________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણી,
વલી હું વિશેષમાં જણાવું છું કે, તમારા શરીરની પણ એ ક્ષેત્ર ભૂમી પરિચિત હોય એમ લાગે છે. મારા આ વિચારમાં જે ભુલ હેય તે મિથ્યા દુષ્કત છે. વૈભવ વિજયના આવા ગર્ભિત વચન સાંભલી સાધ્વી વિદ્યાર્થીને નિશ્ચય થશે કે, આ મુનિરાજ જરૂર મારા સંસારી બંધુ ચિંતામણિ છે. જેમ મેં તેને ઓળખી લીધા, તેમ તેઓએ પણ મને જાણી લીધી છે. હવે વિશેષ સ્પષ્ટ કરવાથી ચારિત્ર ધર્મને બાધ આવશે, માટે તે વિષે કાંઈ પણ બેલવું ઉચિત નથી. થયેલી વાંકાનું સારીરીતે સમાધાન થઈ ચુક્યું છે. મારા બંધુએ ચારિત્ર લઈ વંશને દીપાવ્યું છે. સંસારના માતાપિતાના શ્રાવક ધર્મને કૃતાર્થ કર્યો છે. હવે મને પૂર્ણ સતિષ થાય છે ચિંતામણિ વગ્રહ છોડી ચાલ્યો ગયે” એવું જયારે પૂર્વ મેં સાંભલ્યું હતું, ત્યારે સંસારના સંબંધને લઈ મને વિશેષ ચિંતા થઈ પડી હતી. તે મારી ચિંતા આજે અકસમાત્ દૂર થઈ છે. ચિંતામણિના ચારિત્ર ચકત દર્શન કરી મેં મારે સાધ્વી ધર્મ ચરિતાર્થ કર્યો છે. આજને દિવસ માટે સર્વથી વિશેષ લાભદાયક છે. આવું ચિંતવી વિદ્યા શ્રીએ આનંદના આવેશમાં ફરીવાર ભક્તિથી ચિંતામણિને વંદના કરી એ પરમ પવિત્ર સાધ્વીએ પિતાના સદર બંધુને વિશેષ સતકાર કર્યો. કર્મની ગતિ કેવી વિચિત્ર છે. ક્યાં વલ્લભીપુર કયાં રાજનગરા ક્યાં વમાનપુરા જાતા અને ભગિનીને ક્યાં અચાનક મેલાપસંગ અને વિયોગના કારણે કર્મ છે. અત્યારે વલ્લભીપુરમાં અમૃતચંદ્ર શેઠ ક્ષણે ક્ષણે ચિંતામણિની ચિંતામાં મગ્ન છે, અમૃત શેઠાણી પણ પોતાના પુત્રને હદયમાંથી ભૂલી નથી વિમલા પરમ શ્રાવિકા છે, તથાપિ પ્રાઇવાર પિતાના પતિને સ્મરણ માર્ગમાં
For Private And Personal Use Only