Book Title: Banyu Tej Nyaya Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ ૧૦ દાદાશ્રી : અરે, બધાંને ગાંડા બનાવી દે ! અને બૈરી તો બિચારી પછી ચામાં ખાંડ નાખવાનું ય ભૂલી જાય ! એક ફેરો હાલ્યું એટલે શું થાય ? બીજી દરેક વસ્તુમાં હાલી જાય ! પ્રશ્નકર્તા : દાદા, એમાં આપણે ફરિયાદ ના કરીએ એ બરોબર, પણ પછી શાંત ચિત્તે ઘરનાંને કહેવાય ખરું ને કે ભાઈ, પાણીમાં ઘાસલેટ આવ્યું હતું. હવેથી ધ્યાન રાખજો ! દાદાશ્રી : એ કહેવાય ક્યારે ? ચા-નાસ્તો કરતાં હોય, હસતાં હોય, ત્યારે હસવામાં ને હસવામાં આપણે વાત કરી દેવાય. અત્યારે અમે આ વાત ખુલ્લી ના કરી ! એવું હસતાં હોય તો વાત ખુલ્લી કરી દેવાય. પ્રશ્નકર્તા એટલે સામાને ચોંટ ના લાગે એવી રીતે કહેવાનું ને ? દાદાશ્રી : હા, એ રીતે કહેવાય. તો તે સામાને હેલ્પ કરે. પણ સૌથી સારામાં સારો રસ્તો એ જ કે મેરી ભી ચુપ અને તેરી ભી ચૂપ !!! એના જેવું તો એકુંય નહીં. કારણ કે જેને નાસી છૂટવું છે એ જરા ય બૂમ ના પાડે. પ્રશ્નકર્તા : સલાહના હિસાબે પણ કહેવાનું નહીં ? ત્યાં શું ચૂપ રહેવાનું ? દાદાશ્રી : એ એનો હિસાબ બધો લઈને આવ્યો છે. ડાહ્યા થવા માટેનો પણ એ બધો હિસાબ લઈને જ આવેલો છે. - અમે શું કહીએ છીએ કે જો અહીંથી જવું હોય તો નાસી છૂટ ! અને નાસી છૂટવું હોય તો કશું બોલીશ નહીં. રાત્રે જો નાસી છૂટવું હોય ને આપણે બૂમાબૂમ કરીએ તો પણે પકડી લે ને ! ભગવાનને ત્યાં હોય કેવું ? ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપે ય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. માટે ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે. ચોર ચોરી કરવામાં ધર્મ માને છે. દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. એ લોકભાષા છે. ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે “કોઈ જીવને દુ:ખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે !” ન્યાય-અન્યાય તો એક કુદરત જ જુએ છે. બાકી, આ જે અહીં જગતનો ન્યાય-અન્યાય, તે દુશ્મનોને, ગુનેગારોને હેલ્પ કરે. કહેશે, ‘હશે બિચારો, જવા દો ને !' તે ગુનેગાર હઉ છૂટી જાય. “એમ જ હોય' કહેશે. બાકી, કુદરતનો એ ન્યાય એ તો છૂટકો જ નહીં. એમાં કોઈનું ના ચાલે ! તજદોષ દેખાડે અન્યાય ! ફક્ત પોતાના દોષને લઈને જગત બધું ગેરકાયદેસર લાગે છે. ગેરકાયદેસર થયું જ નથી કોઈ ક્ષણે. બિલકુલ ન્યાયમાં જ હોય. અહીંની કોર્ટના ન્યાયમાં ફેરફાર પડી જાય. એ જૂઠો નીકળે પણ આ કુદરતના ન્યાયમાં ફેર નહીં. પ્રશ્નકર્તા: કોર્ટના ન્યાય એ કુદરતનો ન્યાય ખરો કે નહીં ? દાદાશ્રી : એ બધું કુદરત જ છે. પણ કોર્ટમાં આપણને એમ લાગે કે આ જજે આવું કર્યું. એવું કુદરતમાં લાગે નહીં ને ? પણ એ તો બુદ્ધિની લઢવાડ છે ! પ્રશ્નકર્તા: આપે કુદરતના ન્યાયને કોમ્યુટર સાથે સરખાવ્યો પણ કોમ્યુટર તો મિકેનિકલ હોય છે. દાદાશ્રી : એનાં જેવું સમજાવવાનું સાધન બીજું કશું હોતું નથી ને એટલે આ મેં સીમીલી આપેલી. બાકી, કોમ્યુટર તો કહેવા માટે છે કે ભઈ આ કપ્યુટરમાં આ બાજુ ફીડ કર્યું, એવું આમાં પોતાનાં ભાવPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17