Book Title: Baar Prakarni Hinsa Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 7
________________ બાર પ્રકારની હિંસાઓ જ હોય. સંસારમાં તો દરેક જીવમાં અસમાનતા જ રહેશે. શું ગરોળી અને ગાંધીજી કદી સમાન ગણી શકાય ખરા! ગાંધીજીના હત્યારાને ફાંસીની સજા થઈ, પણ શું ગરોળીના હત્યારાને ફાંસીની સજા થશે ખરી? એક લાખ ગરોળી મારી નાખે તોય કોઈ પણ દેશનો કાનૂન તેના હત્યારાને ફાંસીએ ચડાવતો નથી. કેમ? એટલા જ માટે કે તેમાં ઘણી મોટી અસમાનતા છે. ગરોળી વગેરેની પુણ્યાઈ કેટલી? એના કરતાં એક ભિખારી છોકરીની પુણ્યાઈ ઘણી વધુ ગણાય. એના કરતાં એક શ્રીમંત ઉદ્યોગપતિની પુણ્યાઈ ઘણી વધુ ગણાય. એના કરતાં ગાંધીજીની પુણ્યાઈ ખૂબ વધુ ગણાય. આમ પુણ્યાઈની તીવ્ર અસમાનતાના ધોરણે તે જીવોને “સમાન” કદી કહી શકાય નહિ... ભલે બકરી એક છે અને પાંચસો મગના દાણામાં વનસ્પતિના પાંચસો જીવ છે. છતાં મગના તે જીવો-ભેગા થઈને પણ-બકરીના જીવની ઉત્ક્રાન્તિની પુણ્યાઈને આંબી શકે તેમ નથી. આથી જ મગનું ઘણું શાક ખાનાર માણસ કરતાં એક બકરીનું માંસ ખાનાર માણસ વધુ પાપી ગણાય છે. દેવાધિદેવ ભગવાન મહાવીરદેવે જ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવતત્ત્વ કહીને તે તમામની રક્ષા કરવાનું અઢી હજાર વર્ષો પૂર્વે જે કહ્યું છે તે આજના પર્યાવરણની રક્ષાની હોહા મચાવતા યુગમાં કેટલું બધું સાર્થક અને યથાર્થ બની ગયું છે! પરમાત્માએ કહ્યું કે, “પૃથ્વીમાં જીવ છે. તેને ખોદો નહિ : હણી નાંખો નહિ.” આજે ફર્ટિલાઈઝરો, ટ્રેકટરો, ઉદ્યોગો વગેરે દ્વારા તથા ખનિજ સંપત્તિઓને પૃથ્વીમાંથી બહાર કાઢવા માટે પૃથ્વી ઉપર કરાતા બળાત્કાર દ્વારા પૃથ્વી-તત્ત્વને કેટલું બધુંઅક્ષમ્યનુકસાન પહોંચાડાઈ રહ્યું છે! પરમાત્માએ કહ્યું, “પાણીમાં જીવ છે. તેનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીને તેની રક્ષા કરો. પાણીને ઘીની જેમ વાપરો.” પૂર્વે તો કોસથી પાણી ખેંચાતું એટલે આજની જેમ ટયૂબ-વેલોથી પાતાળ-જલભંડાર ખાલી થઈ જતો નહિ; વળી કૂવે પાણી ભરવા જવું પડતું એટલે ઘરમાં પેઠેલા નળોની જેમ જળનો બેફામ ઉપયોગ થઈ શકતો નહિ. આવી અનેક વ્યવસ્થાઓને લીધે પાણી સહજ રીતે વધુ વેડફાતું નહિ. એમાં વળી આ ધર્મબુદ્ધિ જોડાતાં તેનો દુરુપયોગ ઘણો ઓછો થઈ જતો. આજે તો પાણીના બેફામ વપરાશે પાણીનો ય દુકાળો સર્યો છે. પૂર્વે અન્નનો જPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 192