Book Title: Bharatiya Kalama Jain Sampurti
Author(s): Ravishankar M Raval
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 8
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ઉત્તર ભારતમાં ગુપ્ત સમયમાં જે ગિરિમંદિરો હતાં તેનું અસ્તિત્વ અદ્યાપિ જળવાયું છે, પરંતુ સ્વતંત્ર બાંધણીનાં દેવમંદિરોનાં સ્વરૂપો વિરલ છે. જે છે તે બહુ જ નાના કદનાં છે. ચૂનો કે કોઈ બંધ વગર પથ્થરની શિલાઓ ખડકીને ઉપાડવામાં આવતાં આ મંદિરોમાંનાં ઘણાં ગુપ્ત સમયની કલા દક્ષિણના મહાબલીપુરમ્ કે ઐહોલના પરિવાર હોય એવું લાગે. મળી આવતી શિલાઓની લંબાઈ પર તેના વિસ્તારનો આધાર રહેતો. ઉત્તર ભારતમાં ગ્વાલિયરનું તૈલપ મંદિર, સૌરાષ્ટ્રમાં ગોપ, કદવાર, કલસાર વગેરે સ્થળ એનાં સાક્ષીરૂપ છે. - તાજેતરમાં ગુજરાતમાંથી મળેલાં ગુપ્ત સમયનાં શિલ્પો ઉપર વડોદરાના પુરાતત્વવિદ્ શ્રી ઉમાકાન્ત શાહે નવીન જ પ્રકાશ પાડ્યો છે. તેમણે અંકોટામાંથી શ્રી ઋષભદેવજીની ૩૨.૫ ઈંચની સુંદર ધાતુમતિમાં પ્રાપ્ત કરી મ્યુઝીયમને આપી છે. જેનશિલ્પના કલશ જેવી આ પ્રતિમાથી ગુજરાત સમૃદ્ધ બન્યું છે. કાલાનુક્રમે આઠમા સૈકામાં ગર્ભમંદિર ઉપરના શિખરોમાં વિકાસ અને ઉઠાવદાર સ્વરૂપો થયાં ને તેમાંથી ઓરિસ્સાનાં રથાકારનાં શિખરોનો પ્રારંભ થયો. દેવતાની પ્રતિમાના બહિરંગ જેવાં એ મંદિરો ગગનગામી સ્વરૂપે વધવા લાગ્યાં. દક્ષિણમાં એ રીતે ગોપુરોથી મંદિરનો વૈભવ વધ્યો. ઉત્તર ભારતમાં ઓરિસ્સાથી પ્રચાર પામેલી શિલી આર્યાવર્ત અથવા મધ્ય દેશની શૈલી તરીકે પ્રચાર પામી, જેના અવશેષો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ઘણે ઠેકાણે મળે છે. ભુવનેશ્વર અને પુરીનાં મંદિરો જેવાં શિખરોના ઘાટનો પ્રારંભિક પ્રકાર સૈરાષ્ટ્રનું રાણક મંદિર અને ઘમલીમાં એક દેવમંદિરમાં જણાય છે. કચ્છમાં કેરા, કોટાઈ વગેરે મંદિરો નવમા સૈકાના નમૂના છે. પણ પછીથી ગુજરાત, રાજસ્થાન અને બુંદેલખંડના શિલ્પીઓએ રંગમંડપ અને તેની જાળીઓને વિમાન સ્વરૂપ આપી જે નાવીન્ય અને ભવ્યતા ઊપજાવી છે તેની આગળ ઓરિસ્સાનાં મંદિરો પહાડ જેવાં તોતિંગ લાગે છે. રાજસ્થાન અને ગુજરાતમાં દસમી સદીમાં રાજપૂત રાજયો થયાં. તેઓનાં દેવમંદિરો, રાજ્યમહેલો, જલાશયો, કિલ્લાઓ બાંધવાની એક અપૂર્વ હરીફાઈ લાગી હોય એમ દેખાય છે. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં દ્ધ મહાલયનું બારમાળનું મંદિર શરૂ કર્યું તે વખતે સ્થાપત્યમાં ગુફામંદિરમાં ભારેખમ સ્તંભો અને કોતરકામની પ્રણાલિ જીવતી હશે. ચૌલુક્યો કદાચ દક્ષિણના સ્થપતિઓ કે રૂપનિયોજના લાવ્યા હશે એવું એ સમયના દાઢી, ચોટલાવાળા સૈનિકો અને રાજવીઓની મૂર્તિઓ પરથી ધારી શકાય. પરંતુ મંદિરને ઊંચું લેવું, ગગનચુંબી શિખર કરવું એ વિચાર તો ઉત્તર ભારતનો જ હતો. નવાં રાજ્યોની સ્થાપના સાથે શાંતિભર્યા ધંધા કરનારી જૈન પ્રજાએ નગરોની જાહોજલાલીમાં સારો ભાગ ભજવ્યો હશે અને ઉપયોગી સમાજ તરીકે પણ આદર પામ્યા હશે. સૂર્ય, શિવ કે વિષ્ણુના ઉપાસક રાજાઓથી તેમને કદી ઉપદ્રવ થયો જાણવામાં નથી. તેઓ વસ્તુસંચય કરવામાં અને દ્રવ્યસંચય કરવામાં પ્રવીણ હોઈ અનેકવાર રાજ્યકર્તાઓને આપત્તિ વખતે સહાયકારક બન્યા હતા એ પણું વનરાજ ચાવડાના સમયથી સુવિદિત છે. ગુજરાતનાં નવાં પાટનગરો – શહેરો વસ્યાં ત્યારે તેમાં આગળ પડીને બાંધકામો કરનાર જૈન સમાજે હતા. તેમની વ્યાપારકુશળતા અને અર્થવ્યવસ્થાના અનુભવે તેમાંના કેટલાક ક્રમે ક્રમે ગુજરાતના રાજપુ, મુત્સદીઓ અને ધનાઢ્ય વેપારીઓ થયા. અન્ય સંપ્રદાયોની ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો રાજ્યાશ્રયથી સર્જાયેલાં અને નભેલાં તે રાજ્યાશ્રય જતાં ખંડિત થયાં તથા ઉપેક્ષા પામ્યાં. તેમના નિર્વાહ કે મરામત માટે ખર્ચ કરનાર કોઈ રહ્યું નહિ, જ્યારે જૈનધર્મના શ્રીમંતો અને દાનવીરોએ દેવકાર્યમાં પોતાની સંપત્તિ આપી ચિરકાળનો યશ પ્રાપ્ત કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11