Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 8
________________ ગણિએ તે ગ્રંથના શ્લોક ઉપર કળશની જેમ દોધક છંદ રચ્યા છે. ૩. પૂજ્ય ઉપાધ્યાયજીના છંદને લક્ષ્યમાં રાખીને લગભગ ૯૧ વર્ષ પહેલા શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ પૂ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પ્રસ્તુત ગ્રંથનું મૂળ શ્લોકના અર્થ સાથે ઉત્તમ વિવેચન કર્યું હતું. લગભગ સાઠ વર્ષ પહેલાં તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. પરંતુ વર્તમાનના જીવો સંસારમાં એવા વ્યસ્ત હોય છે કે વિરલ જીવો સિવાય તેમને આવા સુંદર ગ્રંથોનું પિરશીલન કરી ભવમુક્ત થવાનો ભાવ સ્ફુરતો નથી, અને આવા ગ્રંથોનો પરિચય પણ રહેતો નથી. પૂ. ભદ્રગુપ્ત આચાર્યશ્રી તો કહે છે કે ઘરે ઘરે જ્ઞાનસાર અને આવા અધ્યાત્મ ગ્રંથોનું સ્થાન આ બુદ્ધિમાન યુગમાં વિશેષ જરૂરી છે. જેથી બુદ્ધિના વિકારો શાંત થઈ જીવો સાચી શાંતિ પામે અને સવિશેષ સાધુ જનોએ તો આવા ગ્રંથના પદો કે દુહાને કંઠસ્થ કરી ગૃહસ્થોને પણ તેનું મૂલ્ય સમજાવવું જોઈએ. આવા ગ્રંથના સેવનની પ્રેરણા આપવી જોઈએ. સંસારની વિષમતારૂપી નાગચૂડમાંથી છૂટવાનાં સાધનો આવા અધ્યાત્મ પ્રેરક ગ્રંથો જ નિર્માણ કરી શકે છે. કારણ કે તે રચનાઓની પરંપરાનું મૂળ જિનવાણી છે. અનંત અનંત ભાવથી ભરેલી વાણી ભલે આપણી પાસે અલ્પ માત્રામાં હોય તો પણ તરવાના કામીને માટે પૂરતી છે. તેમાંય વળી જિનવાણી માતૃભાષામાં મળે પછી જો કંઈ અવરોધ હોય તો જીવનો પ્રમાદ છે. ગ્રંથકારે દર્શાવેલી સંસાર અને મોક્ષની વાસ્તવિકતા, આધ્યાત્મિક રહસ્યો, પદાર્થોનું અર્થગાંભીર્ય જોઈને સાધકનું કે સજ્જનનું શિર ઝૂક્યા વગર નહિ રહે. સમાધિશતકની બીજી આવૃત્તિને પ્રસિદ્ધ થયે પણ સાઠ વર્ષ વીતી ગયાં. તે પછી ભાવિકોની લાગણી મનમાં જ રહી ગઈ હતી. આ ગ્રંથ દ્વારા આપણે સેવા કરી શક્યા છીએ તે ધનભાગ્ય છે. પ્રસ્તુત ગ્રંથમાં મૂળ સંસ્કૃત શ્લોક, તેનો પદ્યાનુવાદ લક્ષ્યમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 348