Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 6
________________ આતમ ઝંખે છુટકારો પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કરવાની પ્રેરણા પૂ. પંન્યાસ શ્રી અભયશેખરવિજય મ. સા. તરફથી મળી છે. જેમાં સંસારથી વૈરાગ્ય થાય તેવું નિરૂપણ છે. એટલે વાસ્તવમાં એવા ગ્રંથનું સંપાદન કરવું ગૃહસ્થ જીવનમાં રહેલી વ્યક્તિ માટે પ્રશ્નસૂચક લાગે. પરંતુ પૂર્વે જેમ શ્રી અધ્યાત્મસારનો ગ્રંથ પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસુરિજીની પ્રેરણાથી સાદર અને સરળપણે સંપન્ન થયો તેમ આ ગ્રંથનું બન્યું છે. કારણ કે અધિકારથી આગળના પદાર્થો શાસ્ત્રને પાને ચઢાવીને કે પ્રેરકબળ દ્વારા સંપાદન કરવામાં નિશ્ચિતતા રહે છે. જો કે અંગત મંતવ્ય જણાવું તો આવા કોઈ પણ રહસ્યનું નિરૂપણ તે આપણી કોઈને કોઈ અવસ્થા છે. જેમકે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્ય કરીને જીવનની ત્રણ અવસ્થા દર્શાવી છે – બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તેમાં પ્રથમ અવસ્થામાં આપણે ભૂતકાળમાં હતા. વર્તમાનમાં હોઈએ, વળી અંતરાત્મ વડે પ્રગટ થઈ ભવિષ્યમાં પરમાત્મસ્વરૂપની અવસ્થા પ્રગટી શકે. એવા ભાવથી લેખન થાય છે, ત્યારે સ્વનું લક્ષ્ય મુખ્ય થતાં આ લેખનમાં સ્વાધ્યાય તપ સહજપણે થતું રહે છે. છતાં જ્યારે આચાર્યશ્રી આવા ગ્રંથસંપાદનની પ્રેરણા આપે છે, જેને આજ્ઞારૂપ ગણીને સ્વીકાર કરું છું અને નિશ્ચિતતા અનુભવું છું. તેમની ઉદારતા માટે ઉપકૃત છે. કારણ કે આ વૈજ્ઞાનિક યુગ ગમે તેટલી ફાળ ભરે પરંતુ વિકાસને રૂંધતાં કેટલાંક પરિબળો તો ત્યાંના ત્યાં જ રહેલાં જણાય છે અથવા ઊંચા ક્ષેત્રોનું ખેડાણ ઘણી મંદ ગતિવાળું રહે છે. છતાં આનંદ છે કે એ પરિબળોની વચ્ચે પણ ખેડાણ ચાલુ છે. એમાંનું એક ક્ષેત્રે અધ્યાત્મ છે. તે કીમતી ઝવેરાતની દુકાન જેવું છે. પ્રસ્તુત ગ્રંથમાં જીવનના ઉત્થાનને અનુલક્ષીને વર્ણન છે, તે મહદ્અંશે આપણી કથા જેવું છે. નિરંતર સંસારના પ્રકારો પ્રસંગો અને પ્રભાવથી સાવધાન કરે છે. પુનરાવર્તન કરીને એકની એક જ વાત પાકી કરાવે છે કે સંસાર દુઃખથી ભરેલો છે. કારણ કે જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348