Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ બાર પ્રકારની હિંસાઓ પ્રાણિહિંસા (૧) આપણે અહીં પ્રાણિ એટલે મુખ્યત્વે માનવ સિવાયનાં આ ધરતીનાં પ્રાણિઓને લઈશું. કૂતરાં, વાંદરાં, મરઘાં, બતક વગેરે તમામ પંચેન્દ્રિય પશુ-ગણ તથા બેથી ચાર ઈન્દ્રિયોવાળાં તમામ પ્રાણિઓ અને એક ઈન્દ્રિયવાળા પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિરૂપ પ્રાણિઓ. કુરાન કહે છે; “માત્ર ઈસ્લામના અનુયાયીઓની દયા કરો. બાકીના તમામ માનવો કાફર છે; નાપાક છે. તેમને મારવામાં કોઈ પાપ નથી. તેમની મા-બહેનોનો ઉપભોગ કરવામાં કશું કુરાન-વિરુદ્ધ નથી. પશુઓનું માંસ અવશ્ય ખાઈ શકાય.” પૃથ્વી આદિમાં જીવતત્ત્વની ઈસ્લામમાં કલ્પના પણ નથી. બાઈબલ કહે છે; “તમામ માનવોની દયા કરો. તે સિવાયની તમામ જીવસૃષ્ટિનો ઉપભોગ કરો.” વેદો અને ઉપનિષદો કહે છે, “તમામ માનવોને તો ચાહો પણ ગાય વગેરે પશુઓને ય ચાહો. અરે! તુલસી, પીપળો વગેરેને પણ પ્રેમ કરો.” હા. તેઓએ પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુમાં જીવ-તત્ત્વનો ઉલ્લેખ કર્યો નથી. જિનાગમો કહે છે જીવમાત્રને ચાહો. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં પણ જીવ છે માટે તે જીવોની પણ રક્ષા કરો : જયણા કરો. અરે! એટલું જ શા માટે ? એ જીવોની ભીતરમાં પણ ‘શિવત્વ” પડેલું છે માટે તેમને ય નમો સિદ્ધાણં કહીને નમસ્કાર કરો. [ Revarance for Life ] એ જીવો બિચારા હોઈને માત્ર દયાપાત્ર નથી; માત્ર સ્નેહપાત્ર પણ નથી. પરન્તુ પૂજાપાત્ર છે એવું હાર્દિક રીતે સ્વીકારો. કોઈ પણ જીવની મનથી પણ હિંસા કરો નહિ. કોઈ કીડીને એના દરથી ઊંધી દિશાએ તમે વાળી દેશો તો તેને બે-ઘર કર્યાની હિંસા તમને લાગી જશે! બેશક; જૈનદર્શનમાં સંસારી અવસ્થાના જીવમાત્રને સમાન ગણીને તેમની હિંસાને સમાન ગણી નથી. જીવમાત્રની સમાનતા તો માત્ર સિદ્ધાવસ્થાના જીવોમાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 192