ બાંધવ ! મને જીવિત આપનાર તું અહીં ક્યાંથી ? આ કયો દેશ છે ? અથવા તારા વડે કયું કુળ પવિત્ર કરાયું છે તે કહે. પછી સુલોચન પણ કહે છે કે કૌશાંબીપુરના સ્વામીશ્રી ચંદ્રસેન રાજાનો હું સુલોચન નામે પુત્ર છું. દેશોના દર્શનને માટે ભમતો હું અહીં ' આવ્યો છું અને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન તારી સાથે મારું દર્શન થયું છે. તારે પણ આ અનુચિત સ્થાનમાં આવવું

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 348