Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ બાર પ્રકારની હિંસાઓ વાતનો સ્વીકાર કરે છે. પ્રાણીમાત્ર ઉપરની દયાના પરિણામને કારણે જેનકોમનું પુણ્ય ઠીક ઠીક પ્રમાણમાં વધ્યું છે, આજે તેઓ અનેક રીતે સુખી જોવા મળે છે. તમામ તારક તીર્થંકરદેવોની માતા કરુણા છે, વિશ્વમાત્રના સર્વ જીવોને સઘળાં દુઃખો અને સઘળા દોષોમાંથી સર્વથા છોડાવી દેવાની કરુણ ભાવના તેઓએ છેલ્લેથી ત્રીજા ભવમાં ભાવી માટે જ તેઓ છેલ્લા ભવમાં તીર્થકર બન્યા હતા. જો એ ભગવાન આપણને વહાલા હોય તો ભગવાનને જે વહાલા હતા તે જીવમાત્ર આપણને વહાલા થવા જ જોઈએ. ટૂંકમાં જે ભગવાનનો ભક્ત હોય તે જીવમાત્રનો મિત્ર હોય જ; અન્યથા તે સાચો ભક્ત જ ન કહેવાય. પોતાનો કરુણાગુણ વિકાસ પામે તે માટે જ જેનો અબોલ પશુઓનું પાલન કરતા અને તેમની બધી વાતે માવજત કરતા. હા, તેથી પશુપાલન જરૂર થતું; પરન્તુ તેના દ્વારા કરુણાગુણનો વિકાસ પણ થતો. જેન કુટુંબના વડીલ જંગલમાં શૌચાદિ માટે જતા તો સાકરનું પડીકું સાથે લઈને જતા. જ્યાં કીડીઆરું મળે ત્યાં સાકર વેરતા. ઘરનો દીકરો ચબૂતરે ચડીને ત્યાં પાલી-બે પાલી દાણા નીરતો; જેને સેંકડો કબૂતરો વગેરે ચણી જતાં. ઘરની સ્ત્રી રસોઈ શરૂ કરતાં સૌ પ્રથમ જાડો રોટલો તૈયાર કરતી અને કૂતરાં ભેગાં કરીને તેમને ટુકડા નાંખી દેતી. ઘરની વહુ ગોચરે જઈને ગાયોને લીલું ઘાસ નીરતી અને યથાશક્તિ ગોળ ખવડાવતી. જેનો દ્વારા ચાલતી પાંજરાપોળોમાં માત્ર ગાયો નહિ; ભૂંડ, સાપ, પાડા અરે ! માંકડ, જૂ વગેરેનું પણ જતન થતું. એમના માટેના ખાસ ખાસ ડબ્બા લઈને માણસ ગામમાં ફરતો અને ઘરમાં ભેગા કરાયેલા તે બધા જીવોને તેમાં લઈને પાંજરાપોળે પાછો ફરતો. ગરીબોની દુવા મેળવવા માટે; તેઓ ધર્મપ્રશંસા કરીને પુષ્કળ પુણ્ય ભેગું કરીને તેમની ગરીબી દૂર કરે તે માટે જૈનોના કોઈ પણ ધાર્મિક વરઘોડા વગેરે આયોજનોમાં ગરીબોની અનુકમ્પાને અચૂક જોડવામાં આવતી. પરમાત્મા આદિનાથનો જીવ પૂર્વભવમાં જીવાનંદ વેદ્ય હતો. તે વખતે જેની સાતેય ધાતુમાં જીવાતો પ્રસરી ગઈ હતી તેવા એક સાધુની તેણે સેવા એવી રીતે કરી હતી કે તમામ જીવાતોને પણ જીવતી રાખી હતી. પરમાત્મા નેમિનાથ લગ્નના વરઘોડેથી પાછા ફરી ગયા હતા અને દીક્ષાના

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 192