Book Title: Bharatiya Kalama Jain Sampurti
Author(s): Ravishankar M Raval
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211541/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય કળામાં જૈન સંપૂર્તિ શ્રી રવિશંકર રાવળ આધુનિક જૈન સમાજને જેનો પૂરેપૂરો ખ્યાલ પણ નહિ હોય, અથવા જેનું મૂલ્યાંકન કે સમાદર કરવા જેટલી તુલનાશક્તિ બહુ જ થોડા જનોને છે, એવી કલાસમૃદ્ધિ ધરાવવાનો યશ આજના સંશોધકો અને કલાપ્રવીણોએ જૈન સંપ્રદાયને આપ્યો છે. ગુજરાતમાં ૧૧મી અને ૧૨મી સદીના રાજયકર્તાઓના શાસનકાળમાં જૈન સંપ્રદાયે જે જાહોજલાલી અને લોકપ્રિયતા ભોગવી તેવી બીજા પ્રાંતોમાં એક કાળે અસ્તિત્વમાં હશે એમ અનેક પ્રાચીન જૈન સ્થાનોના સંશોધન પરથી પ્રત્યક્ષ થયું છે, પરંતુ આજે ઘણાની ગણનામાં કે અનુભવમાં તેનો ઉલ્લેખ થતો નથી. જેટલાં જૈન પ્રાચીન સ્થળોની ભાળ લાગી છે ત્યાં એક વખત અતિ ઉત્કૃષ્ટ કલા-પ્રકારથી ભરેલાં શિલ્પ અને સ્થાપત્યો હતો તેની વિશાળ પ્રમાણમાં પ્રતીતિ મળે છે. સાધારણ રીતે જૈન કલાસમૃદ્ધિનું સરવૈયું લેતાં શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર કે કુંભારિયાનાં દેવસ્થાનો અને જૈન કલ્પસૂત્રો કે કાલક કથાનો ચિ અને જેન ક૯૫સત્રો કે કાલક કથાનાં ચિત્રો અને વિજ્ઞપ્તિપત્રોમાં આજની સમાલોચના પર્યાપ્ત થાય છે. પરંતુ ઇતિહાસ અને પુરાતત્ત્વની પરંપરામાં જૈનલાનો નિર્માણયુગ બદ્ધધર્મની સાથે જ આરંભાયો છે એ નિર્વિવાદ કર્યું છે. હિંદુસ્તાનમાં પ્રાચીનમાં પ્રાચીન કલાવશેષો ગુફા મંદિરો કે ગુફાનિવાસોમાં મળી આવે છે. પાષાણ કે ઈટચૂનાના ભવનોની કલા સિદ્ધ બની તે પૂર્વેની સંસ્કૃતિમાં નગરોનાં નિવાસો અને મહાલયો લાકડાકામથી બનતાં, પરંતુ યોગીઓ અને ધર્મસંસ્થાપકો વનોમાં અને ગુફાઓમાં જઈ પોતાની સાધના કરતા. આથી લોકોએ ત્યાં દેવોનો વાસ માની તે સ્થાનોમાં તેમની સમાધિઓ અને અવશેષોનાં મહાન સ્મારકો રચ્યાં; આવાં આ સ્મારકોમાં તે તે યુગના ધનિકો, રાજાઓ અને જનતાએ ઉદાર મનથી દાન આપી શ્રેષ્ઠ શિક્ષપંડિતો પાસે તે કાર્ય કરાવ્યાના પુષ્કળ ઉલેખો મળે છે. આથી ઘણીવાર એક જ યુગના જુદા જુદા સંપ્રદાયોનાં ધાર્મિક સ્થાનકોનું રૂપનિર્માણ સરખું લાગે એ સંભવિત છે અને તેથી સંશોધનના પ્રારંભકાળે ઘણા વિદ્વાનોને તે સ્થાને વિષે નિર્ણય કરતાં સંભ્રમ થયેલો હતો. બુદ્ધનાં ઘણાં સ્થાનકો હોવાથી બધાં પ્રાચીન સ્થળોની પદ્માસન કે યોગમુદ્રાવાળી પ્રતિમાઓને બૌદ્ધ ઠરાવી હતી. મથુરાનાં અને બીજાં સ્થળોના કેટલાક સ્તુપોને પણ બૌદ્ધ ઠરાવ્યા હતા. ભારતના પ્રાચીન ધર્મસંપ્રદાયોમાં બુદ્ધ અને જૈન સંઘો સમકાલીન અસ્તિત્વ ધરાવતા હતા અને તાવિક રીતે વ્યવહારપ્રણાલિમાં ઘણી સમાનતા ધરાવતા હતા. બૌદ્ધ સાધુઓની જેમ જૈન સાધુઓ માટે પણ ગિરિનિવાસો અને ભિક્ષુગ્રહો નિર્માણ થયાં હતાં; ફરક એટલો જ હતો કે જૈનોને ચયમંદિરો જેવા મંડપોની જરૂર નહોતી. બને સંપ્રદાયે ભારતમાં સર્વવ્યાપક એવી ભવનનિર્માણની રૂઢિ ગ્રહણ કરી હતી. તે રીતે ઈ. પૂ. બીજા સકા જેટલા પ્રાચીન સમયથી જૈન ગિરિનિવાસી ઓરિસ્સા, દક્ષિણ ભારત અને ગુજરાતમાં ગિરનાર અને બીજું કોઈ કોઈ સ્થળે થયા હતા. તેમાંનાં બદામી, પટના (ખાનદેશ), ઈલર વગેરે સ્થળોનાં ગુફામંદિરો ભારતની કલાના એક પંકિતના નમૂના છે. એ પ્રત્યેકનું સ્વરૂપ આજનાં જૈન મંદિરો સાથે મળતું નહિ હોવાથી ઘણો કાળ તેને બૌદ્ધ સંપ્રદાયનાં ગણી લેવામાં આવ્યાં હતાં. Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઓરિસામાં આવેલી ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓ ભારતની પ્રાચીનતમ સ્થાપત્યરચનાઓ ગણાય છે. એનાં સ્વરૂપનું વૈચિત્ર્ય, શિ૯૫પ્રતિમાઓની લાક્ષણિકતા અને બંધારણની વિશેષતા, અતિ પ્રાચીનતા વગેરે કારણોને લઈને ભારતના વિદ્વાનોએ તેની પર ઘણું શાસ્ત્રીય ઉદયગિરિ ખંડગિરિ સંશોધન કર્યું છે. આ ગુફાઓની પ્રાચીનતા સિદ્ધ કરવાનો યશ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીને મળ્યો છે. હાથીગુફાના પ્રવેશદ્વાર ઉપર ભાંગીતૂટી પ્રાચીન લિપિનો લેખ છે તેનું સ્વરૂપ ગિરનારના અશોકના શિલાલેખોને મળતું હોઈ સએ તેને બદ્ધ ગુફા ધારી લીધી હતી પણ તેનો ઉકેલ થતાં તેમાં પ્રારંભ જૈન સૂત્રથી કરેલો છે તે પરથી છેવટનો નિર્ણય થઈ ગયો. સાતમા સૈકામાં ચીની પ્રવાસી હ્યુ એન સંગે ઉલ્લેખ કરેલો છે કે તે કાળે કલિંગ દેશમાં જૈન સંપ્રદાયનું મોટું મથક હતું અને ઉપરોક્ત લેખ તે વાતની સાબિતી આપે છે. કલિંગના રાજા ખારવેલે જૈન સાધુઓ માટે અનેક ગિરિનિવાસો કરાવ્યા હતા. તેણે આંધ્રના સાતકર્ણી રાજાને સહાય કરી હતી. ઈ. પૂ. ૧૫૫ વર્ષે મૌર્ય સંવત ૧૬૫માં તેના રાજ્યકાલને ૨૩ વર્ષ થયાં હતાં. હાથીગુફાનો પથ્થર ઘસાતો જાય છે, શિલ્પ ભૂંસાતું જાય છે પણ તેના પર આવો મહત્ત્વનો લેખ હોવાથી તે જરૂર પ્રધાનસ્થાન