________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવતા અને દાનવતા ( કવિ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરા, માલેગામ)
[ મંદિરા ] કંટકમાં રહી પ્રમુદિત ભાવે રંગ ધારે કુસુમ સુગંધ આપી જનમન રંજ વિકાસ સાધે છે નિજને પંક અને અશુચિ જલમાં રહી ભૂલે નહીં નિજ આત્મગુણ દાનવ સાથે રહીને પણ એ માનવતા સાધે પ્રગુણ ૧
પ્રભુના માર્ગે આગળ વધવું સંતોને એ માગ સુધી દાનવમાંહી રહી ન ચૂકે માનવતાને સાધુ કદી ઝરણું દેડે પથરીલા ને નીચા ઉંચા માર્ગમહી પટકાએ અથડાએ પણ એ પ્રગતિ ન કે દુઃખ સહી ૨
કેયલ ટહુકે મૃદુ મધુ પચમ સ્વર આલાપી ને ગાતી વન વગડામાં તરૂરાજીમાં અંધારામાં મનગમતી વંદે નિંદે કોઈ પ્રસંસે સંતોને નહીં કાંઈ પરવા એક તાન થઈ પ્રભુ ભજવામાં લીન થાય ઉન્નતિ કરવા ૩
સાગર નિજ ગાંભીર્ય ન કે મર્યાદા ન કદી મૂકે આઘાત ને પ્રત્યાઘાત સહી સ્વધર્મ ન એ ચૂકે આપત્તિ ને વિપત્તિમાં પણ સંત ને છેડે નિજ શાંતિ દાનવતા એને નહીં સ્પળે ગઈ સહુ તસ મનની ભ્રાંતિ ૪
હિમગિરિ સ્થિરતા ધરી ઉભો છે દઢતા નિશ્ચલતા ન તજે સાધુજને કેઈ આત્મસાધના કરે નિકટ રહી પ્રભુ ભજે કે દાનવે ચાર લુટાશ તિહાં રહી બહુ પાપ કરે પણ હિમગિરિ તે સમાન ભાવે દાનવ માનવ હરે એ
માનવતા અને દાનવતા
For Private And Personal Use Only