Book Title: Bharatiya Kalama Jain Sampurti
Author(s): Ravishankar M Raval
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ભારતીય કળામાં જૈન સંપૂર્તિ કાપી કાઢયું છે તે છે. આવું પ્રચંડ પૂતળું જમીન પરથી એટલી ઊંચાઈએ લઈ જવાનું અશક્ય કાર્ય ક૯૫નાનો અવરોધ કરે, પરંતુ ઉપરથી જ પ્રતિમાઓ કોરી કાઢવાની યોજના ભારતીય શિપીની અપૂર્વ મૌલિકતા છે. આવું મૂતિનિર્માણ મિસર વિના અન્ય સ્થળે નથી થયું. બીજી પ્રતિમા કડદેશમાં કારકલમાં છે. તેની ઊંચાઈ ૪૧ ફૂટ ૫ ઇંચ છે. વજનમાં લગભગ ૮૦ ટન છે. એ પ્રતિમા તૈયાર કર્યા પછી તેના સ્થાને મુકાઈ છે. આ પ્રતિમા ઈ. સ. ૧૪૩૨ના વખતની છે. ત્રીજી પર કે વેનર ખાતે છે. તેની ઊંચાઈ ૩૫ ફૂટ છે. તે ઈ. સ. ૧૬૦૪માં બનેલી છે. આ ત્રણે પ્રતિમાઓ દિગંબર જૈન સંપ્રદાયની છે. ત્રણે ઊભેલી કાર્યોત્સર્ગ સ્વરૂપની નગ્ન છે. પગ આગળથી વનવેલીઓ શરીર પર ચડી ગયેલી છે. ઉત્તર ભારતમાં ગોમતેશ્વરની પ્રતિમા જોવામાં આવતી નથી, પરંતુ દક્ષિણ ભારતની શિલ્પકલાએ આ પાત્ર માટે કલાની ચરમ શક્તિઓ કામે લગાડી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતનાં મંદિરોની કલામાં ધાબાની ઉપર ચડતર માળોની રચના પણ એક વિશિષ્ટ પ્રકારની છે. કેટલાંકનાં છપ્પર નેપાળનાં મંદિરોને મળતાં છે, પણ બીજી નવાઈ એ છે કે ઉત્તર ભારતમાં અશોકના વખતમાં સ્મારક–સ્તભો ઊભા કરવાની પ્રથાને પછીથી લોપ થયો હતો તે પ્રથા દક્ષિણનાં જૈન મંદિરોમાં બહુ સુંદર પ્રકારે પાંગરી છે. મંદિરથી અલગ મંદિરના ચોકમાં સ્વતંત્ર ઊભેલા સ્તંભની શોભા અને રચનાનો પ્રકાર આપણે ઈલરના કૈલાસમંદિરમાં જોયો છે. આમ સ્વતંત્ર સ્તંભ ખડો કરવાની રીતો પ્રાચીન કાળમાં નાઈલ પ્રદેશમાં હતી. નાઈલ પ્રદેશના સ્તંભો એક જ શિલામાંથી ઘડી કાઢેલ ચોરસ ધાટના અને ટોચ પરથી પિરામિડ જેવી અણીવાળા હતા, પરંતુ દક્ષિણના સ્તંભો તો શિ૯૫નાં અલંકારકાવ્યો જેવા ગોળ તેમ જ પાસાદાર અનેક કંદોરાવાળા એક એકથી જુદા રમ્ય વ્યક્તિત્વવાળા છે. દક્ષિણ ભારતને ઉત્તર ભારત સાથે સાંકળવામાં મહાકોસલની જૈન કલા-પરિપાટીનું મહત્ત્વ છે. રામગિરિની ટેકરી, જ્યાં મેઘદૂતનો યક્ષ વસ્યો હતો, ત્યાંના ગુફાગ્રહોમાં જૈન પ્રસંગો મળી આવ્યા છે. ગુફાચિત્રોથી આરંભ થયેલો જનકલાનો વિહાર આઠમી સદી પૂરી થતાં અંધકારમાં મહુકોસલ લુપ્ત થયો. કલચેરી રાજવંશના નરેશો મસહિષ્ણુ હતા. તેઓ શિવ હોવા છતાં જૈનોને સંપૂર્ણ રક્ષણ અને આશ્રય આપતા. કલચુરી શંકરગણ જૈનધર્માનુસારી હતો. મહાકોસલની રાજધાની ત્રિપુરિ (તેવર) હતી. એ રાજકુળને દક્ષિણના રાષ્ટ્રો સાથે સગાસંબંધ હતો. આ રાષ્ટ્રકૂટોની સભામાં જૈન વિદ્વાનો રહેતા. મહાકવિ પુષ્પદંત તેમનો રાજકવિ હતો. જૈન ધર્માનુસાર અમોઘવર્ષે જૈન મુનિ પદનો અંગિકાર કર્યો હતો. મહાકોસલના જૈન કલાભવને પ્રસિદ્ધિ આપવાનું શ્રેય મુનિશ્રી કાન્તવિજ્યજીને આપી શકાય. એ કાર્યથી એમનો માત્ર જૈન સમાજ ઉપર જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષના સંસ્કારી સમાજ ઉપર ઉપકાર થયો છે. ગુપ્ત સમયની અનેક જૈન પ્રતિમાઓ, દેવીઓ, પ્રતિહારીઓ અને સ્થાપત્ય અવશેષોની વિસ્તારવંતી તપસીલ અને વિગતપૂર્ણ વર્ણન તેમણે “વષ્ણુઝા વૈભવ' નામના પુસ્તકમાં આપેલું છે. તે સાથે જે ચિત્રમુદ્રાઓ આપી છે તે છાપકલાની દૃષ્ટિએ સંપૂર્ણ નથી પરંતુ અસલ વસ્તુમાં કેટલું સન્દર્યનિરૂપણ અને પ્રભાવ હશે તેનો ખ્યાલ આપે છે. આ પ્રત્યેક અવશેષના સુંદર સ્વચ્છ ફોટોગ્રાફો નવેસરથી તૈયાર કરાવી મોટી પ્લેટો યા ચિત્રસંપુટો રૂપે પ્રજા આગળ મુકાય તો જૈન સંસ્કૃતિનો પ્રકાશ અનેક જનોને આહ્લાદક બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11