Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ હતું પરંતુ હમણાં શારીરિક દુઃખ એવું ઉપસ્થિત થયું છે કે કોઈપણ રીતે કહી કે સહી શકાતું નથી. કારણ કે ખાંસી, શ્વાસ, મહાજ્વર અને દાહ શરીરને બાધા કરે છે અને પેટ, દૃષ્ટિ અને મુખશૂળની પીડા પ્રબળ જ છે. કોઢ, અર્શ (મસા) તથા ભગંદર, અરુચિ, ખણજ, પેટ તથા કાન-આંખની વેદના આ મહારોગો સમકાળે થયા છે. તેથી હે વત્સ ! મેં તારી સાથે ક્ષુદ્ર-જન-ઉચિત સર્વ આચર્યું. પણ તું સજ્જન થઈને હમણાં જીવતા એવા મને એકવાર દર્શન આપ. પછી મરતા એવા મને પશ્ચાત્તાપ ન થાય એ પ્રમાણે સાંભળીને આંસુથી ભરાયેલી છે આંખો જેની એવો સુલોચન રાજા કહે છે કે સુપુત્રોથી માતાપિતા સુખી થાય છે એ પ્રમાણેની આ લોકસ્થિતિ છે. તેથી બાળપણથી માતાપિતાનું અનિચ્છિત કરી દુ:ખ આપીને તેઓનું મારાવડે વિપરીત જ કરાયું છે. આ પ્રમાણે કહીને પોતાને સ્વસ્થ કરીને સર્વ કુરુદેશમાંથી વૈઘો, જ્યોતિષીઓ અને મંત્રવાદીઓને લઈને તથા માર્ગમાં પ્રાપ્ત થયેલા વૈદ્યો, જ્યોતિષીઓ અને મંત્રવાદીઓને લઈને પિતા પાસે ગયો. સુલોચન પિતાના પગમાં પડે છે રાજા પણ તેના વિનયથી ખુશ થયો. (૮૮) શ્રી ચંદ્રસેન રાજા ૫૨માનંદ સુખને પામતો પોતાના પુત્રને ભેટે છે અને પોતાના રાજ્ય પર તેને સ્થાપન કરે છે. તેણે પણ વૈઘોવડે રોગોની ચિકિત્સા શરૂ કરાવી. વૈદ્યો એક પણ રોગને મટાવવા સમર્થ ન થયા. આ લૌકિક ઉપચારોથી રોગો અસાધ્ય છે એમ જાણીને સુલોચને પિતાને જૈનધર્મમાં પ્રેરણા કરી. પણ રાજા જિનધર્મથી ભાવિત થતો નથી અને મોટી વેદનાના સમુદ્દાતમાં પડ્યો તો પણ ભદ્રિક ભાવમાં સ્થાપન કરાયો અને તેના હાથે દાન અપાવાયું. (૯૨) જિન ચૈત્યોમાં પૂજા કરાવાઈ, પછી સમગ્ર સ્વજનો ચારે બાજુ બેઠે છતે, બંને રાજ્યનું ચતુરંગ સૈન્ય જોયે છતે, વિભવ અને વૈદ્યો વગેરે હોતે છતે, શરણથી રહિત આક્રંદ અને વિલાપ કરતો, રોગોથી હુમલો કરાયેલો રાજા મરણ પામ્યો. પછી લોકોમાં આક્રંદ ઊછળ્યો અને શરીરનો અગ્નિ સંસ્કાર કરાયો. પછી સુલોચન રાજાએ અશરણપણું જોઈને તે રાજ્ય પર પોતાના પુંડરીક નામના પુત્રને સ્થાપ્યો. રાજ્યનું સ્થાપન કરીને પછી કુરુદેશમાં ગજપુર નગરમાં જાય છે ત્યાં પણ કમલાક્ષ નામના પુત્રને રાજ્યપર સ્થાપે છે અને સ્વયં સંવિગ્ન થયેલો શૂરમુનિવરની પાસે દીક્ષાને ગ્રહણ કરે છે, બંને પણ દીક્ષિત થયેલા કર્મ ખપાવી મોક્ષમાં ગયા. (૯૮) अथ 'यथोद्देशं निर्देश' इति जरा विषयमशरणत्वं विभणिषुराह ‘જે ક્રમથી વિષયનો ઉદ્દેશ કર્યો હોય તે ક્રમથી વિષયનો નિર્દેશ કરવો જોઈએ' એવો ન્યાય છે એટલે મૂળ શ્લોક ૨૬મા માં પ્રથમ રોગનો ઉદ્દેશ કર્યો છે પછી જરાનો ઉદ્દેશ કર્યો છે તેથી રોગની અશરણતાના નિર્દેશ પછી જરાની અશરણતાનો નિર્દેશ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે કે सविलासजोव्वणभरे वट्टंतो मुणइ तणसमं भुवणं । पेच्छइ न उच्छरंतं जराबलं जोव्वणदुमग्गिं ।। ३२ ।। सविलासयौवनभरे वर्तमानो जानाति तृणसमं भुवनं । पश्यति न उत्सर्पन्तं जराबलं यौवनद्रुमाग्निम् ।।३२।। ગાથાર્થ : વિલાસ સહિત ભરયૌવનમાં વર્તતો જીવ ભુવનને તૃણ સમાન ગણે છે અને યૌવન રૂપીવૃક્ષને માટે અગ્નિ સમાન, નજીક આવતા એવા જરાના સૈન્યને જોતા નથી. (૩૨) जया बलं - परिकरभूतं वायुश्लेष्मेन्द्रियवैकल्यादिकं, इदं च यौवनद्रुमस्याग्निरिव यथा ह्यग्निर्दग्ध्वा भस्मावशेषं द्रुमं करोति, एवं जराबलमपि पलितावशेषं यौवनं विदघातीति भावः । । किमित्यसौ तत्र पश्यतीत्याह - ટીકાર્થ : વાયુ, શ્લેષમ અને ઇન્દ્રિયાદિનું વૈકલ્ય એ જરાનું સૈન્ય છે આ જ સૈન્ય યૌવન રૂપી વૃક્ષને માટે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 348