________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આબુની પ્રશસ્તિ તેના શિલ્પવૈભવ માટે થાય છે તો મારવાડના રાણકપુરના મંદિરમાં ૪૨૦ સ્તંભોની રચના, સુમેળ અને મંદિરની સ્થાપત્ય પ્રભાવ ભારતનાં ગણનાપાત્ર સ્થાનોમાં પદ અપાવે છે.
મંદિરને ઉન્નત સ્વરૂપ આપવાની યોજના, બે માળથી ભવ્યતા વધારવા મેઘનાદ મંડપ નામનો રાણકપુર પ્રકાર ભારતીય સ્થાપત્ય રચનામાં સ્થપતિની બુદ્ધિનો યશોધ્વજ છે. અનેક સ્તંભો દ્વારા
આગળના શિ૯પીઓએ રંગમંડપમાં ચારે દિશાઓનાં હવાપ્રકાશ ખેચ્યાં તે જ પ્રમાણે મેઘનાદ મંડપ ઉપરના માળના સ્તંભોમાંથી હવાપ્રકાશ સાથે મંડપની ઊંચાઈ વધારી આપી.
પવિત્ર, સ્વચ્છ અને જનસંપર્કથી અલગ શાંત વાતાવરણ મેળવવા માટે ગિરિનિવાસનું માહાસ્ય ભારતમાં પુરાણપરિચિત છે. પણ તેનો શ્રેષ્ઠપણે ઉપયોગ કરવામાં જૈન સંપ્રદાયે શત્રુંજયનાં શિખર
ઉપર મંદિરોની જ નગરી કરીને અવધિ કરી બતાવી છે. શત્રુજ્ય, ગિરનાર સૌરાષ્ટ્રમાં પાલીતાણા આગળ ભાગ્યે જ ૧૦૦૦ ફૂટ ઊંચી ટેકરી ઉપર અને તારંગા માનવીની સાધનાએ જે અજબ દૃશ્ય રચ્યું છે તેનો જોટો અન્ય નથી.
પુણ્યપ્રાપ્તિ માટે મંદિર બંધાવવા જેવું કોઈ કાર્ય નથી એવી દઢ આસ્થા જૈનોમાં હોવાથી લગભગ ૧૦માંનાં ૯ મંદિરો કોઈ એક જ ગૃહસ્થના દાનથી બન્યાં છે. સ્વાભાવિક રીતે દાનકર્તા પોતાનું નામ અમર રહે માટે મંદિરના શોભા-શણગાર-નકશી પાછળ થાય એટલું ખર્ચ કરે છે. આ મંદિરોનો ખરેખરો રચનાકાળ નિશ્ચિત નથી. કોઈ તો જરૂર ૧૧મા સૈકાનું હશે પરંતુ ૧૪મા – ૧૫માં સૈકામાં વિદેશી હુમલાઓથી ખંડિત થયેલાં તેનો જીર્ણોદ્ધાર કરતાં પહેલાંના જેવી શુદ્ધિ રહી નથી. ઘણે ઠેકાણે મરામતને કારણે પ્લાસ્ટરના લેપડા નીચે ઘણું અદશ્ય થયું છે. પણ આ મંદિરમાં ૧૪થી ૧૮મા સૈકા સુધીના અનેક પ્રકારના સ્થાપત્ય નિર્માણના નમૂના મળી આવે છે.
પાછળના કાળમાં પ્રતિમાઓ અને ચિત્રોનું રૂપકામ તથા નકશીના ઉઠાવ નબળાં જણાય છે. પણ તેમાં પરંપરા વિશધુ રહી છે, એટલે પુનર દ્વારના અભ્યાસી માટે ત્યાં ઘણું સાધન છે. જે કોઈ સંશોધક મંડળ તેના નકશા, નોંધ અને પુરાણુક્યા સંપૂર્ણ રીતે ચિત્રો સાથે તૈયાર કરી શકે તો સ્થાપત્યનું એક અનેરું પુસ્તક થાય.
ગિરનાર અને તારંગાનાં મંદિરોની ભૂતળરચના વિચક્ષણ છતાં બુદ્ધિયુક્ત રચનાઓ છે. ઉપરના સમુદ્ધાર કાર્યમાં અજ્ઞાન શિલ્પીઓએ તેમના પૂર્વજોની કીર્તિ પર અસ્તર માર્યો છે. બનાસકાંઠામાં અને કચ્છમાં જે જિનમંદિરો છે તેનું અસલ સ્વરૂપ તો ક્યાંય રહ્યું પણ જીણોદ્ધારને નામે આરસ અને ટાઈસિની વખારો અથવા કાચના કઠેરા બની ગયા છે. મુંદ્રા આગળનું ભદ્રેશ્વરનું પ્રાચીન પ્રસિદ્ધ મંદિર જગડુશાહે બંધાવેલું તેની સર્વ ભીંતો ચૂનાના અસ્તરથી સન્યાસીના મુંડાની જેમ વીતરાગ બની ગઈ છે, અને દ્વારની કમાનો પર રમકડાં જેવી મમો અને અંગ્રેજી પૂતળાંના બેહૂદા ઢગલા છે, આ આરોપની સામે ધન્યાસ્પદ અપવાદ રૂપે રાણકપુર અને આબુનું જીર્ણોદ્ધાર કામ ગણી શકાય. એનું ઉદાહરણ સર્વત્ર સ્વીકાર પામે તો જ આગલાં પાપોનું પ્રાયશ્ચિત્ત થાય.
મંદિરોના દાનવીરો અને શિલ્પીઓ જ્યાં સુધી સંસ્કાર અને વિદ્યાના ઉપાસકો હતા ત્યાં સુધી જૈન સંપ્રદાયે કરાવેલાં મંદિરો, પ્રતિમા અને અલંકારો અને અન્ય પદાર્થો જેવા કે દીપરતંભો, ધાતુપ્રતિમાઓ. દીવીઓ વગેરેમાં એક રમ્ય ઝલક સચવાતી રહી હતી પણ ૧૯મી સદી પછી બ્રિટિશ વર્ચસ્વ વધતાં એ સંસ્કારો લુપ્ત થયા અને આજે ઉપર કહ્યા તેવા હાલ ઘણે ઠેકાણે થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org