Book Title: Bharatiya Kalama Jain Sampurti Author(s): Ravishankar M Raval Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 4
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ શિખરરચનાઓને અવકાશ નથી છતાં કલ્પના અને રૂપનિર્માણની શક્તિ અજબની ભભક ત્યાં પ્રસરાવી રહી છે. પહેલા ચાલુક્ય સમયનો છેલ્લો રાજા કીર્તિવમાં બીજો ઈ. સ. ૭૪૬માં રાજ્યપદે આવ્યો, પણ ઈ. સ. ૭૫૭માં માલ્યખેડના રાષ્ટ્રકૂટ દંતિદુર્ગે તેનું રાજ્ય પડાવી લીધું તે પછી, જૈનોએ, ઇલુરમાં દ્રવિડી શૈલીનાં મંદિરો કરાવ્યાં. કૈલાસ અને બીજાં મંદિરો, રાષ્ટ્રકૂટો પોતે દ્રવિડો હતા એટલે, સ્વાભાવિક રીતે બ્રાહ્મણ શૈલીનાં થયાં. એમની આણુ નર્મદાના કાંઠા સુધી પહોંચી હતી. આ બધું શ્વેતાં બૌદ્દો કરતાં જૈન સંપ્રદાયને બ્રાહ્મણો સાથે ઠીક ફાવ્યું જણાય છે. ૪ ગુફાશિલ્પમાં અગત્યનું ગણીએ એવું એક પાષાણમંદિર, પ્રાચીનતા અને કલાપૂર્ણતાભર્યું ઉલ્લેખવા જેવું, દક્ષિણમાં તીનીવેલી પ્રાંતમાં શ્રીવીલીપુત્તુરથી ૨૭ માઈલ દૂર, કન્યાકુમારીથી ૭૫ માઈલ ઉત્તરે ‘કાલુગુમલાઈ ” નામના સ્થળે મહાબલીપુરમ જેવું જ ખડકમાં કોતરેલું મંદિર છે. એ પૂર્ણ થવા પામ્યું જ નથી. એનો દાનવીર મૃત્યુ પામતાં કામ બંધ પડ્યું ન હોત તો એનો કેટલો વિસ્તાર થઈ શકત તે કહેવાતું નથી. તે ટેકરીની બીજી તરફ તીર્થંકરોની પ્રતિમાઓ છે ને ત્યાં જૈનોની વસતિ છે. આ મંદિર કોઈ એ પાછળથી પૂર્ણ કરાવ્યું નહિ એટલે તેના મૂળ દાતાની કીર્તિ અમર રહી છે. દક્ષિણનાં જૈન ગુફામંદિરોની કલામાં સિતન્નવાસલ (સિદ્ધળવાસ) અથવા સિદ્ધનો વાસ તે સ્થાપત્ય શોભા ઉપરાંત ચિત્રકલાની પ્રાચીન પરિપાટીના એક અનન્ય સ્થાન તરીકે જાણીતું થયેલું છે. પુદુકોટાથી નવ માઇલને અંતરે આ ગુફામંડપ આવેલ છે. ત્યાં ઈ. પૂ. ત્રીજી સિતન્નવાસલ સદીનો બ્રાહ્મી લેખ છે તેમાં સૂચન છે કે જૈન મુનિઓના નિવાસ માટે તેનું નિર્માણ થયું હતું. ત્યાં સાત સમાધિશિલાઓ છે. ગુફાનો અંતરંગ વિસ્તાર ૧૦૦ ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. તેનો રચનાપ્રકાર ઈ. સ. બીજી સદીથી આરંભી ૧૦મી સદી સુધી પહોંચ્યો છે. સાધુઓને અરણ્યવાસ વધુ પસંદ હતો એટલે વખતોવખત ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારનું કોતરકામ અને રૂપરચના થયાં કર્યાં છે. ૧૦મી સદીમાં પલ્લવરાજા મહેન્દ્રવર્માં કલાનો મહાન આશ્રયદાતા હતો. તેણે ત્યાં ચિત્રો કરાવ્યાં છે તેમાં સુશોભિત કમળસરોવરો તેમ જ અપ્સરાઓ અને કેટલાક જૈન પ્રસંગો છે, ચિત્રોમાં અજંતાના પાછલા સમયની સંપૂર્ણ અસર છે. ભીંતો પર ચિત્રો કરવાની પ્રથાનું સંરક્ષણ આજ સુધી જૈન સંપ્રદાયે નભાવ્યું છે; માત્ર તેની રુચિકક્ષા અને પરીક્ષણમાં ભ્રષ્ટતા આવેલી જણાય છે. ઇન્નુરનાં મંદિરોનાં ચિત્રોનો સંબંધ ગુજરાતની ૧૦મી–૧૧મી સદીની ચિત્રકલા સાથે સ્પષ્ટ; થયો છે. તેનું સ્વરૂપ કલ્પસૂત્રોનાં ગ્રંથસ્થ ચિત્રોમાં ઊતરી આવ્યું છે. દક્ષિણ ભારતમાં જૈન—પ્રભાવિત શિલ્પકલા બદામી, ઐહોલ કે ઈન્નુર યા સિતન્નવાસલથી સમાપ્ત થતી નથી. જૈનોએ ઉત્તર ભારતમાંથી પહેલા સૈકામાં દક્ષિણ ભારતમાં પ્રવેશ કર્યો ત્યારથી ઘણી ચડતીપડતી થઈ છતાં ૧૦મા સૈકા સુધી ઈલ્લુરનાં નિર્માણો વિરાટ પ્રતિમાઓ કર્યાં. તે ઉપરાંત ઉત્તર ભારતમાં મળે નહિ એવું વિરાટ પ્રતિમાનિર્માણ જૈન કલ્પનાએ દક્ષિણ ભારતને આપ્યું છે. એવી ત્રણ પ્રતિમાઓ શ્રમણખેલગુલ, કાર્કલ અને પન્નુરમાં છે. શ્રમણ એલગુલની પ્રતિમા સુપ્રસિદ્ધ છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ગોમતેશ્વરની પ્રતિમા મૈસુર રાજ્યમાં ઇન્દ્રગિરિની ૪૦૦ ફૂટ ઊંચી ખડક ટેકરી પર છે. તપસ્વીની નિઃસંગતા દર્શાવતી ૫૮ ફૂટની એ નગ્ન પ્રતિમા જરા પણ ક્ષોભરહિત ખાલોચિત સરલતાભરી મુદ્રા દર્શાવવામાં શિલ્પકારને અપ્રતિમ સફળતા મળી છે. કાર્યસિદ્ધિનો બીજો ચમત્કાર તો ખડકના મથાળેથી ૫૮ ફૂટ સુધીનું વધારાનું ખડકદળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11