Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 19
________________ ૧૪ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ઓળખીને પત્નીઓ સહિત લઈ આવ્યા. રાજા વડે આલિંગન કરાયો અને અર્ધાસન ઉપર બેસાડ્યો અને બીજી પણ રાજપુત્રીઓની સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું અને યુવરાજપદે સ્થાપન કર્યો. વલ્કલચીરી પણ વિપુલ ભોગોને ભોગવે છે. (૪૫) અને આ બાજુ તેના વિયોગથી રડતા પિતાની આંખો પડળથી એવી ઢંકાઈ કે જેથી તે કંઈ પણ જોઈ શકતા નથી. પછી બાર વરસ પસાર થયા પછી રાત્રીના અંતમાં વલ્કલચરી કોઈક રીતે પિતાને યાદ કરીને ઝૂરે છે. તે રાજા પાસે રજા માંગે છે. રાજા કહે છે કે આપણે બંને સાથે જઈએ. પછી મોટી સામગ્રીથી તે બંને પિતા પાસે ગયા. પ્રણામ કરી જેટલામાં પગમાં પડ્યા તેટલામાં પુત્રોને સ્પર્શ કરતા મોટા હર્ષના આંસુથી કુલપતિ (પિતા)ના આંખના પડળો નષ્ટ થયા. પછી કુલપતિ સર્વને જુએ છે અને પ્રસન્નચંદ્રને સર્વની કુશળવાર્તા પૂછે છે. (૫૦) વલ્કલચીરી પણ ઝૂંપડીની અંદર ગયો. પોતે બાંધીને રાખેલી વલ્કલોને છોડીને રજને ઝાટકે છે અને ઝાટકતા વિચારે છે કે આવા પ્રકારની ક્રિયા મેં પૂર્વે કરેલી છે. પછી જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે આચરેલા વ્રતને સંભારે છે અને તે ભવમાં પડિલેહણ કરેલા વસ્ત્રોને સંભારે છે અને દેવલોકમાં ભોગવેલા વિપુલ ભોગોને યાદ કરીને પછી જલદી મોટા સંવેગને પામ્યો. વિષયમાં મૂઢ પોતાની નિંદા કરે છે અને ભાવથી ચારિત્રને અને ક્ષપક શ્રેણીને સ્વીકારે છે. પછી ઘાતકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનથી બધું જાણે છે. દેવતાઓએ લિંગ આપ્યું અને પ્રત્યેક બુદ્ધ થયા. પિતા તથા પ્રસન્નચંદ્રને પ્રતિબોધ કરીને શ્રાવક કરે છે. પછી પિતાને લઈને શ્રી વીર જિનેશ્વરની પાસે ગયા અને વીરજિનેશ્વરે સોમચંદ્રને દિક્ષા અને શિક્ષા આપી. વલ્કલચીરી સિદ્ધ થયા. પિતા પણ દેવલોકમાં જઈ સુદેવ – સુમનુષ્યના સુખો ભોગવીને કર્મરહિત બની મોક્ષે જશે. આમ જરાના દુ:ખને નિવારનારા શ્રી વીર જિનેશ્વરદેવના ચરણરૂપી કમળમાં પ્રસન્નચંદ્રનું દીક્ષા ગ્રહણ, મનમાં યુદ્ધ, યુદ્ધમાંથી નિવૃત્ત થયેલ પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ બધું પ્રસિદ્ધ હોવાથી તેમજ અહીં વિષય ન હોવાથી અહીં જણાવ્યું નથી. આ પ્રમાણે જિતશત્રુ રાજર્ષિનું કથાનક સમાપ્ત થયું. એ પ્રમાણે રોગ અને જરાના વિષય સંબંધી અશરણપણાને કહ્યું. હવે મૃત્યુ સંબંધી અશરણપણાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે કે समुवट्ठियम्मि मरणे ससंभमे परियणम्मि धावंते । को सरणं परिचिंतसु एक मोत्तूण जिणधम्मं ? ॥४३॥. समुपस्थिते मरणे ससंभ्रमे परिणते च धावति । વશરાં ? પરિચિતા પર્વ મુવત્તા નિર્નિમ્ રૂા ગાથાર્થ મરણ ઉપસ્થિત થાય ત્યારે પરિજન સંભ્રમથી દોડે છતે એક જિનધર્મને છોડી કોણ શરણ થાય એમ તું વિચાર. (૪૩) समुपस्थिते मरणे, निरुपक्रमे इति शेषः, सोपक्रमे तु तस्मिन् भवन्ति विभवस्वजनादयोऽपि शरणं ।। जिनधर्मोऽप्यनन्तरभावेन परम्परया वा मृत्युवर्जिते स्थाने नयतीत्येतावता शरणमुच्यते, तद्भव एव सद्यः सोऽपि तं निवारयितुं न शक्नोति, अत एवाह -

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 348