________________
ભારતીય કળામાં જૈન સંપૂર્તિ
શ્રી રવિશંકર રાવળ
આધુનિક જૈન સમાજને જેનો પૂરેપૂરો ખ્યાલ પણ નહિ હોય, અથવા જેનું મૂલ્યાંકન કે સમાદર કરવા જેટલી તુલનાશક્તિ બહુ જ થોડા જનોને છે, એવી કલાસમૃદ્ધિ ધરાવવાનો યશ આજના સંશોધકો અને કલાપ્રવીણોએ જૈન સંપ્રદાયને આપ્યો છે.
ગુજરાતમાં ૧૧મી અને ૧૨મી સદીના રાજયકર્તાઓના શાસનકાળમાં જૈન સંપ્રદાયે જે જાહોજલાલી અને લોકપ્રિયતા ભોગવી તેવી બીજા પ્રાંતોમાં એક કાળે અસ્તિત્વમાં હશે એમ અનેક પ્રાચીન જૈન સ્થાનોના સંશોધન પરથી પ્રત્યક્ષ થયું છે, પરંતુ આજે ઘણાની ગણનામાં કે અનુભવમાં તેનો ઉલ્લેખ થતો નથી. જેટલાં જૈન પ્રાચીન સ્થળોની ભાળ લાગી છે ત્યાં એક વખત અતિ ઉત્કૃષ્ટ કલા-પ્રકારથી ભરેલાં શિલ્પ અને સ્થાપત્યો હતો તેની વિશાળ પ્રમાણમાં પ્રતીતિ મળે છે.
સાધારણ રીતે જૈન કલાસમૃદ્ધિનું સરવૈયું લેતાં શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર કે કુંભારિયાનાં દેવસ્થાનો અને જૈન કલ્પસૂત્રો કે કાલક કથાનો ચિ
અને જેન ક૯૫સત્રો કે કાલક કથાનાં ચિત્રો અને વિજ્ઞપ્તિપત્રોમાં આજની સમાલોચના પર્યાપ્ત થાય છે. પરંતુ ઇતિહાસ અને પુરાતત્ત્વની પરંપરામાં જૈનલાનો નિર્માણયુગ બદ્ધધર્મની સાથે જ આરંભાયો છે એ નિર્વિવાદ કર્યું છે.
હિંદુસ્તાનમાં પ્રાચીનમાં પ્રાચીન કલાવશેષો ગુફા મંદિરો કે ગુફાનિવાસોમાં મળી આવે છે. પાષાણ કે ઈટચૂનાના ભવનોની કલા સિદ્ધ બની તે પૂર્વેની સંસ્કૃતિમાં નગરોનાં નિવાસો અને મહાલયો લાકડાકામથી બનતાં, પરંતુ યોગીઓ અને ધર્મસંસ્થાપકો વનોમાં અને ગુફાઓમાં જઈ પોતાની સાધના કરતા. આથી લોકોએ ત્યાં દેવોનો વાસ માની તે સ્થાનોમાં તેમની સમાધિઓ અને અવશેષોનાં મહાન સ્મારકો રચ્યાં; આવાં આ સ્મારકોમાં તે તે યુગના ધનિકો, રાજાઓ અને જનતાએ ઉદાર મનથી દાન આપી શ્રેષ્ઠ શિક્ષપંડિતો પાસે તે કાર્ય કરાવ્યાના પુષ્કળ ઉલેખો મળે છે. આથી ઘણીવાર એક જ યુગના જુદા જુદા સંપ્રદાયોનાં ધાર્મિક સ્થાનકોનું રૂપનિર્માણ સરખું લાગે એ સંભવિત છે અને તેથી સંશોધનના પ્રારંભકાળે ઘણા વિદ્વાનોને તે સ્થાને વિષે નિર્ણય કરતાં સંભ્રમ થયેલો હતો. બુદ્ધનાં ઘણાં સ્થાનકો હોવાથી બધાં પ્રાચીન સ્થળોની પદ્માસન કે યોગમુદ્રાવાળી પ્રતિમાઓને બૌદ્ધ ઠરાવી હતી. મથુરાનાં અને બીજાં સ્થળોના કેટલાક સ્તુપોને પણ બૌદ્ધ ઠરાવ્યા હતા.
ભારતના પ્રાચીન ધર્મસંપ્રદાયોમાં બુદ્ધ અને જૈન સંઘો સમકાલીન અસ્તિત્વ ધરાવતા હતા અને તાવિક રીતે વ્યવહારપ્રણાલિમાં ઘણી સમાનતા ધરાવતા હતા. બૌદ્ધ સાધુઓની જેમ જૈન સાધુઓ માટે પણ ગિરિનિવાસો અને ભિક્ષુગ્રહો નિર્માણ થયાં હતાં; ફરક એટલો જ હતો કે જૈનોને ચયમંદિરો જેવા મંડપોની જરૂર નહોતી. બને સંપ્રદાયે ભારતમાં સર્વવ્યાપક એવી ભવનનિર્માણની રૂઢિ ગ્રહણ કરી હતી.
તે રીતે ઈ. પૂ. બીજા સકા જેટલા પ્રાચીન સમયથી જૈન ગિરિનિવાસી ઓરિસ્સા, દક્ષિણ ભારત અને ગુજરાતમાં ગિરનાર અને બીજું કોઈ કોઈ સ્થળે થયા હતા. તેમાંનાં બદામી, પટના (ખાનદેશ), ઈલર વગેરે સ્થળોનાં ગુફામંદિરો ભારતની કલાના એક પંકિતના નમૂના છે. એ પ્રત્યેકનું સ્વરૂપ આજનાં જૈન મંદિરો સાથે મળતું નહિ હોવાથી ઘણો કાળ તેને બૌદ્ધ સંપ્રદાયનાં ગણી લેવામાં આવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org