Book Title: Banyu Tej Nyaya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ બન્યું તે જ ન્યાય વિશ્વની વિશાળતા, શબ્દાતીત... આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે એટલું જગત નથી. શાસ્ત્રો તો એક અમુક ભાગ જ છે. બાકી, જગત તો અવક્તવ્ય ને અવર્ણનીય છે કે જે શબ્દોમાં ઊતરે એવું નથી, પછી તમે શબ્દોની બહાર ક્યાંથી લાવશો ? શબ્દોમાં ઊતરે નહીં તો શબ્દની બહાર તમે એનું વર્ણન ક્યાંથી સમજશો ? એવડું મોટું વિશાળ છે જગત. અને હું જોઈને બેઠો છું. એટલે હું તમને કહી શકું કે કેવી વિશાળતા છે ! કુદરત તો ન્યાયી જ સદા ! જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટે થઈ હશે, કોર્ટમાં બધું ચાલે ! પણ કુદરત અન્યાયી થઈ જ નથી. કુદરતનો ન્યાય કેવો છે ? કે તમે જો ચોખ્ખા માણસ હો અને આજે જો તમે ચોરી કરવા જાવ, તો તમને પહેલાં જ પકડાવી દેશે. અને મેલો માણસ હોય, તેને પહેલાં દિવસે એને એન્કરેજ (પ્રોત્સાહિત) કરશે. કુદરતનો આવો હિસાબ હોય છે કે પેલાને ચોખ્ખો રાખવો છે. એટલે એને ઊડાડી મારે, હેલ્પ નહીં કરે અને પેલાને હેલ્પ જ કર્યા કરશે. અને પછી જો માર મારશે, તે ફરી ઊંચો નહીં આવે. એ બહુ અધોગતિમાં જશે, પણ કુદરત એક મિનિટ પણ અન્યાયી થઈ નથી. લોકો મને પૂછે છે કે આ પગે તમને ફ્રેક્ટર થયું તે ? ન્યાય જ કર્યો છે આ બધું કુદરતે. કુદરતના ન્યાયને જો સમજે-‘બન્યું તે જાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. ‘જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન અને ‘જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન. એક માણસે બીજા માણસનું મકાન બાળી મેલ્યું, તો તે વખતે કોઈ પૂછે કે ભગવાન આ શું ? આનું મકાન આ માણસે બાળી મેલ્યું. આ ન્યાય છે કે અન્યાય ? ત્યારે કહે, “ન્યાય. બાળી મેલ્યું એ જ ન્યાય.” હવે તેની ઉપર પેલો અજંપો કરે કે નાલાયક છે ને આમ છે ને તેમ છે. એ પછી એને અન્યાયનું ફળ મળે. ન્યાયને જ અન્યાય કહે છે ! જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે. એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી. આ જગતમાં ન્યાય ખોળશો નહીં. જગતમાં ન્યાય ખોળવાથી તો, આખા જગતને લડાઈઓ ઊભી થઈ છે. જગત ન્યાય સ્વરૂપ જ છે. એટલે જગતમાં ન્યાય ખોળશો જ નહીં. જે બન્યું એ ન્યાય. જે બની ગયું એ જ જાય. આ કોર્ટે ને બધું થયું, તે ન્યાય ખોળે છે તેથી ! અલ્યા મૂઆ, ન્યાય હોતો હશે ?! એના કરતાં શું બન્યું એ જો ! એ જ જાય છે ! ન્યાય સ્વરૂપ જુદું છે અને આપણું આ ફળ સ્વરૂપ જુદું છે. ન્યાયઅન્યાયનું ફળ એ તો હિસાબથી આવે છે અને આપણે ન્યાય એની જોડે જોઈન્ટ કરવા જઈએ છીએ, પછી કોર્ટમાં જ જવું પડે ને ! અને ત્યાં જઈને થાકીને પાછાં જ આવવાનું છે છેવટે ! કોઈને આપણે એક ગાળ ભાંડી દીધી તો પછી એ આપણને બેત્રણ ભાંડી દે. કારણ કે એનું મન ઉકળતું હોય આપણી પર. ત્યારે લોક શું કહે ? તેં ત્રણ ગાળ ભાંડી, આણે એક જ ભાંડી હતી. તો એનો ન્યાય શું છે ? આપણને ત્રણ જ ભાંડવાની હોય. પાછલો હિસાબ ચૂકતે કરી લે કે ના કરી લે ? પ્રશ્નકર્તા : હા, કરી લે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17