Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦ બાર પ્રકારની હિંસાઓ પરમાત્મા મહાવીરદેવ પર્યાવરણના પરમપિતા હતા એમ કહીએ તો જરાય ખોટું નથી. વર્તમાનમાં પણ તેમનો મુનિસંઘ પર્યાવરણને જરાક પણ નુકસાન થવા દેતો નથી. નદીનાં વહી જતાં જળમાંથી ખોબો પાણી તે લેતો નથી. પાંદડું કદી તોડતો નથી. ઘાસને તે કચરતો નથી. બકરીનો ય કાન તે આમળતો નથી. પંખીઓને તે કદી પકડીને પીંજરે પૂરતો નથી. જૈન-મુનિ એ પાઁવરણનું બીજું નામ છે. જૈન-મુનિ એ કુદરતનું સંતાન છે. તે કુદરતમાં જ જીવે છે. કૃત્રિમ કશુંય તેને ખપતું નથી. પંખાની પાંખોથી પવનને તે મેળવતો નથી; અરે! વીંઝણો કે હાથ હલાવીને પણ પવનને તે પામતો નથી. જે કુદરતી પવન-એની મેળે મળે તે જ એ લે છે. તેમાં જ એ જીવે છે. દીવો કદી સળગાવતો નથી. અંધકારની ઓથ લઈને, આંખનેય મીંચી દઈને તે આતમનાં દર્શન કરવામાં લીન-તલ્લીન, રાતે બની જાય છે યા ઊંઘી જાય છે. કોઈ પણ વાહનમાં તે બેસતો નથી. તેને તેલ, ડીઝલ, પેટ્રોલની કોઈ પણ ઊથલપાથલ કદી રૂકાવટ પેદા કરી શકતી નથી. ખુલ્લા પગે, ખુલ્લી ધરતીની ધૂળ ઉપ૨ તે ચાલે છે, તેને જોડા ન ખપે. ચમાર પણ ન ખપે. તેનાં વસ્ત્રોને સિલાઈ ન ખપે. તેને દરજી પણ ન ખપે. અઢારે વરણ વિના એ સદાબહાર જીવન જીવે છે. પાંચકાની પણ જરૂર વિના તે આખું જીવન બાદશાહનો બાદશાહ બનીને રહે છે ! પરમાત્માની વાણીને એણે જ પૂરા સ્વરૂપમાં આજે પણ જાળવી રાખી છે. દેવાધિદેવ ભગવાન મહાવીરદેવે આવી સૂક્ષ્મ અહિંસાનું જગતને પ્રતિદાન કર્યું, માટે જ ભારતના અન્ય ધર્મોના અનુયાયીઓ કરતાં ખૂબ જ સૂક્ષ્મ રીતે જૈનધર્મના અનુયાયીઓ અહિંસાનું-જીવદયાનું-પાલન કરતા આજે પણ જોવા મળે છે. દુષ્કાળના સમયમાં કરોડો રૂપીઆનું દાન કરીને તેઓ જ પશુરક્ષા, માનવદયા વગેરે કામો કરતા જોવા મળે છે, અન્ય ધર્મોના અનુયાયીઓ જરાક પણ હિચકિચાટ વિના આ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 192