Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ બાર પ્રકારની હિંસાઓ મોટા ભાગે દુકાળો પડતા. જળભંડારોને તો વનો અને વૃક્ષોનાં ધરતીમાં અડાબીડ ફેલાયાલાં મૂળીયાઓ જ સમુદ્રમાં ધસી જતાં અટકાવી દેતા. વળી નદીઓ વગેરેના પાણીમાં ફેકટરીઓ વગેરેના જે કચરાઓ ઠલવાય છે તે એટલા જલદ હોય છે કે પાણીને પ્રદૂષિત કરીને નિર્મળપીવાલાયક રહેવા દેતા નથી. એ કચરાથી પણ પાણીના જીવોની પુષ્કળ હિંસા થાય છે, આમ નથી બચતા પાણીના જીવો, નથી બચતા તરસ્યા માણસો..... બિચારા તેય પ્રદૂષિત પાણીથી મોતને બોલાવી લેતા હોય છે. પરમાત્માએ કહ્યું કે, “અગ્નિમાં જીવ છે. તેની હિંસા ન કરો, તેનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો.” ભૂતકાળમાં દીવાઓ બળતા. એના પ્રકાશથી જરૂરી કામ રાતના સમયે કરી લેવાતું. આજે ઇલેક્ટ્રીક ઉત્પન્ન થઈ તેથી તેનો દિન-રાત ચોવીસ કલાક બેફામ ઉપયોગ થયો. આખું ભારત ઋષિપ્રધાન અને કૃષિપ્રધાન મટીને ઉદ્યોગ-પ્રધાન બની ગયું. આ ઉદ્યોગોએ માનવજાતનું કેટલું મોટું નિકંદન કાઢી નાંખ્યું છે તે આપણે “માનવહિંસા'ના પ્રકરણમાં જોઈશું. અહીં આપણે એટલું જ નક્કી કરવું છે કે ઉદ્યોગોમાં તેજસ્કાય (અગ્નિ-જીવતત્ત્વ)ની અતિ ઘોર હિંસા થઈ છે. જો આપણે પરમાત્માના કથન મુજબ આ હિંસા અટકાવવા માટે તૈયાર હોત તો ઉદ્યોગ દ્વારા થયેલી ભારત-દેશની મહાપ્રજાની બરબાદી કદી થાત નહિ. અગ્નિના સૂક્ષ્મ જીવો બચી જવા દ્વારા આર્યદેશના માનવ જેવી આખી મહાપ્રજા મોતના મુખમાં ધકેલાતી બચી જાત. તેજસ્કાયના બેફામ ઉપયોગને કારણે આખી માનવપ્રજા વિજ્ઞાનમાં અનેક સાધનોનું પરાવલંબન ભોગવી રહી છે. તે સાધનોની ગુલામ બની છે. તે ગુલામીથી માનવપ્રજા પારાવર મુસીબતો વેઠી રહી છે. પૂર્વે કોસ અને કૂવા! ત્યાં તેજસ્કાયની કોઈ બેટરી ન હતી કે ઈલેક્ટ્રીક ન હતી. આજની આખી ખેતી તેજસ્કાય-પરાધીન બનીને પરાવલંબી બની. જરાક ક્યાંક કશુંક ખોટવાયું; ક્યાંક કોકને ખોટું લાગ્યું કે ઝટ તેજસ્કાયનો પુરવઠો બંધ થાય અને તેની સાથે આખું જીવન અંધકારમય બની જાય. પૂર્વે આવું કશું ન હતું. ખેડૂત તો ધરતીનો તાત(બાપ) કહેવાતો, એ બધી વાતે સ્વાવલંબી હોવાથી સાચા અર્થમાં એ તાત હતો. આજે એ તાત બની ગયો છે; બેહાલ! પાયમાલ! કંગાળ! ભિખારી! આ બધાની પાછળ તેજસ્કાયની બેફામ બનેલી ઘોર હિંસા જ કારણભૂત છે. પરમાત્માએ કહ્યું કે “વાયુકાયમાં જીવ છે. તેની હિંસા ન કરો.” આજે તો

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 192