________________
લેખક, ચિંતક તથા સૌને સીધી, સરળ અને સત્ય સલાહ દેવામાં ખ્યાતનામ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા મારી સંયમયાત્રા માટે ધ્રુવના તારા જેવા હતાં. નમિનાથના ઉપાશ્રય એક દિવસે સલાહ આપતાં તેમણે કહ્યું કે, “તમારા પઠનપાઠનને લાભ લેખન કાર્યમાં ઉતરે તે સમાજને ઘણે જ ફાયદો થશે.” તેવી રીતે છેટી સાદડી મેવાડના શેઠશ્રી ચંદન મલજી નાગરીએ ટકોર કરતાં એક કાગળમાં લખેલું કે
નાની નાની પુસ્તિકાઓ ઉપર બાળચેષ્ટા કરવા કરતાં કંઈક વજનદાર સાહિત્યનું નિર્માણ થાય તે વધારે સારું રહેશે.” મારા માટે આ બનને આદરણીય સદ્દગૃહસ્થની સલાહ આદર કરવા ગ્ય હતી. કેમ કે આ બન્નેને આધ્યાત્મિક ઉપકાર મારા ઉપર નાને સૂને ન હતો. તેથી શુભ સંક૯પ અને ગુરૂદેવના સ્મરણપૂર્વક સર્વથા આકર, ગહન તથા ઘણાં સ્થળે મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્રની) સેવા કરવાનો દઢ નિશ્ચય કર્યો અને પ્રારંભેલું કાર્ય પૂર્ણ થયું. દુ:ખ હોય તે એટલું જ છે કે તે બંને ઉપકારી ગૃહસ્થ આજે સવર્ગસ્થ છે.
આદર્યા કાર્યો પણ અધુરા રહે તેવી મેહમયી મુંબઈની ઉત્તેજક હવા, ધમાલીયું જીવન, ચેમાસાની જવાબદારી, અવિરત વ્યાખ્યાનની પ્રવૃત્તિ, અસહાય જીવન છતાં પણ આ ભગીરથ કાર્ય હું પૂર્ણ કરી શક્યો છું તેમાં હિતેચ્છુઓના આશીર્વાદ સિવાય બીજું કયુ કારણ હોઈ શકે? ભવિષ્યમાં પણ મારા શુભેચ્છઓ પાસેથી આના સિવાય બીજી માંગણી નથી.
- લેખન કાર્યમાં મૂળ સૂત્ર તથા ટીકાકાર પૂજ્ય શ્રી અભયદેવસૂરિજીને શત-પ્રતિશત આશ્રય લેવામાં આવ્યું છે. આત્માની ખૂબ જ જાગૃતિપૂર્વક ભગવાન મહાવીરસ્વામીની