Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 13
________________ કર્મોનું નષ્ટ થવું ૧. જ્ઞાનાવરણીય કર્મ ૨. દર્શનાવરણીય કર્મ ૩. વેદનીય કર્મ ૪. મોહનીય કર્મ ૫. નામકર્મ (શરીરાદિની રચના) ૬. ગોત્રકર્મ (ઊંચનીચપણું) ૭. આયુષ્યકર્મ (જન્મમરણનો કાળ) ૮. અન્તરાયકર્મ અનંત ગુણનું પ્રગટ થવું. ‘અનંતજ્ઞાન-કેવળજ્ઞાન અનંતદર્શન-કેવળદર્શન અનંત અવ્યાબાધ સુખ અનંત ચારિત્ર-વીતરાગતા અરૂપીપણું સિદ્ધ થવું અગુરુલઘુ પદનું સિદ્ધ થવું અક્ષય સ્થિતિ થવી અનંત લબ્ધિ પ્રગટ થવી. જણાવી તેનો સર્વથા નાશ અનંત પ્રકારનાં કર્મોને આઠ પ્રકારે થતાં આત્મામાં આઠ મહાગુણો પ્રગટ થાય છે તે સિદ્ધપરમાત્મા છે. તે સૌને મંગલરૂપ છે. जयन्ति यस्याऽवदतोऽपि भारती, विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः ॥ शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ બોલ્યા વિણ પણ ભારતી-ઋદ્ધિ જ્યાં જયવંત, ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થંકર ભગવંત, વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ, સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. અર્થ : સિદ્ધપ૨માત્માને નમસ્કાર હો. અરિહંત તીર્થંકર ભગવાન ત્રણે લોકને પૂજનીય છે. જગતના કલ્યાણ માટે તેમણે બોધનો ધોધ વહાવ્યો છે. (યસ્યાઽવદતોઽપિ, બોલ્યા વગર) દિગંબર આમ્નાય પ્રમાણે તીર્થંકરનો ઉપદેશ દિવ્યવાણી દ્વારા ૐકાર ધ્વનિથી પ્રગટ થાય છે. તેમના પુણ્યાતિશયના બળે ભાષાવર્ગણાઓ શબ્દાકારે રચાય છે અને ઉપસ્થિત જીવમાત્ર પોતાની રીતે તેને સમજે છે, તે વાણી જ્વલંત છે. કોઈ જીવને અહિત કરનારી નથી. શ્વેતાંબર આમ્નાય પ્રમાણે પૂર્વે કરેલી જગતના જીવોના હિતની Jain Education International For Private & Personal Use Only આતમ ઝંખે છુટકારો www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 348