ધરાવતી હશે. એની રૂપવિધાનની શૈલી અને શિલ્પાકૃતિઓ અચૂકપણે સાંચીના તોરણકારો અને ભારતના વિહારોને મળતી છે એટલે ઈ. પૂ. બીજા હાથીગુફા સૈકાનું કામ તે કરે છે. ત્યાં બૌદ્ધ સંપ્રદાયના કોઈ અવશેષો નથી. ગજલક્ષ્મી, નાગ કે વૃક્ષપૂજા, સ્વસ્તિક વગેરે ચિહ્નો એ કાળે સર્વવ્યાપક હતાં. કેટલીક જૂની ગુફાઓમાં જૈન તીર્થકરો અને પાર્ષદોની ઉત્કીર્ણ પ્રતિમાઓ છે. ઉદયગિરિમાં રાણીગુફા, હાથીગુફા, વ્યાઘગુફા વગેરે જુદાં જુદાં નામોવાળી ૧૯ ગુફાઓ છે. ખંડગિરિમાં પણ વૈવિધ્યવાળી ૨૪ જેટલી ગુફાઓ છે. ગુફાઓમાં સ્તંભોવાળી પરસાળ કે ઓસરી અને સાથે અનેક ખંડો છે. વ્યાઘગુફાનો ઉલ્લેખ કરવો જરૂરનો છે. એક વિશાળ ખડકને કોરીને વાઘના ફાડેલા મોનો ઘાટ ઉપરનાં છજાને આપેલો છે. નીચે એક કાર બનાવી અંદર સવા છ ફૂટ ઊંડી, સાત અને નવ ફૂટ પહોળીચોડી ઓરડી કોતરી કાઢેલી છે. આ એક તરંગી પ્રકાર છે, પણ તેથી નક્કી થાય છે કે એ કાળે વ્યાધગુફા ધાય ઘાટ વિરાટ રૂપમાં ઉતારવાની કલા સિદ્ધ થઈ હતી. અંડગિરિની તત્ત્વગુફાના સ્તંભ (પસ પોલીસ) ઈરાની ઘાટના છે. અટારીનો કઠેડો ભારતના જેવો છે. ત્યાં હાથી, મોર, હરણ અને પશુપંખીઓ પણ કોતરેલાં છે. પશ્ચિમ ભારતમાં બીજાપુરની દક્ષિણે બદામીની ગુફાઓ જોતાં સમજાય છે કે એ કાળે બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન દાર્શનિકોનું સહજીવન કેટલું શક્ય બન્યું હતું. બ્રાહ્મણ ગુફાઓનો સમય એક લેખમાં શક વર્ષ - ૫૦૦ એટલે ઈ. સ. ૫૭૯ આપેલ છે. બદામીની ચાર ગુફાઓમાં એક જૈન બદામીની ગુફાઓ ગુફા છે પણ ચારે એકબીજાને એટલી મળતી છે કે એક જ સમયમાં તે કોતરાઈ હશે એમ કહી શકાય; છતાં જૈન ગુફા સૌથી પાછળ થઈ લાગે. એ ગુફા ૧૬ ફુટ ઊંડી અને ૩૧ ફૂટ પહોળી છે. પરસાળને બેઉ પડખે આકતિઓ કરેલી છે. અંદરની પ્રતિમાઓ ગુફાના જ ખડકમાંથી કોતરાવેલી છે. ઈલુરની ઈકિસભાના પાષાણુમંદિર સાથે સરખાવતાં તેનાથી એક સેકો પાછળ લાગે. બદામીની ભીંતો પર અજંતા શૈલીનાં ચિત્રો છે. બદામીની નજીકમાં ઐહોલ ગામે બદામીથી મોટી જૈન ગુફા બ્રાહ્મણ ગુફાની પાસે છે. તેની પરસાળને રાાર સ્તંભો છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભારતીય કળામાં જૈન સંપૂર્તિ ૩ પરસાળ ૩૨ ફૂટ લાંબી, ૭ ફૂટ જેટલી પહોળી અને સુઘડ એવી છત છે. આ છતનો મંડપ ૧૭ ફૂટ ૮ ઇંચ પહોળો અને ૧૫ ફૂટ ઊંડે છે. તેની આસપાસ નાનાં દેવઘર કોતરેલાં છે અને સામે મુખ્ય ગોલક ૮ ઓરસ ચોરસ છે. તેમાં શ્રી મહાવીરની પદ્માસન પ્રતિમા છે. તેની આગળ બે કોતરણીભર્યા સ્તંભો છે. બૌદ્ધ કે બ્રાહ્મણ ગુફાઓની જેમ પ્રવેશ આગળ બન્ને બાજુ દ્વારપાળો કોતરેલા છે. બદામ તાલુકામાં બીજાં પણ જૈન મંદિરો છે. ઈલુર અજંટાથી ૩૦ માઈલ છેટે ઔરંગાબાદની પાસે આવેલું છે. ઇલુરનાં શિલ્પમાં પાષાણુમંદિર અને ગુફામંદિરનાં જેવી માત્ર અંતરંગ કોતરણી નથી, પણ તેનો બહિરગનો ઉઠાવ ખરેખરાં દેવમંદિરોની જેમ ઘડી કાઢી આકાર પ્રત્યક્ષ કરવામાં આવ્યો છે એટલે તે પહાડમાંથી અખંડ કોતરી કાઢેલાં ઈલર શિલ્પો જ છે. જગતની વિશાળકાય કલાકૃતિઓમાં તેની ગણના થાય છે. ગ્રીક શિલ્પો તેની પાસે વામણું બની જાય છે. પહાડને ઉપરથી ભૉતલ સુધી કોતરી મંદિરનો સંપૂર્ણ ઘાટ, સ્તંભો અને છેવટ અંદરના મંડપો અને ગોલકોમાં અભુત પ્રભાવવાળી પ્રતિમાઓ સ્વરછ, સપ્રમાણ, સુઘડ, તક્ષણકાર્યથી પરિપૂર્ણ બનાવેલી છે. લગભગ ચાર માઈલના ઘેરાવામાં ખડક કાપીને કરેલાં ૩૪ જેટલાં ખડકમંદિરોમાં પથી ૮મા સૈકા સુધીની શિલ્પકળાનો પ્રસ્તાર છે; આમાં મોટા ભાગની બ્રાહ્મણ અને બાકીની બૌદ્ધ જૈન ગુફાઓ છે. અહીં ફરી આપણને કલાની સૃષ્ટિમાં સર્વ ધર્મોનું સામંજસ્ય જોવા મળે છે. ઈલોરી અતિ કૌતુક વસ્યું જોતાં હીયડું અતિ ઉલમ્યું વિશ્વકર્મા કીધું મંડાણ ત્રિભુવન ભાવતણું સહિનાણ. (શ્રી શીલવિજયજી) ઈલુર - ઈલોરા (મેજિરિ) ની પ્રસિદ્ધિ કેવી હતી તે ઉપરની પ્રશસ્તિથી સમજાય છે. ઈલુરની જૈન ગુફાઓ સૌથી પાછળ થયેલી લાગે છે. ગુફામંદિરોની પિછાન ૧૦માંથી નવની માત્ર બાહ્ય સ્વરૂપથી થઈ શકે. આ દર્શનભાગ અંદર પ્રકાશ જાય એવા હેતુથી કોતરેલો હોય છે. બાંધકામથી કરેલા મકાન કરતા તેના છેદ મોટા રાખવા અને તે સાથે ખડકના ભાર પ્રમાણે ટેકા, થાંભલા પણ ભારેખમ રહેવા દેવા જોઈએ. આથી અંદરની રચનાને તેને અનુસરી આકાર લેવો પડે. ઈલુરનાં જૈન મંદિરો ઈ. સ. ૮૫૦ પહેલાંનાં નથી. તેનું દર્શન સ્વરૂપ અને પ્રતિમાઓ ધ્યાનથી જોઈએ તો દક્ષિણ (દ્રવિડ) પદ્ધતિએ કામ થયેલું લાગે છે. બ્રાહ્મણ ગુફા કેલાસ પણ એ જ શૈલીની છે. બન્ને વચ્ચે એટલું સામ્ય છે કે તેના રચનાકાલિ વચ્ચે બહુ અંતર નહિ હોય. ઇન્કસભા અને કૈલાસનાથ બને મંદિરો બે માળનાં છે અને અંદર નાના ખંડો છે. જૈન મંદિરમાં ગોમતેશ્વર અને પાર્શ્વનાથની પ્રતિમાઓ છે તે પરથી તે દિગંબર જૈન સંપ્રદાયનાં છે એમ નિર્ણય કરી શકાય. બદામીમાં એક લેખ છે, તે કન્નડ ભાષામાં