Book Title: Banyu Tej Nyaya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ ૨૩ છે કે, “બુદ્ધિ શી રીતે જતી રહી ? તું જતી રહે, તું જતી રહે કરે તેનાથી ?” મેં કહ્યું, “ના. અલ્યા, એવું ના કરાય.” એણે તો અત્યાર સુધી આપણો રોફ રાખ્યો. મૂંઝાયા હોય ને ત્યારે ખરે ટાઈમે “શું કરવું, શું નહીં” એનું બધું એ માર્ગદર્શન આપે. એને કાઢી મૂકાતી હશે ? ત્યારે મેં કહ્યું, “જે ન્યાય ખોળે છેને, એને ત્યાં બુદ્ધિ કાયમને માટે રહે છે.” જે બન્યું એ ન્યાય” એવું કહે તો બુદ્ધિ જતી રહે. ન્યાય ખોળવા ગયા એ બુદ્ધિ ! પ્રશ્નકર્તા : પણ દાદા, જે આવ્યું એ સ્વીકારી લેવું જીવનમાં ? દાદાશ્રી : માર ખાઈને સ્વીકારી લેવું, તેનાં કરતાં રાજીખુશીથી સ્વીકારી લેવું સારું. પ્રશ્નકર્તા : સંસાર છે, છોકરાં છે, છોકરાની વહુ છે, આ છે, તે છે. એટલે સંબંધ તો રાખવો પડે. દાદાશ્રી : હા, બધો રાખવાનો. પ્રશ્નકર્તા : તો તેની અંદર માર પડે તો શું કરવું ? દાદાશ્રી : સંબંધ બધા રાખી અને માર પડે, એ સ્વીકારી લેવો આપણે. નહીં તો ય માર પડે તો શું કરવું પડે ? બીજો ઉપાય છે ? પ્રશ્નકર્તા : કંઈ નહીં. વકીલો પાસે જવાનું. દાદાશ્રી : હા, બીજું શું થાય ? વકીલો રક્ષા કરે કે એની ફીઓ લે ? બન્યું તે ન્યાય', ત્યાં બુદ્ધિ આઉટ' ! ન્યાય ખોળવાનો થયો એટલે બુદ્ધિ ઊભી થઈ જાય, બુદ્ધિ જાણે કે હવે મારા વગર ચાલવાનું નથી અને આપણે કહીએ કે એ ન્યાય છે, એટલે બુદ્ધિ કહેશે, ‘હવે આ ઘેર આપણો રોફ પડે નહીં', એ વિદાયગીરી લે અને જાય. કોઈ એવા હોય ત્યાં પેસી જાય. એની આસક્તિવાળા તો બહુ લોક હોય ને ! બાધાઓ રાખે, મારી બુદ્ધિ વધે એવી ! અને તેટલો સામો ત્રાજવામાં બળાપો વધતો જ જાય. બેલેન્સ તો પકડે ને હંમેશાં ? બેલેન્સ એનું સામું જોઈએ જ ! અમારે બુદ્ધિ ખલાસ એટલે બળાપો ખલાસ ! વિકલ્પોનો અંત એ જ મોક્ષમાર્ગ ! એટલે બન્યું એને ન્યાય કહેશો ને તો નિર્વિકલ્પ રહેશો અને લોક નિર્વિકલ્પ થવા માટે ન્યાય ખોળવા નીકળ્યા છે. વિકલ્પોનો એન્ડ આવે એ રસ્તો મોક્ષનો ! વિકલ્પો ઊભા ના થાય એવો છે ને આપણો માર્ગ ? મહેનત કર્યા વગર આપણા અક્રમ માર્ગમાં માણસ આગળ વધી જાય. આપણી ચાવીઓ જ એવી છે કે મહેનત કર્યા વગર આગળ વધી જાય. હવે બુદ્ધિ જ્યારે વિકલ્પો કરાવડાવે ને, ત્યારે કહી દેવું, જે બન્યું એ ન્યાય. બુદ્ધિ ન્યાય ખોળે કે મારાથી નાનો થયો, મર્યાદા રાખતો નથી. એ રાખી એ જ ન્યાય અને ના રાખી તે ય ન્યાય. જેટલો બુદ્ધિનો નિર્વિવાદ થશે એટલે નિર્વિકલ્પ થાય પછી ! આ વિજ્ઞાન શું કહે છે? ન્યાય તો આખું જગત ખોળી રહ્યું છે. એના કરતાં આપણે જ સ્વીકારી લોને કે આ બન્યું એ જ જાય. પછી જજો ય ના જોઈએ ને વકીલે ય જોઈએ નહીં. અને નહીં તો ય છેવટે એવું જ રહે ને પાછું માર ખાઈને ? કોઈ કોર્ટમાં ત મળે સંતોષ ! અને વખતે એમ માનોને કે કોઈ ભાઈને ન્યાય જોઈએ છે. તો આપણે નીચલી કોર્ટમાં જજમેન્ટ કરાવડાવ્યું. વકીલો લક્ષ્યા, પછી જજમેન્ટ આવ્યું, ન્યાય આવ્યો. ત્યારે કહે છે, ના, પણ આ ન્યાયથી મને સંતોષ નથી. ન્યાય આવ્યો તો ય સંતોષ નહીં. ત્યારે હવે શું કરવું ? ઉપલી કોર્ટમાં ચાલો. તે ડિસ્ટ્રિક્ટમાં ગયા. ત્યાં જજમેન્ટ ઉપર સંતોષ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17