Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 6
________________ મનોમંથન મો નિયતિને સલામ' આ શબ્દો પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે ઘણીવાર સાંભળવા મળ્યો. પરંતુ ક્યારેય વિચાર્યું નહોતુ કે આ શબ્દો ગુરુદેવશ્રી કદાચ મારી માટે જ બોલી રહ્યા છે. ‘ભાગ-૪ ગુરુદેવશ્રીના કરકમલોમાં સમર્પણ કરવાની તીવ્ર ભાવના હતી. એક બાજુ પ્રસ્તુત ભાગનું કાર્ય શરું થયું, તો બીજી બાજુ અચાનક સમાચાર મળ્યા કે ગુરુદેવશ્રીની તબિયત નાજુક બનતી જાય છે. મારા મનમાં ફાળ પડી. વિચાર્યું ગમે તે થાય ગુરુદેવશ્રી વિદાય થાય તે પહેલાં આ ભાગ એમના કરકમળમાં મુકવો છે. પરંતુ વારંવાર સાંભળેલા ‘નિયતિને સલામ' એ શબ્દો ત્યારે મારા સર્વ આત્મપ્રદેશોને વળગી ગયા જયારે “ગુરુદેવશ્રીનો કાળધર્મ થયો' એ શબ્દો મારા કર્ણકોટરમાં પ્રવેશ્યા. મારી ભાવના મારા અંતઃકરણમાં પુનઃ ઊંડાઈમાં ઊતરી ગઈ. મારા મુખમાંથી તે શબ્દો સરી પડ્યા – ‘નિયતિને સલામ. ખેર હવે તે ભાગને સાક્ષાત્ સમર્પણ કરી શક્યો નથી. પરંતુ ઓ ગુરુમા ! આપશ્રી જય હો ત્યાં આ ભાગ આપશ્રીને સમર્પણ કરું છું. - આ પ્રસ્તુત ચોથા ભાગમાં અશુદ્ધિસ્થળો ઘણા જોવા મળ્યા. જેની શુદ્ધિ પૂ. પુણ્યવિજયજી દ્વારા સંશોધિત પ્રતિના આધારે કરી છે. આ સમયે પૂ. જંબૂવિજય વિ. મ. સાહેબના શિષ્યરત્ન પ.પૂ. પં. પુંડરિકવિજયજી મ. સાહેબનો ખાસ-ખાસ આભાર માનું છું. જેમના થકી પૂ. પુણ્યવિજયજી દ્વારા સંશોધિત પ્રતિ પ્રાપ્ત થઈ. આ પ્રતિને મુખ્ય રાખી શ્રી કૈલાસસાગરસૂરી જ્ઞાનમંદિર (કોબા-અમદાવાદ) તરફથી પ્રાપ્ત થયેલ બીજી અન્ય પાંચ-સાત અલગ-અલગ હસ્તલિખિત પ્રતિઓની સહાયથી પ્રસ્તુત ગ્રંથમાં અશુદ્ધિઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે પ્રસ્તુત ભાગમાં જ્યાં જ્યાં પાણિની વ્યાકરણના નિયમો આવ્યા ત્યાં ત્યાં બધે તેને અનુસરનારા સિદ્ધહેમવ્યાકરણના નિયમોનું સંકલન કરી આપનારા પૂ. હિતરુચિ વિ. મ. સાહેબના શિષ્યરત્ન-હાલમાં પૂ. ૫. જિતરક્ષિત વિડના આજ્ઞાવર્તી એવા મુ. તેજસકામ વિ.ને પણ ખૂબ-ખૂબ ધન્યવાદ. પ્રથમ ભાગથી લઈને અત્યાર સુધીની આ યાત્રામાં સહાય કરનારા મારા વિદ્યાર્થી પંડિતવર્ય પ્રિયંકભાઈ (દિયોદરવાળા)ને પણ આ સમયે હું ખાસ યાદ કરું છું. તેને પણ મારા ખૂબ-ખૂબ ધન્યવાદ. અંતમાં પ્રથમ ત્રણ ભાગને જે રીતે શ્રમણસંઘમાં સફળતા મળી છે એ જ રીતે આ ચોથા ભાગને પણ શ્રમણ સંઘ સ્વીકારે અને છબસ્થપણાને કારણે જે કંઈ પણ ભૂલો દેખાય તે ભૂલોનું દર્શન કરાવવા દ્વારા મારા ભ્રમાત્મક જ્ઞાનને દૂર કરે તેવી શ્રમણ સંઘના વિદ્વધર્યોને વિનંતી સાથે ... ગુરુપાદપઘરેણ ' મુ. આર્યરક્ષિત વિ. ભા.સુ. ૧૦ ગુરુદેવશ્રીની પ્રથમ માસિક તિથિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 418