છે, તેથી માની શકાય કે શિપીઓ ઈન્દ્રસભા દક્ષિણના હતા અને તેઓ દ્રવિડી ઘાટ લઈ આવ્યા. ત્યાં એક કુદરતી માપનો હાથી છે. સામી બાજુ ૩૧ ફૂટ ૬ ઈચનો એક જ શિ૯૫નો સ્તંભ હતો તે સો વર્ષ પહેલાં પડી ગયો હતો. આ ગુફાઓના ઉપરના ભાગમાં પાર્શ્વનાથની વિરાટ પ્રતિમા કોતરેલી છે. આ પ્રતિમા પર કોતરેલ અક્ષરો પરથી લાગે છે કે તે ઈ. સ. ૧૨૩૫ની આસપાસ થઈ હશે. આ બધાં શિલ્પો ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ રાજ્યોની સીમા ઉપર હોવાથી બન્ને રાજ્યોની શૈલીઓનો તેમાં શંભુમેળો થયો જણાય છે. અહીં ઉત્તર ભારતમાં વિકસી રહેલાં દેવમંદિરોની વિશાળતા અને Page #4 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ શિખરરચનાઓને અવકાશ નથી છતાં કલ્પના અને રૂપનિર્માણની શક્તિ અજબની ભભક ત્યાં પ્રસરાવી રહી છે. પહેલા ચાલુક્ય સમયનો છેલ્લો રાજા કીર્તિવમાં બીજો ઈ. સ. ૭૪૬માં રાજ્યપદે આવ્યો, પણ ઈ. સ. ૭૫૭માં માલ્યખેડના રાષ્ટ્રકૂટ દંતિદુર્ગે તેનું રાજ્ય પડાવી લીધું તે પછી, જૈનોએ, ઇલુરમાં દ્રવિડી શૈલીનાં મંદિરો કરાવ્યાં. કૈલાસ અને બીજાં મંદિરો, રાષ્ટ્રકૂટો પોતે દ્રવિડો હતા એટલે, સ્વાભાવિક રીતે બ્રાહ્મણ શૈલીનાં થયાં. એમની આણુ નર્મદાના કાંઠા સુધી પહોંચી હતી. આ બધું શ્વેતાં બૌદ્દો કરતાં જૈન સંપ્રદાયને બ્રાહ્મણો સાથે ઠીક ફાવ્યું જણાય છે. ૪ ગુફાશિલ્પમાં અગત્યનું ગણીએ એવું એક પાષાણમંદિર, પ્રાચીનતા અને કલાપૂર્ણતાભર્યું ઉલ્લેખવા જેવું, દક્ષિણમાં તીનીવેલી પ્રાંતમાં શ્રીવીલીપુત્તુરથી ૨૭ માઈલ દૂર, કન્યાકુમારીથી ૭૫ માઈલ ઉત્તરે ‘કાલુગુમલાઈ ” નામના સ્થળે મહાબલીપુરમ જેવું જ ખડકમાં કોતરેલું મંદિર છે. એ પૂર્ણ થવા પામ્યું જ નથી. એનો દાનવીર મૃત્યુ પામતાં કામ બંધ પડ્યું ન હોત તો એનો કેટલો વિસ્તાર થઈ શકત તે કહેવાતું નથી. તે ટેકરીની બીજી તરફ તીર્થંકરોની પ્રતિમાઓ છે ને ત્યાં જૈનોની વસતિ છે. આ મંદિર કોઈ એ પાછળથી પૂર્ણ કરાવ્યું નહિ એટલે તેના મૂળ દાતાની કીર્તિ અમર રહી છે. દક્ષિણનાં જૈન ગુફામંદિરોની કલામાં સિતન્નવાસલ (સિદ્ધળવાસ) અથવા સિદ્ધનો વાસ તે સ્થાપત્ય શોભા ઉપરાંત ચિત્રકલાની પ્રાચીન પરિપાટીના એક અનન્ય સ્થાન તરીકે જાણીતું થયેલું છે. પુદુકોટાથી નવ માઇલને અંતરે આ ગુફામંડપ આવેલ છે. ત્યાં ઈ. પૂ. ત્રીજી સિતન્નવાસલ સદીનો બ્રાહ્મી લેખ છે તેમાં સૂચન છે કે જૈન મુનિઓના નિવાસ માટે તેનું નિર્માણ થયું હતું. ત્યાં સાત સમાધિશિલાઓ છે. ગુફાનો અંતરંગ વિસ્તાર ૧૦૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. તેનો રચનાપ્રકાર ઈ. સ. બીજી સદીથી આરંભી ૧૦મી સદી સુધી પહોંચ્યો છે. સાધુઓને અરણ્યવાસ વધુ પસંદ હતો એટલે વખતોવખત ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારનું કોતરકામ અને રૂપરચના થયાં કર્યાં છે. ૧૦મી સદીમાં પલ્લવરાજા મહેન્દ્રવર્માં કલાનો મહાન આશ્રયદાતા હતો. તેણે ત્યાં ચિત્રો કરાવ્યાં છે તેમાં સુશોભિત કમળસરોવરો તેમ જ અપ્સરાઓ અને કેટલાક જૈન પ્રસંગો છે, ચિત્રોમાં અજંતાના પાછલા સમયની સંપૂર્ણ અસર છે. ભીંતો પર ચિત્રો કરવાની પ્રથાનું સંરક્ષણ આજ સુધી જૈન સંપ્રદાયે નભાવ્યું છે; માત્ર તેની રુચિકક્ષા અને પરીક્ષણમાં ભ્રષ્ટતા આવેલી જણાય છે. ઇન્નુરનાં મંદિરોનાં ચિત્રોનો સંબંધ ગુજરાતની ૧૦મી–૧૧મી સદીની ચિત્રકલા સાથે સ્પષ્ટ; થયો છે. તેનું સ્વરૂપ કલ્પસૂત્રોનાં ગ્રંથસ્થ ચિત્રોમાં ઊતરી આવ્યું છે. દક્ષિણ ભારતમાં જૈન—પ્રભાવિત શિલ્પકલા બદામી, ઐહોલ કે ઈન્નુર યા સિતન્નવાસલથી સમાપ્ત થતી નથી. જૈનોએ ઉત્તર ભારતમાંથી પહેલા સૈકામાં દક્ષિણ ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી ઘણી ચડતીપડતી થઈ છતાં ૧૦મા સૈકા સુધી ઈલ્લુરનાં નિર્માણો વિરાટ પ્રતિમાઓ કર્યાં. તે ઉપરાંત ઉત્તર ભારતમાં મળે નહિ એવું વિરાટ પ્રતિમાનિર્માણ જૈન કલ્પનાએ દક્ષિણ ભારતને આપ્યું છે. એવી ત્રણ પ્રતિમાઓ શ્રમણખેલગુલ, કાર્કલ અને પન્નુરમાં છે. શ્રમણ એલગુલની પ્રતિમા સુપ્રસિદ્ધ છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ગોમતેશ્વરની પ્રતિમા મૈસુર રાજ્યમાં ઇન્દ્રગિરિની ૪૦૦ ફૂટ ઊંચી ખડક ટેકરી પર છે. તપસ્વીની નિઃસંગતા દર્શાવતી ૫૮ ફૂટની એ નગ્ન પ્રતિમા જરા પણ ક્ષોભરહિત ખાલોચિત સરલતાભરી મુદ્રા દર્શાવવામાં શિલ્પકારને અપ્રતિમ સફળતા મળી છે. કાર્યસિદ્ધિનો બીજો ચમત્કાર તો ખડકના મથાળેથી ૫૮ ફૂટ સુધીનું વધારાનું ખડકદળ Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારતીય કળામાં જૈન સંપૂર્તિ કાપી કાઢયું છે તે છે. આવું પ્રચંડ પૂતળું જમીન પરથી એટલી ઊંચાઈએ લઈ જવાનું અશક્ય કાર્ય ક૯૫નાનો અવરોધ કરે, પરંતુ ઉપરથી જ પ્રતિમાઓ કોરી કાઢવાની યોજના ભારતીય શિપીની અપૂર્વ મૌલિકતા છે. આવું મૂતિનિર્માણ મિસર વિના અન્ય સ્થળે નથી