Book Title: Bharatiya Kalama Jain Sampurti
Author(s): Ravishankar M Raval
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 6
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ બુદ્ધ અને મહાવીરનો જીવનકાલ એક જ સમયમાં વીત્યો હતો અને ભારતમાં બન્ને સંપ્રદાયોનો સરખો વિકાસ થયો હતો. જેમાં ત્યાગ અને તપની ભાવનાનું પ્રાધાન્ય હતું છતાં બૌદ્ધ ધર્મ આરંભમાં ઘણાં વિશાળ રાજયોનો આશ્રય પામ્યો. પૂર્વ ભારતમાં પાટલીપુત્રનો તે ઉત્તર ભારતમાં રાજ્યધર્મ થયો ત્યારથી તેનું વિશ્વમાં બહુમાન થયું અને તેનાં સ્મારકસ્થાને જૈનકલાનો પ્રસ્તાર અનેક મળી આવ્યાં છે, પરંતુ તે સાથે જૈન ધર્મના સંસ્થાપક શ્રી મહાવીર અને તેમના અનુયાયીઓએ પશ્ચિમ ભારતમાં જે પ્રસાર કર્યો તે ઘણું મૌન પણ વ્યાપક હતો. બૌદ્ધ ધર્મ આરંભમાં રાજયાશ્રય પામ્યો અને આમ જનતાને ભાવી ગયો. આથી તેના સ્મારકોને વિશાળ પ્રસ્તાર મળ્યો. જૈન સંપ્રદાય ખેતી અને યુદ્ધના ક્ષેત્રોથી અલિપ્ત રહેવાનો આગ્રહ સેવતો હતો એટલે વેપાર અને વ્યવહારના ક્ષેત્રમાં સંકળાયેલી પ્રજાનો આદર પામ્યો. આથી ભારતમાં જ્યાં જ્યાં વેપાર અને વહીવટનાં મોટાં મથકો હતાં ત્યાં તેના આશ્રયદાતાઓએ સ્તુપો, ભિક્ષુગ્રહો અને મંદિરોનું નિર્માણ કર્યું છે. દક્ષિણ ભારતમાં પણ આપણે જોયું કે જ્યાં સુરક્ષા અને સહિષ્ણુતા જોયાં ત્યાં જૈન પ્રજાએ વસવાટ કરેલ છે અને ધર્મસ્મારકો પાછળ પુષ્કળ દાનો આપ્યાં છે. જૈન સંપ્રદાયનું આ લક્ષણ ઉત્તર ભારતના પ્રાચીન કાળના ઈતિહાસમાં સુસ્પષ્ટ થાય છે. ભારતનાં શિલ્પનો ઇતિહાસ ઈ. પૂ. ૩૦૦૦ વર્ષે સિંધના મોહનજો-દરોનાં પ્રાચીન અવશેષોથી પ્રાપ્ત થાય છે. એ કાલે પ્રાણીઓનાં માટીમાં ઉપસાવેલાં ચિત્રો અને ચૂના તેમ જ ધાતુની માનવઆકૃતિઓ જોતાં લાગે કે માનવસમાજમાં કલાનાં આકર્ષક અને સાંકેતિક સ્વરૂપોનો પ્રચાર થઈ ચૂક્યો હતો. એ સમયની મુદ્રાઓમાં ય ધ્યાનસ્થ યોગીઓની આકૃતિઓ પણ મળી છે, પરંતુ સમ્રાટ અશોક મૌર્યના સમયની જે શિલ્પકૃતિઓ મળી છે તેની સાથે હજારો વર્ષનો ખાલી ગાળો સાંધનારા નમૂના મળ્યા નથી. અશોકના સમયમાં પૂર્વ ભારતમાં યક્ષો અને યક્ષીઓની સહેજ માનવમાપથી મોટી અને કદાવર પાષાણુમતિ મળી છે પણ તેનાં મંદિર વિષે કોઈ ખ્યાલ બાંધી શકાતો નથી. ભૂમિના મહાન પુરુષો કે નેતાઓના સ્મારકરૂપે તેમના ભમાવશેષો ઉપર ગોળાકાર મોટા સ્તુપ અથવા ટોપ (ઊંધા ટોપલા ઘાટના) રચાતા અને તે પર વૃક્ષ કે છત્રની છાયા થતી. આ રિવાજ તે પણ પ્રાચીન હશે. કોઈ મૃત દેહને ધરતીમાં દફનાવી ઉપર માટીનો ટીંબો કરી ઉપર વૃક્ષ કે વૃક્ષની ડાળી તેની છાયા માટે મુકાતી. તે પછી ભિન્ન દેશોમાં બાળવા કે દફન કરવાના ભેદ થયા, એટલે કબરો અને સ્તપોનાં રૂપો જુદાં થયાં. તૃપની આકૃતિમાં અવશેષો મુકાય છે તે ભાગને ચય કહે છે. ચિત્ય શબ્દ ચિતા પરથી ઊપજયો છે; એટલે પ્રાચીનકાળથી ચિત્યનો રિવાજ ચાલતો અને તે પ્રમાણે બુદ્ધના અવશેષો નિર્વાણ પછી ચૈત્યરૂપ પામ્યા અને બૌદ્ધ સ્થાનોમાં જ્યાં ચિત્ય હોય તે ચૈત્યમંદિર અને પૂજાની પ્રતિમા અને ભિક્ષાગૃહ હોય તેને વિહાર એવાં નામો મળ્યાં. આવાં ચૈત્યો, હુપો અને ભિક્ષુગ્રહો બૌદ્ધ, જૈન તેમજ વેદ સંપ્રદાયોમાં હતાં પણ બુદ્ધના સ્તુપોનો વિસ્તાર થવાથી પહેલાં બધા જ સ્તુપો તેને નામે ચડાવી દેતા. પાછળના સંશોધન અને ઉકીર્ણ લેખોથી સિદ્ધ થયું છે કે પ્રાચીન સ્તુપો તેમ જ ગુફાગૃહ નિર્માણ કરવામાં જૈન સંપ્રદાયનો હિસ્સો ઘણો મોટો અને વ્યાપક હતો. તક્ષશિલામાં, મથુરામાં, અવધમાં, મહાકાસલમાં એવાં જૈન સ્થાનો મળી આવ્યાં છે જેની શિલ્પમદ્રાઓ, ઉત્કીર્ણ લેખો, પ્રતિમાઓ, અલંકારો તત્કાલ પ્રજાની સંસ્કૃત અને શિલ્પવિદ્યાના અતિ ઉચ્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11