Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 7
________________ દીર્ધકાળના જે સંસારસુખના સંસ્કારની છાપ અતિ દઢ થયેલી છે. તેની પકડમાંથી જીવને છૂટવું કઠણ લાગે છે. જેમણે અનુભવથી છૂટવાની કળા જાણી તેઓએ જ્યારે એ સુખ માણ્યું ત્યારે તેઓ પોકારી ઊઠ્યા કે અહો જગતના જીવો ભ્રમ છોડો સુખનો સાગર તમારા અસ્તિત્વમાં જ પડ્યો છે. એ અસ્તિત્વ પ્રત્યે તમારી દૃષ્ટિને વાળો, એક વાર ઝુકાવી દો. પછી તમને અખૂટ આનંદની પ્રપ્તિ થશે. ખાસ વિનંતિ ઉપાધ્યાયજીએ લખ્યું છે કે આ ગ્રંથનું રટણ કરો, અભ્યાસ કરો, મનન કરો, ચિંતન કરો. જીવને પાવન કરનારું આ અમોધ શાસ્ત્ર છે. આ સૂચનને લક્ષ્યમાં રાખી આ ગ્રંથમાં પાછળના ભાગમાં, ૧. સંસ્કૃત શ્લોકોનું સળંગ અવતરણ કર્યું છે. ૨. પદ્યાનુવાદ હરિગીતમાં રટણ કરી શકાય તે રીતે યોજ્યો છે. ૩. દુહાની પદ્ધતિથી ગાઈ શકાય તે માટે દોધક છંદ પણ ક્રમાનુસાર મૂક્યા છે. ક્યારેક એકાંત મળે, નવરાશની પળો મળે, મનને ઉત્તમ ભાવથી ભૂષિત કરવું હોય ત્યારે આ સળંગ સૂત્રોને લલકારજો. રટજો. આનંદની પ્રાપ્તિ થશે. પ્રસ્તુત ગ્રંથની વિશેષતા ત્રિવેણી સંગમનો સ્ત્રોત એટલે “સમાધિશતક ૧. સૌ પ્રથમ સંસ્કૃત શ્લોકબદ્ધ સમાધિતંત્ર ગ્રંથની રચના કરનાર દિગંબર આચાર્ય પૂજ્યપાદ સ્વામી છે. જો કે કર્તા ટીકાકાર તરીકે પૂ. શ્રી. પ્રત્યેન્દુ અને પૂ. શ્રી. પ્રભાચંદ્ર નામના આચાર્યના નામનો ઉલ્લેખ પૂ. શ્રી. બુદ્ધિસાગરજીએ સમાધિશતકના વિવેચન ગ્રંથમાં કરેલો છે. ૨. ત્યાર પછી લગભગ ત્રણસો વર્ષ પૂર્વે મહામહોપાધ્યાય, ન્યાય વિશારદ, પ્રખર વિદ્વાન, અને જ્ઞાનપ્રગલ્મ પૂ. શ્રી યશોવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 348