થયું. બીજી પ્રતિમા કડદેશમાં કારકલમાં છે. તેની ઊંચાઈ ૪૧ ફૂટ ૫ ઇંચ છે. વજનમાં લગભગ ૮૦ ટન છે. એ પ્રતિમા તૈયાર કર્યા પછી તેના સ્થાને મુકાઈ છે. આ પ્રતિમા ઈ. સ. ૧૪૩૨ના વખતની છે. ત્રીજી પર કે વેનર ખાતે છે. તેની ઊંચાઈ ૩૫ ફૂટ છે. તે ઈ. સ. ૧૬૦૪માં બનેલી છે. આ ત્રણે પ્રતિમાઓ દિગંબર જૈન સંપ્રદાયની છે. ત્રણે ઊભેલી કાર્યોત્સર્ગ સ્વરૂપની નગ્ન છે. પગ આગળથી વનવેલીઓ શરીર પર ચડી ગયેલી છે. ઉત્તર ભારતમાં ગોમતેશ્વરની પ્રતિમા જોવામાં આવતી નથી, પરંતુ દક્ષિણ ભારતની શિલ્પકલાએ આ પાત્ર માટે કલાની ચરમ શક્તિઓ કામે લગાડી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતનાં મંદિરોની કલામાં ધાબાની ઉપર ચડતર માળોની રચના પણ એક વિશિષ્ટ પ્રકારની છે. કેટલાંકનાં છપ્પર નેપાળનાં મંદિરોને મળતાં છે, પણ બીજી નવાઈ એ છે કે ઉત્તર ભારતમાં અશોકના વખતમાં સ્મારક–સ્તભો ઊભા કરવાની પ્રથાને પછીથી લોપ થયો હતો તે પ્રથા દક્ષિણનાં જૈન મંદિરોમાં બહુ સુંદર પ્રકારે પાંગરી છે. મંદિરથી અલગ મંદિરના ચોકમાં સ્વતંત્ર ઊભેલા સ્તંભની શોભા અને રચનાનો પ્રકાર આપણે ઈલરના કૈલાસમંદિરમાં જોયો છે. આમ સ્વતંત્ર સ્તંભ ખડો કરવાની રીતો પ્રાચીન કાળમાં નાઈલ પ્રદેશમાં હતી. નાઈલ પ્રદેશના સ્તંભો એક જ શિલામાંથી ઘડી કાઢેલ ચોરસ ધાટના અને ટોચ પરથી પિરામિડ જેવી અણીવાળા હતા, પરંતુ દક્ષિણના સ્તંભો તો શિ૯૫નાં અલંકારકાવ્યો જેવા ગોળ તેમ જ પાસાદાર અનેક કંદોરાવાળા એક એકથી જુદા રમ્ય વ્યક્તિત્વવાળા છે. દક્ષિણ ભારતને ઉત્તર ભારત સાથે સાંકળવામાં મહાકોસલની જૈન કલા-પરિપાટીનું મહત્ત્વ છે. રામગિરિની ટેકરી, જ્યાં મેઘદૂતનો યક્ષ વસ્યો હતો, ત્યાંના ગુફાગ્રહોમાં જૈન પ્રસંગો મળી આવ્યા છે. ગુફાચિત્રોથી આરંભ થયેલો જનકલાનો વિહાર આઠમી સદી પૂરી થતાં અંધકારમાં મહુકોસલ લુપ્ત થયો. કલચેરી રાજવંશના નરેશો મસહિષ્ણુ હતા. તેઓ શિવ હોવા છતાં જૈનોને સંપૂર્ણ રક્ષણ અને આશ્રય આપતા. કલચુરી શંકરગણ જૈનધર્માનુસારી હતો. મહાકોસલની રાજધાની ત્રિપુરિ (તેવર) હતી. એ રાજકુળને દક્ષિણના રાષ્ટ્રો સાથે સગાસંબંધ હતો. આ રાષ્ટ્રકૂટોની સભામાં જૈન વિદ્વાનો રહેતા. મહાકવિ પુષ્પદંત તેમનો રાજકવિ હતો. જૈન ધર્માનુસાર અમોઘવર્ષે જૈન મુનિ પદનો અંગિકાર કર્યો હતો. મહાકોસલના જૈન કલાભવને પ્રસિદ્ધિ આપવાનું શ્રેય મુનિશ્રી કાન્તવિજ્યજીને આપી શકાય. એ કાર્યથી એમનો માત્ર જૈન સમાજ ઉપર જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષના સંસ્કારી સમાજ ઉપર ઉપકાર થયો છે. ગુપ્ત સમયની અનેક જૈન પ્રતિમાઓ, દેવીઓ, પ્રતિહારીઓ અને સ્થાપત્ય અવશેષોની વિસ્તારવંતી તપસીલ અને વિગતપૂર્ણ વર્ણન તેમણે “વષ્ણુઝા વૈભવ' નામના પુસ્તકમાં આપેલું છે. તે સાથે જે ચિત્રમુદ્રાઓ આપી છે તે છાપકલાની દૃષ્ટિએ સંપૂર્ણ નથી પરંતુ અસલ વસ્તુમાં કેટલું સન્દર્યનિરૂપણ અને પ્રભાવ હશે તેનો ખ્યાલ આપે છે. આ પ્રત્યેક અવશેષના સુંદર સ્વચ્છ ફોટોગ્રાફો નવેસરથી તૈયાર કરાવી મોટી પ્લેટો યા ચિત્રસંપુટો રૂપે પ્રજા આગળ મુકાય તો જૈન સંસ્કૃતિનો પ્રકાશ અનેક જનોને આહ્લાદક બનશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ બુદ્ધ અને મહાવીરનો જીવનકાલ એક જ સમયમાં વીત્યો હતો અને ભારતમાં બન્ને સંપ્રદાયોનો સરખો વિકાસ થયો હતો. જેમાં ત્યાગ અને તપની ભાવનાનું પ્રાધાન્ય હતું છતાં બૌદ્ધ ધર્મ આરંભમાં ઘણાં વિશાળ રાજયોનો આશ્રય પામ્યો. પૂર્વ ભારતમાં પાટલીપુત્રનો તે ઉત્તર ભારતમાં રાજ્યધર્મ થયો ત્યારથી તેનું વિશ્વમાં બહુમાન થયું અને તેનાં સ્મારકસ્થાને જૈનકલાનો પ્રસ્તાર અનેક મળી આવ્યાં છે, પરંતુ તે સાથે જૈન ધર્મના સંસ્થાપક શ્રી મહાવીર અને તેમના અનુયાયીઓએ પશ્ચિમ ભારતમાં જે પ્રસાર કર્યો તે ઘણું મૌન પણ વ્યાપક હતો. બૌદ્ધ ધર્મ આરંભમાં રાજયાશ્રય પામ્યો અને આમ જનતાને ભાવી ગયો. આથી તેના સ્મારકોને વિશાળ પ્રસ્તાર મળ્યો. જૈન સંપ્રદાય ખેતી અને યુદ્ધના ક્ષેત્રોથી અલિપ્ત રહેવાનો આગ્રહ સેવતો હતો એટલે વેપાર અને વ્યવહારના ક્ષેત્રમાં સંકળાયેલી પ્રજાનો આદર પામ્યો. આથી ભારતમાં જ્યાં જ્યાં વેપાર અને વહીવટનાં મોટાં મથકો હતાં ત્યાં તેના આશ્રયદાતાઓએ સ્તુપો, ભિક્ષુગ્રહો અને મંદિરોનું નિર્માણ કર્યું છે. દક્ષિણ ભારતમાં પણ આપણે જોયું કે જ્યાં સુરક્ષા અને સહિષ્ણુતા જોયાં ત્યાં જૈન પ્રજાએ વસવાટ કરેલ છે અને ધર્મસ્મારકો પાછળ પુષ્કળ દાનો આપ્યાં છે. જૈન સંપ્રદાયનું આ લક્ષણ ઉત્તર ભારતના પ્રાચીન કાળના ઈતિહાસમાં સુસ્પષ્ટ થાય છે. ભારતનાં શિલ્પનો ઇતિહાસ ઈ. પૂ. ૩૦૦૦ વર્ષે સિંધના મોહનજો-દરોનાં પ્રાચીન અવશેષોથી પ્રાપ્ત થાય છે. એ કાલે પ્રાણીઓનાં માટીમાં ઉપસાવેલાં ચિત્રો અને ચૂના તેમ જ ધાતુની માનવઆકૃતિઓ જોતાં લાગે કે માનવસમાજમાં કલાનાં આકર્ષક અને સાંકેતિક સ્વરૂપોનો