Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 3
________________ સે-૩૨ તા. રચનકાર , ન્સ-પૂ. શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા - ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રૂપે S Oજન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉઘડતી જવાનીના ઉંબરે ! RT-TYP૧૮ વરસની ઉંમરમાં વિ. સં. ૨00૮ના પોષ વદ પના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનવિજયજી મહારાજ (સ્વ. આચાર્ય દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. ' મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજીના રૂપે દીક્ષા જીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયનઅધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિકે, ભારતીય અને પશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે “માઈલસ્ટોન’ વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ૨૦ વરસની ઉંમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે-સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલું જ ઉદ્દાત્ત અને ઉન્મત બન્યું છે. ગુજરાત રાજસ્થાન/મહારાષ્ટ્ર/તામિલનાડુ/આન્દ્ર/મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. “અરિહંત' (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે તા. ૪-પ-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ. પ્રદાન કર્યું ત્યારથી એઓ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે. છેલ્લાં કેટલાય વરસોથી. સતત શારીરિક અસ્વસ્થતા વચ્ચે પણ એમની સાહિત્યઉપાસના જીવંત રહી. તા. ૧૯-૧૧-૧૯૯૯ના દિવસે શ્યામલ-અમદાવાદ ખાતે એમનો દેહવિલય થયો.. આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 288