Book Title: Atama Zankhe Chutkaro Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 9
________________ કૃપા વડે સાદર સાતપણે કશું નથી. પર અપ્રત્યક્ષ સ રાખીને પ્રથમ તેનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઉપાધ્યાયજીએ જ્યાં જ્યાં તે શ્લોકને અનુરૂપ દુહા-છંદ મૂક્યા છે, તેનું વિવેચન તે દુહાનું અલગ સ્થાન રાખી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ત્રણ પ્રકારોનો આધાર લેવામાં આવ્યો છે તેમાં મુખ્ય ગ્રંથ તરીકે પૂ. દિગંબર આચાર્ય રચિત સમાધિતંત્ર અને પૂ. બુદ્ધિસાગરજી રચિત સમાધિશતકનો આધાર લીધો છે. તે ઉપરાંત જે જે ગ્રંથોનું અનુશીલન થયું હોય તેનાં પણ કેટલાંક વિધાનોની સ્મૃતિ દ્વારા આ ગ્રંથમાં છાયા પડેલી છે. અર્થાત્ ઘણા ગ્રંથોનું દોહન આ ગ્રંથમાં થયેલું છે. જો કે આમાં વ્યક્તિગતપણે કશું નથી. પરંતુ વિવેચન દેવગુરુની કૃપા વડે સાદર સંપન્ન થયું છે. તે માટે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સૌનો ઉપકાર માનું છું. ગ્રંથનું નામ “આતમ ઝંખે છુટકારો આપવાની ફુરણા એ રીતે થઈ કે ગ્રંથનું વિવેચન કરતા પૂરા ગ્રંથનો સાર એ સમજાય છે કે જન્મમરણની જંજીરમાં જકડાયેલો સાચો સાધક એક જ ઝંખના કરે છે. ક્યારે આ ભવચક્રથી છૂટું ? અર્થાત્ પૂરા ગ્રંથના વિવેચનનો સાર જીવ માત્ર માટે સાધનાથી મળતી પૂર્ણ-અતિપૂર્ણ સ્વાધીનતા છે. જીવ માત્રનું સુખ પણ સ્વાધીનતામાં જ છે. વાસ્તવમાં આત્મા છૂટકારો ઝંખે છે, તે ગ્રંથ દ્વારા સ્પષ્ટ થાય છે. વિવેચનમાં કે લેખનમાં દોષ હોય તો તે માટે ક્ષમાયાચના છે. વાસ્તવમાં આમાં કોઈ વ્યક્તિ તરીકે લેખન થયું છે તેમ નથી. પરંતુ જિનવાણીની પરંપરાથી જે કાંઈ ઉપલબ્ધ હતું તેને આકાર અને વિચાર આપવાની કૃપા મળી છે તેને માટે ઉપકૃત છું. પ્રસ્તુત ગ્રંથમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ જેનો સહયોગ મળ્યો છે તે સૌની આભારી છું. સ્નેહાધીન વાચકવર્ગની પણ આભારી છું. સવિશેષ પરદેશમાં રહેતા સ્વદેશ મિત્રોના સહ્યોગ માટે ઉપકૃત છું. લિ. સુનંદાબહેન વોહોરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 348