પ્રચાર થઈ ચૂક્યો હતો. એ સમયની મુદ્રાઓમાં ય ધ્યાનસ્થ યોગીઓની આકૃતિઓ પણ મળી છે, પરંતુ સમ્રાટ અશોક મૌર્યના સમયની જે શિલ્પકૃતિઓ મળી છે તેની સાથે હજારો વર્ષનો ખાલી ગાળો સાંધનારા નમૂના મળ્યા નથી. અશોકના સમયમાં પૂર્વ ભારતમાં યક્ષો અને યક્ષીઓની સહેજ માનવમાપથી મોટી અને કદાવર પાષાણુમતિ મળી છે પણ તેનાં મંદિર વિષે કોઈ ખ્યાલ બાંધી શકાતો નથી. ભૂમિના મહાન પુરુષો કે નેતાઓના સ્મારકરૂપે તેમના ભમાવશેષો ઉપર ગોળાકાર મોટા સ્તુપ અથવા ટોપ (ઊંધા ટોપલા ઘાટના) રચાતા અને તે પર વૃક્ષ કે છત્રની છાયા થતી. આ રિવાજ તે પણ પ્રાચીન હશે. કોઈ મૃત દેહને ધરતીમાં દફનાવી ઉપર માટીનો ટીંબો કરી ઉપર વૃક્ષ કે વૃક્ષની ડાળી તેની છાયા માટે મુકાતી. તે પછી ભિન્ન દેશોમાં બાળવા કે દફન કરવાના ભેદ થયા, એટલે કબરો અને સ્તપોનાં રૂપો જુદાં થયાં. તૃપની આકૃતિમાં અવશેષો મુકાય છે તે ભાગને ચય કહે છે. ચિત્ય શબ્દ ચિતા પરથી ઊપજયો છે; એટલે પ્રાચીનકાળથી ચિત્યનો રિવાજ ચાલતો અને તે પ્રમાણે બુદ્ધના અવશેષો નિર્વાણ પછી ચૈત્યરૂપ પામ્યા અને બૌદ્ધ સ્થાનોમાં જ્યાં ચિત્ય હોય તે ચૈત્યમંદિર અને પૂજાની પ્રતિમા અને ભિક્ષાગૃહ હોય તેને વિહાર એવાં નામો મળ્યાં. આવાં ચૈત્યો, હુપો અને ભિક્ષુગ્રહો બૌદ્ધ, જૈન તેમજ વેદ સંપ્રદાયોમાં હતાં પણ બુદ્ધના સ્તુપોનો વિસ્તાર થવાથી પહેલાં બધા જ સ્તુપો તેને નામે ચડાવી દેતા. પાછળના સંશોધન અને ઉકીર્ણ લેખોથી સિદ્ધ થયું છે કે પ્રાચીન સ્તુપો તેમ જ ગુફાગૃહ નિર્માણ કરવામાં જૈન સંપ્રદાયનો હિસ્સો ઘણો મોટો અને વ્યાપક હતો. તક્ષશિલામાં, મથુરામાં, અવધમાં, મહાકાસલમાં એવાં જૈન સ્થાનો મળી આવ્યાં છે જેની શિલ્પમદ્રાઓ, ઉત્કીર્ણ લેખો, પ્રતિમાઓ, અલંકારો તત્કાલ પ્રજાની સંસ્કૃત અને શિલ્પવિદ્યાના અતિ ઉચ્ચ Page #7 -------------------------------------------------------------------------- ________________ ભારતીય કળામાં જૈન સંપતિ પ્રકારના નમૂનારૂપ છે. આમાંના ઘણાખરા ખંડિત અથવા વિશીર્ણ સ્થિતિમાં ઉપેક્ષિત પડ્યા છે છતાં મૌર્યકાળથી ઈ. સ. ૧૯૮૦ સુધીની એકસરખી અંકોડા પૂરતી અનેકવિધ શિ૯૫સામગ્રી એકત્રિત થઈ છે પણ બૌદ્ધ કે બ્રાહ્મણ સમારકો જેટલી પ્રસિદ્ધિ પામી નથી. પ્રાચીન તક્ષશિલામાં જે સ્તુપ મળી આવ્યો તેના શિલ્પમાં બાષ્ટ્રીયન, ઈરાની, બેબીલોનિયન અસરોવાળી આકૃતિઓ છે. પરંતુ મથુરાની કંકાલી ટેકરીમાંથી જે અપાર શિ૯૫ખંડો મળ્યા છે તેમાંથી જૈન સંપ્રદાયની એ નગરીમાં કેવી જાહોજલાલી હશે તે સમજાય છે. ઘણા માને છે કે ગુફા મંદિરો પરથી મંદિરોનું નિર્માણ થયું છે, પરંતુ મંદિરોનાં ગર્ભગૃહની રચના જોતાં તેનો સંબંધ યજ્ઞવેદી સાથે હોય એમ લાગે છે. આવી વેદિકાઓ રચવાની પ્રથા વૈદિક સંપ્રદાય બહારના પણ રવીકારતા હતા. જ્યારથી સ્તુપની પૂજા બંધ થઈ ગઈ અને પ્રતિમાપૂજન શરૂ થયું ત્યારથી જેનોએ પણુ મંદિરોની રચના પર ધ્યાન આપ્યું હતું. પણ તે કાળે તે બહુ મોટા પ્રમાણમાં બંધાયાં નહિ હોય. મંદિરનાં વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલા શાંતિક, પૌષ્ટિક, નાપદ એવાં નામો છે; નાગર કે દ્રવિડ એવા ભેદો છે પણ સાંપ્રદાયિક નામ નથી. મથુરાનગરી જે સમયે સમૃદ્ધિપૂર્ણ હતી તે વખતે ત્યાં અનેક જૈન ધનાઢ્યો વસતા. તેમના દાનથી થયેલાં મંદિરોની જે શિ૯પસામગ્રી કંકાલી ટેકરીમાંથી મળી આવી છે તેમાં જેન પ્રતીકોથી ભરી તક્ષણપ્રચુરતા અને પ્રતિમાઓ મથુરાના મ્યુઝીયમમાં છે તે તે કાલની કલાની ચરમ સીમાં રજૂ કરે છે. મથુરાના શક રાજાઓ હવિષ્ક અને કનિષ્કના સંવત્સરવાળી અનેક જીનમુતિઓ, સ્તુપની વંડીઓના કોતરેલા પથ્થરો, સાંચી અને ભારતના સાથમાં મૂકી શકાય એવાં છે. એક લેખ વિ. સં. ૭૮ના લેખવાળો છે તે દેવનિર્મિત એટલે તેના નિર્માણના સમયની કોઈને ખબર નથી એવો છે. મથુરાનો જૈન સમાજ પારથી ધનાઢ્ય હતો, એટલે તેમનાં શિલ્પો ઉપર નોંધ મૂકવાની ઘણી ચીવટ બતાવી છે. અવધકોસલ અને ઉત્તર ભારતને સ્તુપો ઈ. પૂ. ૫૦ વર્ષ પહેલાંના ઠરે છે. જૈન શિલ્પાવશેષો ઉત્તર ભારતમાં બ્રાહ્મીલિપિનો વિકાસ, વ્યાકરણ, પ્રાકૃત ભાષાઓનો ઉદય તેમ જ રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અને ઇતિહાસ અને જૈન ધર્મના પૂજાકાંડ પર પ્રકાશ પાડે છે. એ શિલ્પોનું મૂલ્યાંકન કરવા પ્રત્યક્ષ પરિચય થાય અથવા ઉત્તમ ફોટોગ્રાફી જોવા મળે એવું થવું જોઈએ. અલંકારો તેમજ વેલોની સુસ્પષ્ટ કોતરણી ભારતીય કલામાં ગ્રીક ઈરાની આસીરિયન તેમ જ બેબીલોનની અસર કેટલી ઊતરી હતી તેનાં દૃષ્ટાંતો તેમાં મળે છે. ખાસ કરી પાંખોવાળા સિંહો, દરિયાઈ પ્રાણીઓ તેમ જ વેલબુટીમાં ગ્રીક પ્રકારો ભારતના સંસ્કારવ્યવહારના ઉદાહરણો છે, છતાં વસ્તુ સંપૂર્ણ ભારતીય છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન સર્વ કોઈ તત્કાલીન દેશવ્યાપી કલાસ્વરૂપોનો પોતાના સંપ્રદાય માટે વિના સંકોચ ઉપયોગ કરતા. બધાનાં પ્રતીકોરૂઢ પદ્ધતિઓ-એક જ શિલ્પભંડારમાંથી મળી રહેતાં. વૃક્ષ, કઠેડા ચક્રો, શણગારો બધે સરખાં હતાં. જૈન ધર્મના ઈ.