Book Title: Bharatiya Kalama Jain Sampurti Author(s): Ravishankar M Raval Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 7
________________ ભારતીય કળામાં જૈન સંપતિ પ્રકારના નમૂનારૂપ છે. આમાંના ઘણાખરા ખંડિત અથવા વિશીર્ણ સ્થિતિમાં ઉપેક્ષિત પડ્યા છે છતાં મૌર્યકાળથી ઈ. સ. ૧૯૮૦ સુધીની એકસરખી અંકોડા પૂરતી અનેકવિધ શિ૯૫સામગ્રી એકત્રિત થઈ છે પણ બૌદ્ધ કે બ્રાહ્મણ સમારકો જેટલી પ્રસિદ્ધિ પામી નથી. પ્રાચીન તક્ષશિલામાં જે સ્તુપ મળી આવ્યો તેના શિલ્પમાં બાષ્ટ્રીયન, ઈરાની, બેબીલોનિયન અસરોવાળી આકૃતિઓ છે. પરંતુ મથુરાની કંકાલી ટેકરીમાંથી જે અપાર શિ૯૫ખંડો મળ્યા છે તેમાંથી જૈન સંપ્રદાયની એ નગરીમાં કેવી જાહોજલાલી હશે તે સમજાય છે. ઘણા માને છે કે ગુફા મંદિરો પરથી મંદિરોનું નિર્માણ થયું છે, પરંતુ મંદિરોનાં ગર્ભગૃહની રચના જોતાં તેનો સંબંધ યજ્ઞવેદી સાથે હોય એમ લાગે છે. આવી વેદિકાઓ રચવાની પ્રથા વૈદિક સંપ્રદાય બહારના પણ રવીકારતા હતા. જ્યારથી સ્તુપની પૂજા બંધ થઈ ગઈ અને પ્રતિમાપૂજન શરૂ થયું ત્યારથી જેનોએ પણુ મંદિરોની રચના પર ધ્યાન આપ્યું હતું. પણ તે કાળે તે બહુ મોટા પ્રમાણમાં બંધાયાં નહિ હોય. મંદિરનાં વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલા શાંતિક, પૌષ્ટિક, નાપદ એવાં નામો છે; નાગર કે દ્રવિડ એવા ભેદો છે પણ સાંપ્રદાયિક નામ નથી. મથુરાનગરી જે સમયે સમૃદ્ધિપૂર્ણ હતી તે વખતે ત્યાં અનેક જૈન ધનાઢ્યો વસતા. તેમના દાનથી થયેલાં મંદિરોની જે શિ૯પસામગ્રી કંકાલી ટેકરીમાંથી મળી આવી છે તેમાં જેન પ્રતીકોથી ભરી તક્ષણપ્રચુરતા અને પ્રતિમાઓ મથુરાના મ્યુઝીયમમાં છે તે તે કાલની કલાની ચરમ સીમાં રજૂ કરે છે. મથુરાના શક રાજાઓ હવિષ્ક અને કનિષ્કના સંવત્સરવાળી અનેક જીનમુતિઓ, સ્તુપની વંડીઓના કોતરેલા પથ્થરો, સાંચી અને ભારતના સાથમાં મૂકી શકાય એવાં છે. એક લેખ વિ. સં. ૭૮ના લેખવાળો છે તે દેવનિર્મિત એટલે તેના નિર્માણના સમયની કોઈને ખબર નથી એવો છે. મથુરાનો જૈન સમાજ પારથી ધનાઢ્ય હતો, એટલે તેમનાં શિલ્પો ઉપર નોંધ મૂકવાની ઘણી ચીવટ બતાવી છે. અવધકોસલ અને ઉત્તર ભારતને સ્તુપો ઈ. પૂ. ૫૦ વર્ષ પહેલાંના ઠરે છે. જૈન શિલ્પાવશેષો ઉત્તર ભારતમાં બ્રાહ્મીલિપિનો વિકાસ, વ્યાકરણ, પ્રાકૃત ભાષાઓનો ઉદય તેમ જ રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અને ઇતિહાસ અને જૈન ધર્મના પૂજાકાંડ પર પ્રકાશ પાડે છે. એ શિલ્પોનું મૂલ્યાંકન કરવા પ્રત્યક્ષ પરિચય થાય અથવા ઉત્તમ ફોટોગ્રાફી જોવા મળે એવું થવું જોઈએ. અલંકારો તેમજ વેલોની સુસ્પષ્ટ કોતરણી ભારતીય કલામાં ગ્રીક ઈરાની આસીરિયન તેમ જ બેબીલોનની અસર કેટલી ઊતરી હતી તેનાં દૃષ્ટાંતો તેમાં મળે છે. ખાસ કરી પાંખોવાળા સિંહો, દરિયાઈ પ્રાણીઓ તેમ જ વેલબુટીમાં ગ્રીક પ્રકારો ભારતના સંસ્કારવ્યવહારના ઉદાહરણો છે, છતાં વસ્તુ સંપૂર્ણ ભારતીય છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન સર્વ કોઈ તત્કાલીન દેશવ્યાપી કલાસ્વરૂપોનો પોતાના સંપ્રદાય માટે વિના સંકોચ ઉપયોગ કરતા. બધાનાં પ્રતીકોરૂઢ પદ્ધતિઓ-એક જ શિલ્પભંડારમાંથી મળી રહેતાં. વૃક્ષ, કઠેડા ચક્રો, શણગારો બધે સરખાં હતાં. જૈન ધર્મના ઈ.પૂ. ના પુરાતન અને આજ સુધીના શિ૯૫ની પાકી સાક્ષી આપતા ભૂતકાળના મહત્ત્વના અંકોડા ત્યાં મળી રહે છે. જૈન સંપ્રદાયમાં પ્રાચીન વિભાગો “ગણ, કુલ, શાખા” વગેરે પ્રચલિત હતા એ શિલ્પ પરના લેખોથી નક્કી થયું છે. જૈન સાધ્વીઓ સમાજમાં ઊંચો મોભો ધરાવતી હતી એ પણ જાણવા મળે છે. મથુરાનાં શિલ્પોમાં ઈ. પૂ. બસોથી વિ. સં. ૧૦૮૬ સુધીની શિલ્પસૃષ્ટિ જોવા મળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11