Book Title: Atmanand Prakash Pustak 062 Ank 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠશ્રી ચંદુલાલ પુનમચંદ શેઠશ્રી ચંદુલાલભાઈનો જન્મ ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત પાટણ શહેરની નજીક આવેલા સારા એવા વેપારના કેન્દ્ર ચાણસ્મા નામનાં શહેરમાં રાજીવાળા શેઠશ્રી પુનમચંદ તારાચંદને ત્યાં સંવત ૧૯૫૦ ના માગશર વદિ બારસના રોજ થયે હતે. શ્રી ચંદુલાલભાઈએ અઢાર વર્ષની વયે સાધારણ અભ્યાસ પૂરો કરી ધંધાની શરૂ આત કરી તે સમયે તેમના કુટુંબની સંયુક્ત માલિકીની શરાફી અને કમીશન-એજન્ટની પિઢી ભાવનગરમાં રાંધનપુરી બજારમાં ધીકતી ચાતી હતી પણ પિતે તેમાં ન જોડાતાં તેમણે પોતાની સ્વતંત્ર પેઢી શરૂ કરી. નાનપણથી સમાજ ઉપયોગી કાર્યો કરવા તરફ તેમની વૃત્તિ હતી તેથી ભાનગરમાં પિતે સુતર એસોસિયેશનની સ્થાપના કરી, પિતે તેના માનદ્ મંત્રી બન્યા અને સુંદર કામગિરી બજાવી આથી સુતરના વેપારીભાઈઓ શેઠશ્રી ભગવાનદાસ છગનલાલ વગેરે તરફથી તેમને એક અભિનંદન પત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી વિજ્યધર્મસૂરિજી કૃત “ધર્મદેશના ”નું પુસ્તક છપાવવાની વ્યવસ્થા શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા તરફથી શેઠ પ્રેમચંદ રતનજીની સાથે મળીને તેમણે કરાવેલ હતી. સંવત ૧૯૦૪ માં તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈમાં શરાફી તવા કમિશન એજન્ટને ધંધો શરૂ કર્યો સાથે સાથે તેમણે ગુજરાતી સીડઝમંડળી’ના માનદ્ મંત્રી તરીકેની કામગરી પણ ઉપાડી લીધી હતી. સં. ૨૦૧૭ માં વિમલ કે-ઓપરેટિવ હાઉસીંગ સોસાઈટી લિમિટેડની સ્થાપના થઈ અને શેઠશ્રી ચંદુલાલભાઈ તેના માનદ ટેઝરર બન્યા આ જવાબદારી ભર્યા હોદા ઉપર રહીને તેમણે સંસાઈટીના વાલકેશ્વરમાં બાણગંગા પાસે બાસઠ ફલેટવાળું વિશાળ મકાન બંધાવવામાં સુંદર સહાય કરી આજે તેઓશ્રી આ સોસાઈટીના પ્રમુખ છે તેમની ઈચ્છા આ થળે એક સુંદર દેરાસર ઉપાશ્રય બંધાવવાની છે અને તે માટે યોગ્ય પ્રવૃત્તિ હાલમાં તેમણે ચાલુ કરી છે અને તે સફળતાથી પાર પાડવાની ભાવના સેવે છે. તેમનાં પત્ની શ્રીમતી ચંપાબેન ધૂમના અનુરાગી છે અને અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યાઓ તેમણે કરેલ છે. તેમના જ્યેષ્ઠ પુત્ર ડો. જયંતીલાલ શ્રોફ સર જે જે હેસિપટલમાં ચામડીના દર્દીના સ્પેશિયાલિસ્ટ છે અને બીજા પુત્ર ફિલમ લાઈનમાં છે, તેમના એક પૌત્ર પણ ફેકટર છે. શેઠશ્રી ચંદુલાલભાઈ પિતાને મળતી લહમીને ગુપ્ત દાનથી સદુપયોગ કરતા રહે છે મુંબઈમાં બંધાયેલી ધર્મશાળા તથા અન્ય સ્થળેને તેઓએ આર્થિક સહાય કરેલી છે. હાલના ઉપપ્રમુખ ફતેહચંદ ઝવેરભાઈના પરમ સનેહી મિત્ર છે તથા સ્વ. વલભદાસ ત્રીભવનદાસ સભાના માનદ્ મંત્રી તથા સ્વ. શેઠ: ગુલાબચંદ આણંદજી સભાના પ્રમુખ તેઓના પરમ સ્નેહી મીત્ર હતા. આવા એક સેવાભાવી સદ્દગૃહસ્થ અમારું આમંત્રણ સ્વીકારી આ સભાના પેટ્રન થયા છે અને એ રીતે અમારા કામમાં સહકાર આપે છે તે બદલ અમે તેમને આભાર માનીએ છીએ તથા દીર્ધાયુષ્ય ભેગાવી પોતાના જીવનને વધુ ઉજજવળ બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22