પૂ. ના પુરાતન અને આજ સુધીના શિ૯૫ની પાકી સાક્ષી આપતા ભૂતકાળના મહત્ત્વના અંકોડા ત્યાં મળી રહે છે. જૈન સંપ્રદાયમાં પ્રાચીન વિભાગો “ગણ, કુલ, શાખા” વગેરે પ્રચલિત હતા એ શિલ્પ પરના લેખોથી નક્કી થયું છે. જૈન સાધ્વીઓ સમાજમાં ઊંચો મોભો ધરાવતી હતી એ પણ જાણવા મળે છે. મથુરાનાં શિલ્પોમાં ઈ. પૂ. બસોથી વિ. સં. ૧૦૮૬ સુધીની શિલ્પસૃષ્ટિ જોવા મળે છે, Page #8 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઉત્તર ભારતમાં ગુપ્ત સમયમાં જે ગિરિમંદિરો હતાં તેનું અસ્તિત્વ અદ્યાપિ જળવાયું છે, પરંતુ સ્વતંત્ર બાંધણીનાં દેવમંદિરોનાં સ્વરૂપો વિરલ છે. જે છે તે બહુ જ નાના કદનાં છે. ચૂનો કે કોઈ બંધ વગર પથ્થરની શિલાઓ ખડકીને ઉપાડવામાં આવતાં આ મંદિરોમાંનાં ઘણાં ગુપ્ત સમયની કલા દક્ષિણના મહાબલીપુરમ્ કે ઐહોલના પરિવાર હોય એવું લાગે. મળી આવતી શિલાઓની લંબાઈ પર તેના વિસ્તારનો આધાર રહેતો. ઉત્તર ભારતમાં ગ્વાલિયરનું તૈલપ મંદિર, સૌરાષ્ટ્રમાં ગોપ, કદવાર, કલસાર વગેરે સ્થળ એનાં સાક્ષીરૂપ છે. - તાજેતરમાં ગુજરાતમાંથી મળેલાં ગુપ્ત સમયનાં શિલ્પો ઉપર વડોદરાના પુરાતત્વવિદ્ શ્રી ઉમાકાન્ત શાહે નવીન જ પ્રકાશ પાડ્યો છે. તેમણે અંકોટામાંથી શ્રી ઋષભદેવજીની ૩૨.૫ ઈંચની સુંદર ધાતુમતિમાં પ્રાપ્ત કરી મ્યુઝીયમને આપી છે. જેનશિલ્પના કલશ જેવી આ પ્રતિમાથી ગુજરાત સમૃદ્ધ બન્યું છે. કાલાનુક્રમે આઠમા સૈકામાં ગર્ભમંદિર ઉપરના શિખરોમાં વિકાસ અને ઉઠાવદાર સ્વરૂપો થયાં ને તેમાંથી ઓરિસ્સાનાં રથાકારનાં શિખરોનો પ્રારંભ થયો. દેવતાની પ્રતિમાના બહિરંગ જેવાં એ મંદિરો ગગનગામી સ્વરૂપે વધવા લાગ્યાં. દક્ષિણમાં એ રીતે ગોપુરોથી મંદિરનો વૈભવ વધ્યો. ઉત્તર ભારતમાં ઓરિસ્સાથી પ્રચાર પામેલી શિલી આર્યાવર્ત અથવા મધ્ય દેશની શૈલી તરીકે પ્રચાર પામી, જેના અવશેષો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ઘણે ઠેકાણે મળે છે. ભુવનેશ્વર અને પુરીનાં મંદિરો જેવાં શિખરોના ઘાટનો પ્રારંભિક પ્રકાર સૈરાષ્ટ્રનું રાણક મંદિર અને ઘમલીમાં એક દેવમંદિરમાં જણાય છે. કચ્છમાં કેરા, કોટાઈ વગેરે મંદિરો નવમા સૈકાના નમૂના છે. પણ પછીથી ગુજરાત, રાજસ્થાન અને બુંદેલખંડના શિલ્પીઓએ રંગમંડપ અને તેની જાળીઓને વિમાન સ્વરૂપ આપી જે નાવીન્ય અને ભવ્યતા ઊપજાવી છે તેની આગળ ઓરિસ્સાનાં મંદિરો પહાડ જેવાં તોતિંગ લાગે છે. રાજસ્થાન અને ગુજરાતમાં દસમી સદીમાં રાજપૂત રાજયો થયાં. તેઓનાં દેવમંદિરો, રાજ્યમહેલો, જલાશયો, કિલ્લાઓ બાંધવાની એક અપૂર્વ હરીફાઈ લાગી હોય એમ દેખાય છે. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં દ્ધ મહાલયનું બારમાળનું મંદિર શરૂ કર્યું તે વખતે સ્થાપત્યમાં ગુફામંદિરમાં ભારેખમ સ્તંભો અને કોતરકામની પ્રણાલિ જીવતી હશે. ચૌલુક્યો કદાચ દક્ષિણના સ્થપતિઓ કે રૂપનિયોજના લાવ્યા હશે એવું એ સમયના દાઢી, ચોટલાવાળા સૈનિકો અને રાજવીઓની મૂર્તિઓ પરથી ધારી શકાય. પરંતુ મંદિરને ઊંચું લેવું, ગગનચુંબી શિખર કરવું એ વિચાર તો ઉત્તર ભારતનો જ હતો. નવાં રાજ્યોની સ્થાપના સાથે શાંતિભર્યા ધંધા કરનારી જૈન પ્રજાએ નગરોની જાહોજલાલીમાં સારો ભાગ ભજવ્યો હશે અને ઉપયોગી સમાજ તરીકે પણ આદર પામ્યા હશે. સૂર્ય, શિવ કે વિષ્ણુના ઉપાસક રાજાઓથી તેમને કદી ઉપદ્રવ થયો જાણવામાં નથી. તેઓ વસ્તુસંચય કરવામાં અને દ્રવ્યસંચય કરવામાં પ્રવીણ હોઈ અનેકવાર રાજ્યકર્તાઓને આપત્તિ વખતે સહાયકારક બન્યા હતા એ પણું વનરાજ ચાવડાના સમયથી સુવિદિત છે. ગુજરાતનાં નવાં પાટનગરો – શહેરો વસ્યાં ત્યારે તેમાં આગળ પડીને બાંધકામો કરનાર જૈન સમાજે હતા. તેમની વ્યાપારકુશળતા અને અર્થવ્યવસ્થાના અનુભવે તેમાંના કેટલાક ક્રમે ક્રમે ગુજરાતના રાજપુ, મુત્સદીઓ અને ધનાઢ્ય વેપારીઓ થયા. અન્ય સંપ્રદાયોની ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો રાજ્યાશ્રયથી સર્જાયેલાં અને નભેલાં તે રાજ્યાશ્રય જતાં ખંડિત થયાં તથા ઉપેક્ષા પામ્યાં. તેમના નિર્વાહ કે મરામત માટે ખર્ચ કરનાર કોઈ રહ્યું નહિ, જ્યારે જૈનધર્મના શ્રીમંતો અને દાનવીરોએ દેવકાર્યમાં પોતાની સંપત્તિ આપી ચિરકાળનો યશ પ્રાપ્ત કર્યો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ભારતીય કળામાં જૈન સંપતિ ૧૧મી સદીના પરદેશી હુમલાથી ઉત્તર ભારત પાદાક્રાન્ત થઈ ગયો હતો, રાજયકુળ જડમૂળથી ઉખડી ગયાં હતાં અને પ્રજાના મોટા સમુદાયો દક્ષિણ તરફ ભાગી છૂટ્યા હતા. તે વખતે ધર્મષથી પણ પરદેશી સૈન્યોએ દેવમંદિરો, પ્રતિમાઓ અને ગ્રંથોનો સર્વનાશ કરવાનો નિર્ધાર કર્યો હતો. આવા વિકટ સમયમાં કલા કારીગરી પર નભતા સમાજનો તો શો આશરો ? પણ ગઝનીનાં ધાડાં પાછાં વળ્યાં કે તુરત જ આબુ, શત્રય અને ગિરનાર ઉપર શિલ્પીઓનાં ટાંકણાનાં તાલ પડવા લાગ્યા અને જૈનધર્મના દેવમંદિરો પહેલાંની જેમ આરતી પૂજાથી ગાજી રહ્યાં. જૈન સંપ્રદાયનું એક વિશેષ સુજ્ઞ કાર્ય એ છે કે ખંડિત થયેલ મંદિર કે પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરી તેને ઉપયોગમાં લઈ શકાય છે. આથી પૂર્વજોએ કરેલાં કીર્તિકાર્યો સચવાઈ રહે છે અને પ્રજાના કલાસંસ્કારને પૂર્તિ આપે છે. આ રીતે શત્રુંજય, આબુ, ગિરનાર, રાણકપુર વગેરે જેને પ્રજાના જ નહિ પણ સકલ ભારતવર્ષના કીર્તિધ્વજસમાં મોજૂદ છે. આબુનું સૌથી જૂનું મંદિર સં. ૧૦૮૮માં ભોળા ભીમદેવના મહામંત્રી વિમળશાહે બંધાવ્યું હતું અને બીજાં મંદિરો ઈ. સ. ૧૨૩૦ના અરસામાં વાઘેલાના મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે બંધાવ્યાં, આ મંદિરનું બાંધકામ ધોળા આરસથી કરેલું છે. આસપાસ વીસ કે આબુ દેલવાડાનાં મંદિરો ત્રીસ માઈલ પર આરસની કોઈ ખાણ નથી. એટલે ઘણે દૂરથી આટલો પથ્થર ઉપર પર્વત ચડાવવાનું કામ કરવામાં અપાર ખર્ચ અને શ્રમ લાગ્યાં હશે. પણ જૈન કોમ ધર્મનાં કાર્યમાં ખર્ચ કે સમયનો હિસાબ રાખે નહિ એવી પ્રથા એ વખતે હશે. અને તેથી જ શિલ્પ કલાધરોએ તેના નિર્માણમાં જે નૈપુણ્ય તથા નવીન પ્રકારોની અજબ સૃષ્ટિ અદભુત ધીરજ અને ઝીણવટથી આકારબદ્ધ કરી છે તે જગતના સર્વ પ્રવાસીઓને અને કલાકારોને વિસ્મયમુગ્ધ કરી દે છે. આ મંદિરોની કલામાં ગુજરાતના શિપીઓએ આઠમી સદીના ખજુરાહોના મંદિરો કરતાં જે વિશેષતા કરી છે તે તેના રંગમંડપની રચના છે. તે પહેલાંના રંગમંડપોની છત ચારે પાસની દીવાલો પર ટકાવવામાં આવતી અને તેની ઉપર નાનું મેરુ ઘાટનું શિખર થતું. મંડપને કદી કદી અંદરથી બે બાજુ જાળિયાં અથવા વિમાનઘાટના ગવાક્ષો કે ઝરૂખા મૂકવામાં આવતાં. પરંતુ ગુજરાતના શિલ્પીઓએ આઠ થાંભલા પર ગોળાકારે લાંબી શિલાઓ ગોઠવી ઉપરથી અઠાંસ મારી ધીરે ધીરે નાનાં થતાં ગોળ વર્તુલોનો ઉપર મળી જતો ઘુમ્મટ રચ્યો. તેમાં ય જગતને અપાર આશ્ચર્ય કરાવતું નકશીદાર આરસનું ઝુમ્મર જેને મધુચ્છત્ર કહે છે તે ગુજરાતના શિલ્પીઓનું નાવીન્ય છે. મંદિરની રચનામાં દ્વારમંડપ, શૃંગારચોકી, નયચોકી, ગૂઢમંડપ, ગર્ભગૃહ, તોરણ શિખર, મંગળ ચૈત્ય વગેરે વિભાગોવાળો શિલ્પવિરતાર છે. રંગમંડપના રતભો પર વિવિધ વાઘો સહિત ઊભી રાખેલી અસરાઓ, વિદ્યાધરીઓ, નર્તિકાઓ, સ્તંભો પર સંમોસર તથા ભીંતો અને છતો પર કોરેલાં ઋષભદેવના જીવનપ્રસંગો, નાગપ્રબંધ. અનેક શરીર છતાં એક મસ્તકવાળું માનવપ્રબંધ એ બધું શિલ્પકલાનો વ્યાપક સમાદર બતાવે છે. જૈન સંપ્રદાયમાં જાણે એ કાળે એવી માન્યતા હશે કે મંદિરમાં કોઈ ઠેકાણે સપાટ પ્રદેશ ભીંત કે છતમાં ખાલી રખાય નહિ. એનાં દૃષ્ટાંત તરીકે દેરાણી-જેઠાણીનો ગોખ બતાવવામાં આવે છે. કિંવદતી પ્રમાણે કારીગરોને આગળ કામ કરી શકે માટે વધુ વધુ કોતરી ધૂળ લાવે તેની ભારોભાર રૂપું કે નાણું મળતું, એનું રહસ્ય એટલું જ કે કલાકારીગીરી માટે દેવમંદિરમાં દ્રવ્યનો સંકોચ લેશભાર નહોતો થતો. સામાન્ય જનને તો એ દેવસૃષ્ટિમાં ગયાનો આનંદ થાય અને સરકારીને કલાની સમાધિ લાગે એવાં એ કાર્યો નિઃશંક બન્યાં છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આબુની પ્રશસ્તિ તેના શિલ્પવૈભવ માટે થાય છે તો મારવાડના રાણકપુરના મંદિરમાં ૪૨૦ સ્તંભોની રચના, સુમેળ અને મંદિરની સ્થાપત્ય પ્રભાવ ભારતનાં ગણનાપાત્ર સ્થાનોમાં પદ અપાવે છે. મંદિરને ઉન્નત સ્વરૂપ આપવાની યોજના, બે માળથી ભવ્યતા વધારવા મેઘનાદ મંડપ નામનો રાણકપુર પ્રકાર ભારતીય સ્થાપત્ય રચનામાં સ્થપતિની બુદ્ધિનો યશોધ્વજ છે. અનેક સ્તંભો દ્વારા આગળના શિ૯પીઓએ રંગમંડપમાં ચારે દિશાઓનાં હવાપ્રકાશ ખેચ્યાં તે જ પ્રમાણે મેઘનાદ મંડપ ઉપરના માળના સ્તંભોમાંથી હવાપ્રકાશ સાથે મંડપની ઊંચાઈ વધારી આપી. પવિત્ર, સ્વચ્છ અને જનસંપર્કથી અલગ શાંત વાતાવરણ મેળવવા માટે ગિરિનિવાસનું માહાસ્ય ભારતમાં પુરાણપરિચિત છે. પણ તેનો શ્રેષ્ઠપણે ઉપયોગ કરવામાં જૈન સંપ્રદાયે શત્રુંજયનાં શિખર ઉપર મંદિરોની જ નગરી કરીને અવધિ કરી બતાવી છે. શત્રુજ્ય, ગિરનાર સૌરાષ્ટ્રમાં પાલીતાણા આગળ ભાગ્યે જ ૧૦૦૦ ફૂટ ઊંચી ટેકરી ઉપર અને તારંગા માનવીની સાધનાએ જે અજબ દૃશ્ય રચ્યું છે તેનો જોટો અન્ય નથી. પુણ્યપ્રાપ્તિ માટે મંદિર બંધાવવા જેવું કોઈ કાર્ય નથી એવી દઢ આસ્થા જૈનોમાં હોવાથી લગભગ ૧૦માંનાં ૯ મંદિરો કોઈ એક જ ગૃહસ્થના દાનથી બન્યાં છે. સ્વાભાવિક રીતે દાનકર્તા પોતાનું નામ અમર રહે માટે મંદિરના શોભા-શણગાર-નકશી પાછળ થાય એટલું ખર્ચ કરે છે. આ મંદિરોનો ખરેખરો રચનાકાળ નિશ્ચિત નથી. કોઈ તો જરૂર ૧૧મા સૈકાનું હશે પરંતુ ૧૪મા – ૧૫માં સૈકામાં વિદેશી હુમલાઓથી ખંડિત થયેલાં તેનો જીર્ણોદ્ધાર કરતાં પહેલાંના જેવી શુદ્ધિ રહી નથી. ઘણે ઠેકાણે