Book Title: Bharatiya Kalama Jain Sampurti
Author(s): Ravishankar M Raval
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ભારતીય કળામાં જૈન સંપતિ મરામત અને રંગકામ પાછળ તમામ મંદિરોનો ખર્ચ કુલ વર્ષે અંશ–પંચાશી લાખ રૂપિયા થવા જાય છે એમ એક સંભાવિત વ્યક્તિએ કહ્યું હતું. તેમ હોય તો જૈન કોમ આ કાર્ય માટે પૂર્ણ અભ્યાસી શાસ્ત્ર કુશળ કલાકાર ને નિરીક્ષકો નીમીને ફરી પૂજ્ય સ્થાનોની પ્રતિષ્ઠાનું રક્ષણ કરી શકે છે. રંગ અને ચિત્રની હકીકત પર આવતાં મંદિરોમાં થતું ચિત્રકામ અને રંગકામ આજકાલના સુસંસ્કારી જનની રુચિને સંતોષે એવું થતું નથી. કારણ કે તેમાં કોઈ પ્રકારે જૈન કલાની પ્રાચીન શિષ્ટતા કે પરિપાટીનો સંભાસ કે અસર નથી. આધુનિક બજારુ રમકડાં જેવા રંગરાગ અને ભેંકારો સંગીતમાંથી કોમની પ્રજાને કયા સંસ્કાર અને સદગુણોની પ્રાપ્તિ થશે એ માનસશાસ્ત્રનો પ્રશ્ન બને છે. પણ ગુજરાતને ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે ભારતવર્ષમાં અજંતા પછી ૧૧મી સદીથી અપભ્રંશ થયેલી કલાનું એક મોટું આશ્રયસ્થાન ગુજરાત અને ભારવાડ હતું. મોટે ભાગે ૧૩મીથી ૧૬મી સદીના કલ્પસૂત્રો અને કાલક કથાનાં હસ્તગ્રંથોમાં જ એ કલાનાં અવશેષો રક્ષાયેલાં મળ્યાં હતાં, અને તેથી જ વિદ્વાનો ભારતીય કલાના ઈતિહાસની ખૂટતી કડીઓ મેળવી શક્યા છે. સને ૧૯૧૦માં આરંભાયેલ સંશોધન પ્રવૃત્તિમાંથી આજે એ ફલિત થયું છે કે એ કલા રાજસ્થાન, નેપાળ, બંગાળ અને દક્ષિણ સુધી વિસ્તરી હતી પણ મોટું સરોવર સુકાઈ જતાં છેવટનું જળ જેમ એક મોટા ખાડામાં સચવાઈ રહે તેમ ગુજરાતના ધનાઢ્ય જૈન સમાજે એ કલાને ગ્રંથભંડારોમાં સાચવી રાખી હતી અને ધર્મ સંબંધથી Úત એ પ્રકારની પરંપરા અને રૂઢિનું રક્ષણ કર્યું હતું. અને હવે તે નવા યુગના કલાકારોના તેમ જ વિદ્વાનોના અભ્યાસમાં એક અગત્યનું પ્રકરણ બની ચૂકી છે. એના પ્રચાર અને પરિશીલન માટે સુંદર પ્રકાશનો કરવાનો યશ અમદાવાદના એક તણું ગૃહસ્થ શ્રી સારાભાઈનવાબને આપીશું. ગ્રંથસ્થ કલાના નમૂના ઉપરાંત એમણે આઠમી સદીની જિન ધાતુ પ્રતિમાઓનું સંશોધન અને સંગ્રહ કરી દક્ષિણ ભારતની ધાતુ પ્રતિમાઓની બરોબરી કરે એવો એક કલા પ્રદેશ પ્રકાશમાં આપ્યો છે. કાઈ શિ૫ના ઉત્તમોત્તમ નમૂના પાટણનાં ગૃહમંદિરો કે ઘરદહેરાસરો છે. આ અપૂર્વ ભારતીય શિલ્પકૃતિઓની નિકાસ કે વેપાર પર અટકાયત મુકાવી જોઈએ. મંદિરોના નાના નમૂનાઓ ઉપરાંત કાઇ શિપીઓએ જૂના મંદિરોની છતોમાં કાણું પૂતળીઓ, નકશીઓ. પ્રસંગો અને નકશીદાર સ્તંભો કોતર્યા છે. એ આરસના તક્ષણની પૂરી સ્પર્ધા કરે છે. પાટણ અને અમદાવાદમાંથી અનેક કલાશિ૯૫ની અપ્રાપ્ય વસ્તુઓ પરદેશના સંગ્રહાલયોમાં પહોંચી ગઈ છે. એ માટે હવે સૈ જૈન કલાપ્રેમીઓને ખેદ થવો જોઈએ અને હવે પછીથી એવી વસ્તુઓ મેળવવા ઉદાર દાનફંડમાંથી તેની ખરીદી કરી સંગ્રહ રચવો જોઈએ, જેથી પ્રજા જૈનકલા માટે સુયોગ્ય રીતે ગૌરવ લઈ શકે. ઉપરાંત કુશળ અને કલાવિદ વિદ્વાનો પાસે એ વસ્તુઓની પરીક્ષા, કદર અને નોંધ કરાવી ઉત્તમ ચિત્રો સાથે તેના ગ્રંથો પ્રજા સમક્ષ મૂકવાથી જૈનકલાની સંપૂતિમાં યશકલગી ઉમેરાશે. are ====== = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11