Book Title: Atmanand Prakash Pustak 041 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સભાના માનવતા પેન. ભાવનગર તાબે વરતેજ જેવા નાના ગામના રહીશ હોવા છતાં શ્રીયુત મેહનલાલભાઈ તારાચ'દ લધુ વયથી જ સાહસિક પણ ધરાવતા હતા, માત્ર બાર વર્ષની લધુવયે બેંગલોર જેવા દૂર શહેરમાં જઈ મારવાડી ગૃહસ્થની પેઢીમાં ધ ધ શિખવા રહ્યા. અને ત્યાં પોતાના પુણ્યોદય અને કાર્ય કુશળતાથી તે પેઢીમાં ભાગીદાર થયા. હજી પણ ભાગ્યેાદય વધવાનું હતું, જેથી પોતે સ્વતંત્ર ધ ધ શરૂ કરી મદ્રાસ અને બેંગલોરમાં પોતાની કાર્ય કુશળતાથી પ્રજામાં સારી પ્રતિષ્ઠા સંપાદન કરી હતી. પચીશ વર્ષ પહેલાં જ્યારે ફીલ્મ ઉદ્યોગના ધંધાની હિંદમાં શરૂ આત હતી, તે દરમિયાન રા. મોહનલાલભાઈની તાર્કિક બુદ્ધિએ આ ધંધામાં ઝુકાવ્યું અને અથાગ પરિશ્રમ, બુદ્ધિબળ અને કાર્ય કુશળતાએ ઉપરોકત ધંધામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. હાલ મુંબઈમાં મોહન પીકચર્સ કુ. ના માલીક થવા સાથે અનેક , થીયેટરોનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. જેમાં તેમના ભત્રીજા રા. રમણિકલાલભાઈ સારા સહકાર આપી રહેલ છે. રા. મેહનલાલભાઈ ફીલમ ડીસ્ટ્રીબ્યુટીંગનું પણ કાર્ય કુશળતાથી કરે છે એટલે પોતે રીલેમ છેડયુશસ, ડીસ્ટ્રીબ્યુટસ તેમજ એકઝીબિટસ તરીકે સિનેમા જગતમાં મેહન પીકચર્સ અને રમણિક પ્રોડકશનના નામથી પીકચરા પ્રકટ કરી ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. પૂર્વના પુણ્યથી આ ધંધામાં યશસ્વી નિવડ્યા, લક્ષ્મી પણ સારી ઉપાર્જન કરી અને ખૂબ યશ પ્રાપ્ત કર્યો. જૈન બંધુઓ રૂ, સોનું, રૂપુ, કાપડ, ઝવેરાત, ધીરધાર વગેરેમાં ધણા કુશળ વ્યાપારી છે; પરંતુ ફીટમ જેવા બુદ્ધિ વિષયિક અને પ્રજાને રંજનના બીઝનેસમાં આવા કુશાગ્ર બુદ્ધિશાળી અને નિષ્ણાત રા. મોહનલાલભાઈ પ્રજામાં ખાસ જોવાયા છે. પૂર્વે દીધેલ દાનથી મળેલી સુકૃતલક્ષ્મી મળતાં તેના સદ્વ્યય ટાણા ગામમાં રૂા. ૫૦ ૦ ૦) પાતાની પૂજય માતુશ્રીના નામે પાઠશાળા, રૂા. ૧૦૦૦૦) દશ હજાર શ્રી મહાવીર વિદ્યાલયને, તળાજા તેમના મુબારક હરતે જૈન વિદ્યાર્થી ભુવનના ઉદ્ધાટન વખતે રૂા. ૫૦ ૦૦ ) અને છૂટી છૂટી બીજી સખાવતા કરી મનુષ્ય જન્મનું સાર્થક કરી રહ્યા છે. તેઓ સ્વભાવે માયાળુ, મિલનસાર, ધર્મ શ્રદ્ધાવાન છે. તેઓશ્રી દીર્ધાયુ થઈ વિશેષ વિશેષ યશ, લક્મી અને મનુષ્યની તત, મન, ધનથી સેવા કરવા ભાગ્યશાળી થાય તેમ પરમાત્માનો પ્રાર્થના કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26