Book Title: Banyu Tej Nyaya Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ બન્યું તે જ ન્યાય • દાદા ભગવાન પ્રરૂપિતા બન્યું તે જ ન્યાય ! | કુદરતના ન્યાયને જો સમજો કે બન્યું તે જ ન્યાય, તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો, નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. ‘જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન. ‘જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન, e ‘બન્યું એ ન્યાય' જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી. ન્યાય જ થઈ રહ્યો છે. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનો આ ન્યાય છે. માટે બુદ્ધિથી તમે જુદા પડી જાવ. એક ફેરો જાણી લીધા પછી બુદ્ધિનું આપણે માનીએ નહીં. બન્યું એ જ ન્યાય, - દાદાશ્રી fliTEGIES 66"Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17