________________
હવે ત્યાં અમે કહીએ નહીં કે, ‘તમારે આવું નહીં કરવાનું. આમને આટલું કરવાનું છે. નહીં તો અમે વીતરાગ ના કહેવાઈએ. આ તો અમે જોયા કરીએ, પાછલો શું હિસાબ છે !
અમને કહે કે તમે ન્યાય કરો. ન્યાય કરવાનું કહે તો અમે કહીએ કે ભઈ, અમારો ન્યાય જુદી જાતનો હોય અને આ જગતનો ન્યાય જુદી જાતનો. અમારે કુદરતનો ન્યાય છે. વર્લ્ડનું રેગ્યુલેટર છે ને, તે એને રેગ્યુલેશનમાં જ રાખે છે. એક ક્ષણવાર અન્યાય થતું નથી. પણ લોકોને અન્યાય શી રીતે લાગે છે ? પછી પેલો ન્યાય ખોળે. અલ્યા મૂઆ, જે આપે છે એ જ જાય. કેમ તમે બે ના આપ્યા, તે પાંચ કહ્યા ? આપે છે એ જ જાય. કારણ કે પહેલાંના હિસાબ છે બધાં સામસામી. ગૂંચવાડો જ છે, હિસાબ છે. એટલે ન્યાય તો થર્મોમીટર છે. થર્મોમીટરથી જોઈ લેવાનું કે પહેલાં ન્યાય મેં કર્યો નથી, માટે મને અન્યાય થયો છે આ. માટે થર્મોમીટરનો દોષ નથી. તમને કેમ લાગે છે ? આ મારી વાત કંઈ હેલ્પ કરે ?
પ્રશ્નકર્તા : ડ્રાઈવરે કચડી માર્યો, લોકો તો એમ જ કહે.
દાદાશ્રી : હા, એટલે અવળે રસ્તે આવીને માર્યો, ગુનો કર્યો. સવળે રસ્તે આવીને માર્યો હોત તો પણ એ જાતનો ગુનો કહેવાત. આ તો વળી ડબલ ગુનો કરે, એને કુદરત કહે છે, કરેક્ટ કર્યું છે. બૂમાબૂમ કરશો તો નકામી જશે. પહેલાંનો હિસાબ ચૂકવી દીધો. હવે આ સમજે નહીં ને ! આખી જિંદગી ભાંગફોડમાં જ જાય. કોર્ટો ને વકીલોને.... ! તેમાં પાછો વકીલે ય ગાળો ભાંડે. બહુ દહાડા વહેલું મોડું થઈ જાય ને, તો તમારામાં અક્કલ નથી, ગધેડા જેવાં છો. ટૂંપા ખાય મૂઓ ! એનાં કરતાં ન્યાય કુદરતનો સમજી લીધો, દાદાએ કહ્યું છે એ ન્યાય. તો ઉકેલ આવી જાય ને ?!
અને કોર્ટમાં જવાનું વાંધો નથી, કોર્ટમાં જાવ પણ એની જોડે બેસીને ચા પીવો. બધું એ રીતે જાવ. એ ના માને તો કહીએ, અમારી ચા પી. પણ જોડે બેસ. કોર્ટમાં જવાનો વાંધો નથી પણ પ્રેમપૂર્વક...
પ્રશ્નકર્તા : એવાં માણસ આપણને દગો પણ કરે ને ! એવાં માણસ જે હોય...
પ્રશ્નકર્તા : ઘણી હેલ્પ કરે.
દાદાશ્રી : જગતમાં ન્યાય ખોળશો નહીં. જે થઈ રહ્યું છે એ ન્યાય. આપણે જોયું કે આ શું થઈ રહ્યું છે. ત્યારે કહે, ‘પચાસ વીઘાને બદલે પાંચ વીઘા આપે છે.” ભાઈને કહીએ, ‘બરોબર છે. હવે તું ખુશ છે ને ?” ત્યારે કહે, ‘હા.” પછી બીજે દહાડે ભેગાં જમવા બેસીએઊઠીએ. એ હિસાબ છે. કોઈ હિસાબની બહાર તો કોઈ નથી. બાપ છોકરાં પાસે હિસાબ લીધાં વગર છોડે નહીં. આ તો હિસાબ જ છે, સગાઈ નથી. તમે સગાઈ માની બેઠાં હતા ?!
કચડી માર્યો એ ય ન્યાય !
દાદાશ્રી : કશું કરી શકે એમ નથી. મનુષ્ય કશું કરી શકે એમ નથી. જો તમે ચોખ્ખા છો, તમને કંઈ પણ કરી શકે એમ નથી. એવો આ જગતનો કાયદો છે, પ્યૉર હોય તો પછી કોઈ કરનાર કશું રહે નહીં. માટે ભૂલ ભાંગવી હોય તો ભાંગી નાખવાની.
ખેંચ છોડે, તે જીતે ! આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ જાય. તમાચા માર્યા તો આણે મારી ઉપર અન્યાય કર્યો એવું નહીં. પણ એ બન્યું એ જ જાય. એવું જ્યારે સમજાશે ત્યારે આ બધો નિવેડો આવશે.
‘બન્યું એ ન્યાય’ નહીં કહો તો બુદ્ધિ કૂદાકૂદ, કૂદાકૂદ કરશે. અનંત અવતારથી આ બુદ્ધિ લોચા વાળે છે, મતભેદ પાડે છે. ખરી રીતે બોલવાનો
રાઈટ સાઈડમાં ઊભેલો માણસ બસમાં ચઢવા માટે, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક અહીં ઉપર ચઢી ગઈ અને પેલાને મારી નાખ્યો. આને શો ન્યાય કહેવાય ?