________________
૧૩
૧૪
એક્સિડન્ટ થઈ જાય છે, એ બધું ન્યાય સ્વરૂપ છે. ન્યાયની બહાર કુદરત ચાલી નથી. આ વગર કામનાં અણસમજણથી ઠોકાઠોક.... અને જીવન જીવવાની કળા પણ નથી અને જો વરીઝ વરીઝ... માટે જે બન્યું એને ન્યાય કહો.
તમે દુકાનદારને સોની નોટ આપી. પાંચ રૂપિયાનો સામાન એણે આપ્યો. અને પાંચ પાછાં આપ્યા તમને. એ નેવું આપવાનું ભૂલી ગયો આખું ય ધમાલમાં, એને ત્યાં કેટલીય સોની નોટો, કેટલીય દસની નોટો ગણતરી વગરની. એ ભૂલી ગયો ને પાંચ આપણને પાછાં આપે તો આપણે શું કહીએ ? ‘મેં તમને સોની નોટ આપી હતી.” ત્યારે કહે, “નહીં.’ એને એવું જ યાદ છે, એ ય જૂઠું બોલતો નથી. તો શું કરવાનું આપણે ?
પ્રશ્નકર્તા : પણ પેલું પાછું ખેંચ ખેંચ કરે છે, આટલા પૈસા ગયા. મન બૂમાબૂમ કરે.
દાદાશ્રી : એ ખૂંચે છે, તો જેને ખેંચે છે, તેને ઊંઘ ના આવે. આપણે' શું ? આ શરીરમાં જેને ખેંચે છે, તેને ઊંઘ ના આવે. બધાને કંઈ ઓછું ખેંચે એવું છે ? લોભિયાન ખેંચે મૂઆને ! ત્યારે એ લોભિયાને કહીએ, ખૂંચે છે તો સૂઈ જાને ! હવે તો આખી રાતે ય સૂવું જ પડશે !
પ્રશ્નકર્તા : એને ઊંધે ય જાય ને પૈસા ય જાય.
દાદાશ્રી : હા, એટલે ત્યાં બન્યું એ કરેક્ટ. એ જ્ઞાન હાજર રહ્યું તો આપણું કલ્યાણ થઈ ગયું.
બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. આ દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી. ન્યાય જ થઈ રહ્યો છે. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને બુદ્ધિથી તમે જુદા પડી જાવ. એટલે બુદ્ધિ આમાં ફસાવે છે. એક ફેરો જાણી લીધા પછી બુદ્ધિનું માનીએ નહીં આપણે. બન્યું એ ન્યાય. કોર્ટના ન્યાયમાં ભૂલચૂક હોય બધી. ઊંધું-ચતું થઈ જાય, પણ આ ન્યાયમાં ફેર
નહીં, હડહડાટ કાપી દેવાનું.
ઓછી-વતી વહેંચણી, એ જ ન્યાય ! એક ભઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભઈની પાસે હાથમાં આવે. હવે મોટા ભઈ છે તે પેલાને દબડાય દબડાય કરે, આપે નહીં. પચાસ-પચાસ વીઘા આપવાની હતી. અઢીસો વીઘા જમીન હતી. તે ચાર જણને પચાસ-પચાસ વીઘા આપવાની હતી. તે કોઈ પચ્ચીસ લઈ ગયો હોય, કોઈ પચાસ લઈ ગયો હોય, કોઈ ચાલીસ લઈ ગયો હોય અને કોઈને પાંચ જ આવી હોય.
હવે તે વખતે શું માનવાનું? જગતનો ન્યાય શું કહે કે મોટાં ભઈ નાગા છે, જૂઠા છે. કુદરતનો ન્યાય શું કહે છે, મોટો ભઈ કરેક્ટ છે. પચાસવાળાને પચાસ આપ્યા. વીસવાળાને વીસ આપી. ચાલીસવાળાને ચાલીસ ને આ પાંચવાળાને પાંચ જ આપી. બીજું, બીજા હિસાબમાં પતી ગયું ગયા અવતારનાં. મારી વાત સમજાય છે તમને ?
એટલે જો ઝઘડો ના કરવો હોય તો કુદરતની રીતે ચાલવું, નહીં તો આ જગત તો ઝઘડો છે જ. અહીં ન્યાય હોઈ શકે નહીં. ન્યાય તો જોવા માટે છે કે મારામાં પરિવર્તન, કંઈ ફેરફાર થયો છે ? જો મને ન્યાયી મળતું હોય તો હું ન્યાયી છું એ વાત નક્કી થઈ ગઈ. ન્યાય તો એક આપણું થર્મોમીટર છે. બાકી, વ્યવહારમાં ન્યાય હોઈ શકે નહીં ને ! ન્યાયમાં આવે એટલે માણસ પૂર્ણ થઈ ગયો. ત્યાં સુધી આમનો પડેલો હોય, કાં તો એબોવ નોર્માલિટી હોય કે બીલો નોર્માલિટી હોય !
એટલે પેલો ભઈ નથી આપતો પેલાને, પાંચ જ વીઘા આપે છે ને ! એને આપણાં લોકો ન્યાય કરવા જાય અને પેલા મોટા ભાઈને ખરાબ ઠરાવે. હવે એ બધો ય ગુનો છે. તું ભ્રાંતિવાળો, તે મૂઆ ભ્રાંતિને પાછું સાચું માન્યું. પણ છૂટકો જ નહીં અને સાચું માન્યું છે એટલે પછી, આ વ્યવહારને જ સાચો માન્યો છે, તે માર ખાય જ ને ! બાકી, કુદરતના ન્યાયમાં તો કોઈ ભૂલચૂક જ નથી.