Book Title: Banyu Tej Nyaya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ ૧૧ પડે છે. એટલે એક અવતારનાં ભાવકર્મ છે તે ત્યાં પડ્યા પછી બીજા અવતારમાં એનું પરિણામ આવે છે. એટલે એનું વિસર્જન થાય. તે આ ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. તે એક્ઝક્ટ ન્યાય જ કરે છે. જેવું ન્યાયમાં આવ્યું એવું જ કરે છે. બાપ પોતાનાં છોકરાને મારી નાખે એવું હઉ ન્યાયમાં આવે. છતાં એ ન્યાય કહેવાય. ન્યાયમાં ન્યાય જ કહેવાય. કારણ કે જેવો બાપ-દીકરાનો હિસાબ હતો, એવાં તે હિસાબ ચૂકવ્યાં. તે ચૂકવણી થઈ ગઈ. આમાં ચૂકવણી જ હોય છે, બીજું કશું હોતું નથી. કોઈક ગરીબ માણસ લોટરીમાં એક લાખ રૂપિયા લઈ આવે છે ને ! એ ય જાય છે ને કોઈનું ગજવું કપાયું તે ય જાય છે. કુદરતના ન્યાયતો આધાર શું? પ્રશ્નકર્તા : કુદરત ન્યાયી છે, એનો આધાર શું ? ન્યાયી કહેવા માટે કોઈ બેઝમેન્ટ તો જોઈએ ને ? દાદાશ્રી : એ ન્યાયી છે. એ તો તમારે જાણવા પૂરતું જ છે. તમને ખાતરી થશે કે ન્યાયી છે. પણ બહારનાં લોકોને કુદરત ન્યાયી છે એવું ક્યારેય પણ ખાતરી થવાની નથી. કારણ કે પોતાની દ્રષ્ટિ નથી ને ! બાકી, અમે શું કહેવા માંગીએ છીએ ? આફટર ઓલ, જગત શું છે ? કે ભઈ આમ જ છે. એક અણુ પણ ફેરફાર ના થાય એટલું બધું ન્યાય સ્વરૂપ છે, તદન ન્યાયી છે. કુદરત બે વસ્તુની બનેલી છે. એક સ્થાયી, સનાતન વસ્તુ અને બીજી અસ્થાયી વસ્તુ, જે અવસ્થા રૂપે છે. તેમાં અવસ્થા બદલાયા કરવાની અને એ એનાં કાયદેસર બદલાયા કરવાની. જોનાર માણસ પોતાની એકાંતિક બુદ્ધિથી જુએ છે. અનેકાંત બુદ્ધિથી કોઈ વિચાર કરતો જ નથી, પણ પોતાના સ્વાર્થથી જ જુએ છે. કોઈને એકનો એક છોકરો મરી જાય, તો ય ન્યાય જ છે. એ કંઈ કોઈએ અન્યાય કર્યો નથી. આમાં ભગવાનનો, કોઈનો અન્યાય છે નહીં. આ ન્યાય જ છે ! એટલે અમે કહીએ છીએ ને જગત ન્યાય સ્વરૂપ છે. નિરંતર ન્યાય સ્વરૂપમાં જ છે. કોઈનો એકનો એક છોકરો મરી ગયો, તો એમાં ઘરનાં માણસો જ રહે છે. બીજાં આજુબાજુવાળા બધા કેમ રડતાં નથી ? તે પોતાનાં સ્વાર્થથી રડે છે. જો સનાતન વસ્તુમાં આવો તો કુદરત ન્યાયથી જ છે ! તાળો મળે છે. આ બધી વાતમાં ?! તાળો મળે તો જાણવું કે બરોબર છે. કેટલાં દુ:ખ ઓછાં થઈ જાય ?! જ્ઞાન ગોઠવી જુએ તો ?! અને એક સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો. જો અન્યાયી હોત ને તો કોઈ મોક્ષે જ જાત નહીં. આ તો કહેશે, સારા માણસને અડચણો કેમ આવે છે ? પણ લોકો એવી કોઈ અડચણ કરી શકે નહીં. કારણ કે પોતે જ કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. પોતે ડખલ કરી છે તેથી આ બધું ઊભું થયું છે. પ્રેક્ટિકલ ખપે, થિયરી તહીં ! હવે શાસ્ત્રકારો શું લખે, ‘બન્યું એ ન્યાય’ કહે નહીં. એ તો ન્યાય એ જ ન્યાય કહે, અલ્યા મૂઆ, તારાથી તો અમે રખડી મર્યા ! એટલે થિયરેટિકલ એવું કહે કે ન્યાય એ જ ન્યાય, ત્યારે પ્રેક્ટિકલ શું કહે છે, બન્યું એ જ જાય. પ્રેક્ટિકલ વગર દુનિયામાં કશું કામ થાય નહીં. એટલે આ થિયરેટિકલ ટક્યું નથી. એટલે શું બન્યું ત્યારે એ જ જાય. નિર્વિકલ્પી થવું છે તો શું બન્યું છે એ ન્યાય. વિકલ્પી થવું હોય તો ન્યાય ખોળ. એટલે ભગવાન થવું હોય તો આ બાજુ જે બન્યું એ ન્યાય અને રખડેલ થવું હોય તો આ ન્યાય ખોળીને રઝળપાટ કર્યા જ કરવાનું નિરંતર. લોભિયાને ખૂંચે તુકસાત ! આ જગત ગપ્યું નથી. જગત ન્યાય સ્વરૂપ છે. બિલકુલ ક્યારે ય અન્યાય કર્યો નથી કુદરતે. કુદરત જે પેણે માણસને કાપી નાખે છે,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17