Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ બાર પ્રકારની હિંસાઓ વર્તમાનમાં હિંસા-અહિંસા અંગે આટલા ઊંડાણથી વિચાર કરવામાં નહિ આવતો હોવાથી ઘણી મોટી સંખ્યાના દયાપ્રેમી લોકો માત્ર પહેલી પશુદયામાં જ પોતાને ઓતપ્રોત કરતા હોય છે. આથી એ પછીની ઉત્તરોત્તર વધુ ને વધુ ભયાનક બનતી હિંસાઓ તરફ સાવ દુર્લક્ષ કરતા હોય છે; એ હિંસાઓનું બેફામપણે સેવન એ દયાપ્રેમી જીવો કરતા હોય છે. ના... એમને એ વાતની ખબર જ નથી એટલે એ બિચારા શું કરે !' એવો તેમનો બચાવ ન કરાય. (Ignorance is not excuse) વૈદ્ધિધર્મી લોકો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાઉકાયમાં જીવ છે એ વાતને લગીર જાણતા નથી. એથી જ તેઓ તેનો બેફામ ઉપયોગ કરે છે. એટલે શું તેઓ નિર્દોષ છૂટી જઈ શકે ખરા ! સાઠ હજાર વર્ષ સુધી છઠને પારણે છઠ્ઠનું ઘોર તપ કરતો તામલી તાપસ પારણામાં લીલ જ ખાતો હતો; અરે ! લીલમાં અનંતા જીવ છે ! પણ સબૂર! તેનાં ધર્મશાસ્ત્રો એ તે વાત કરી જ નથી. પણ તેથી શું હવે તામલી તાપસ નિર્દોષ ગણાય ખરો! નાનકડું બાળક આગથી દાઝી જવાનું જાણતો નથી એટલે હવે તે આગને અડે તો શું તે નહિ દાઝે! ઝેર ખાઈ જશે તો શું તે નહિ મરે! અજ્ઞાન એ જ ગુનો છે. પ્રાણિહિંસા કરતાં વધુ ભયાનક બીજી અગીયાર હિંસાઓ છે તે અંગેનું અજ્ઞાન હોવું અને તેથી તે બધી હિંસાઓ કરવી તેથી કાંઈ અપરાધમાંથી મુક્તિ મળી શકે નહિં. દરેક મુમુક્ષુએ આ તમામ હિંસાઓનું સ્વરૂપ જાણવું જ પડે; અને તેથી મુક્ત થવું જ જોઈએ. અન્યથા-માત્ર પ્રાણિદયાથીતે કદી મોક્ષ પામી શકશે નહિ. બેશક; આવું પ્રતિપાદન કરીને પ્રાણિહિંસાને ગૌણ કરી દેવાની વાત નથી. આ હિંસા પણ કાંઈ ઓછી કાતીલ તો નથી જ. વળી પૂર્વના કાળ કરતાં આ હિંસા વર્તમાનમાં તો પ્રમાણમાં અને ક્રૂરતા ખૂબ જ વધી ગયાં છે, જેને શક્ય તેટલી વધુ રોકવી જોઈએ, આથી જ અહીં આપણે સહુ પ્રથમ પ્રાણિહિંસાને જ વિગતથી વિચારીએ. એ ઉપરથી ખ્યાલ આવશે કે વિશ્વનું ગગન પ્રાણિઓના આદ્ર-ચિત્કારોથી કેટલું બધું ઉભરાઈ ગયું છે! તેઓ કેટલી બધી તીવ્ર વેદનાઓથી કણસી રહ્યા છે ! હવે તો કદાચ, વિશ્વના કોઈ પણ જંતુને આ માનવ-રાક્ષસે છોડયું નથી. તીડ, પતંગીયાં કરચલાં વગેરેનો પણ મહાસંહાર વિવિધ કારણોસર શરૂ થઈ ગયો છે !

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 192