મરામતને કારણે પ્લાસ્ટરના લેપડા નીચે ઘણું અદશ્ય થયું છે. પણ આ મંદિરમાં ૧૪થી ૧૮મા સૈકા સુધીના અનેક પ્રકારના સ્થાપત્ય નિર્માણના નમૂના મળી આવે છે. પાછળના કાળમાં પ્રતિમાઓ અને ચિત્રોનું રૂપકામ તથા નકશીના ઉઠાવ નબળાં જણાય છે. પણ તેમાં પરંપરા વિશધુ રહી છે, એટલે પુનર દ્વારના અભ્યાસી માટે ત્યાં ઘણું સાધન છે. જે કોઈ સંશોધક મંડળ તેના નકશા, નોંધ અને પુરાણુક્યા સંપૂર્ણ રીતે ચિત્રો સાથે તૈયાર કરી શકે તો સ્થાપત્યનું એક અનેરું પુસ્તક થાય. ગિરનાર અને તારંગાનાં મંદિરોની ભૂતળરચના વિચક્ષણ છતાં બુદ્ધિયુક્ત રચનાઓ છે. ઉપરના સમુદ્ધાર કાર્યમાં અજ્ઞાન શિલ્પીઓએ તેમના પૂર્વજોની કીર્તિ પર અસ્તર માર્યો છે. બનાસકાંઠામાં અને કચ્છમાં જે જિનમંદિરો છે તેનું અસલ સ્વરૂપ તો ક્યાંય રહ્યું પણ જીણોદ્ધારને નામે આરસ અને ટાઈસિની વખારો અથવા કાચના કઠેરા બની ગયા છે. મુંદ્રા આગળનું ભદ્રેશ્વરનું પ્રાચીન પ્રસિદ્ધ મંદિર જગડુશાહે બંધાવેલું તેની સર્વ ભીંતો ચૂનાના અસ્તરથી સન્યાસીના મુંડાની જેમ વીતરાગ બની ગઈ છે, અને દ્વારની કમાનો પર રમકડાં જેવી મમો અને અંગ્રેજી પૂતળાંના બેહૂદા ઢગલા છે, આ આરોપની સામે ધન્યાસ્પદ અપવાદ રૂપે રાણકપુર અને આબુનું જીર્ણોદ્ધાર કામ ગણી શકાય. એનું ઉદાહરણ સર્વત્ર સ્વીકાર પામે તો જ આગલાં પાપોનું પ્રાયશ્ચિત્ત થાય. મંદિરોના દાનવીરો અને શિલ્પીઓ જ્યાં સુધી સંસ્કાર અને વિદ્યાના ઉપાસકો હતા ત્યાં સુધી જૈન સંપ્રદાયે કરાવેલાં મંદિરો, પ્રતિમા અને અલંકારો અને અન્ય પદાર્થો જેવા કે દીપરતંભો, ધાતુપ્રતિમાઓ. દીવીઓ વગેરેમાં એક રમ્ય ઝલક સચવાતી રહી હતી પણ ૧૯મી સદી પછી બ્રિટિશ વર્ચસ્વ વધતાં એ સંસ્કારો લુપ્ત થયા અને આજે ઉપર કહ્યા તેવા હાલ ઘણે ઠેકાણે થયા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ભારતીય કળામાં જૈન સંપતિ મરામત અને રંગકામ પાછળ તમામ મંદિરોનો ખર્ચ કુલ વર્ષે અંશ–પંચાશી લાખ રૂપિયા થવા જાય છે એમ એક સંભાવિત વ્યક્તિએ કહ્યું હતું. તેમ હોય તો જૈન કોમ આ કાર્ય માટે પૂર્ણ અભ્યાસી શાસ્ત્ર કુશળ કલાકાર ને નિરીક્ષકો નીમીને ફરી પૂજ્ય સ્થાનોની પ્રતિષ્ઠાનું રક્ષણ કરી શકે છે. રંગ અને ચિત્રની હકીકત પર આવતાં મંદિરોમાં થતું ચિત્રકામ અને રંગકામ આજકાલના સુસંસ્કારી જનની રુચિને સંતોષે એવું થતું નથી. કારણ કે તેમાં કોઈ પ્રકારે જૈન કલાની પ્રાચીન શિષ્ટતા કે પરિપાટીનો સંભાસ કે અસર નથી. આધુનિક બજારુ રમકડાં જેવા રંગરાગ અને ભેંકારો સંગીતમાંથી કોમની પ્રજાને કયા સંસ્કાર અને સદગુણોની પ્રાપ્તિ થશે એ માનસશાસ્ત્રનો પ્રશ્ન બને છે. પણ ગુજરાતને ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે ભારતવર્ષમાં અજંતા પછી ૧૧મી સદીથી અપભ્રંશ થયેલી કલાનું એક મોટું આશ્રયસ્થાન ગુજરાત અને ભારવાડ હતું. મોટે ભાગે ૧૩મીથી ૧૬મી સદીના કલ્પસૂત્રો અને કાલક કથાનાં હસ્તગ્રંથોમાં જ એ કલાનાં અવશેષો રક્ષાયેલાં મળ્યાં હતાં, અને તેથી જ વિદ્વાનો ભારતીય કલાના ઈતિહાસની ખૂટતી કડીઓ મેળવી શક્યા છે. સને ૧૯૧૦માં આરંભાયેલ સંશોધન પ્રવૃત્તિમાંથી આજે એ ફલિત થયું છે કે એ કલા રાજસ્થાન, નેપાળ, બંગાળ અને દક્ષિણ સુધી વિસ્તરી હતી પણ મોટું સરોવર સુકાઈ જતાં છેવટનું જળ જેમ એક મોટા ખાડામાં સચવાઈ રહે તેમ ગુજરાતના ધનાઢ્ય જૈન સમાજે એ કલાને ગ્રંથભંડારોમાં સાચવી રાખી હતી અને ધર્મ સંબંધથી Úત એ પ્રકારની પરંપરા અને રૂઢિનું રક્ષણ કર્યું હતું. અને હવે તે નવા યુગના કલાકારોના તેમ જ વિદ્વાનોના અભ્યાસમાં એક અગત્યનું પ્રકરણ બની ચૂકી છે. એના પ્રચાર અને પરિશીલન માટે સુંદર પ્રકાશનો કરવાનો યશ અમદાવાદના એક તણું ગૃહસ્થ શ્રી સારાભાઈનવાબને આપીશું. ગ્રંથસ્થ કલાના નમૂના ઉપરાંત એમણે આઠમી સદીની જિન ધાતુ પ્રતિમાઓનું સંશોધન અને સંગ્રહ કરી દક્ષિણ ભારતની ધાતુ પ્રતિમાઓની બરોબરી કરે એવો એક કલા પ્રદેશ પ્રકાશમાં આપ્યો છે. કાઈ શિ૫ના ઉત્તમોત્તમ નમૂના પાટણનાં ગૃહમંદિરો કે ઘરદહેરાસરો છે. આ અપૂર્વ ભારતીય શિલ્પકૃતિઓની નિકાસ કે વેપાર પર અટકાયત મુકાવી જોઈએ. મંદિરોના નાના નમૂનાઓ ઉપરાંત કાઇ શિપીઓએ જૂના મંદિરોની છતોમાં કાણું પૂતળીઓ, નકશીઓ. પ્રસંગો અને નકશીદાર સ્તંભો કોતર્યા છે. એ આરસના તક્ષણની પૂરી સ્પર્ધા કરે છે. પાટણ અને અમદાવાદમાંથી અનેક કલાશિ૯૫ની અપ્રાપ્ય વસ્તુઓ પરદેશના સંગ્રહાલયોમાં પહોંચી ગઈ છે. એ માટે હવે સૈ જૈન કલાપ્રેમીઓને ખેદ થવો જોઈએ અને હવે પછીથી એવી વસ્તુઓ મેળવવા ઉદાર દાનફંડમાંથી તેની ખરીદી કરી સંગ્રહ રચવો જોઈએ, જેથી પ્રજા જૈનકલા માટે સુયોગ્ય રીતે ગૌરવ લઈ શકે. ઉપરાંત કુશળ અને કલાવિદ વિદ્વાનો પાસે એ વસ્તુઓની પરીક્ષા, કદર અને નોંધ કરાવી ઉત્તમ ચિત્રો સાથે તેના ગ્રંથો પ્રજા સમક્ષ મૂકવાથી જૈનકલાની સંપૂતિમાં યશકલગી ઉમેરાશે. are ====== =