________________
પ્રકાશકના બે બોલ. જૈન ધર્મની સાહિત્ય-સેવાના તથા અમૂલ્ય ગ્રન્થપ્રકાશનના ઉદ્દેશથી સાગત શાઅવિશારદ મહાત્મા શ્રીવિજયધર્મસૂરીશ્વરજીના વરદ હસ્તે સ્થપાએલ આ સંરથા સમયાનુકૂલ અને શક્તિ અનુસાર ગ્રન્થપ્રકાશનનું કાર્ય અત્યાર સુધી કરતી આવી છે તે જૈન સમાજને વિદિત છે. પરંતુ એટલું તે કહેવું પડશે કે પૂજ્યપાદ આચાર્યશ્રીના સ્વર્ગવાસથી આ સંસ્થાને બહુ હાનિ સહન કરવી પડે છે. સંસ્થા પગભર બની તે પહેલાં જ સમાજના કમનસીબથી તેઓશ્રી આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા, જેથી આર્થિક ચિંતાનાં વાળ હજી સંસ્થાના કાર્યક્ષેત્રમાંથી ખસ્યાં નથી. આથી આવી આર્થિક પરિસ્થિતિની ગંભીરતામાં સંસ્થાને સંભાળી સંભાળીને અમારે સાહિત્યસેવાના ક્ષેત્રમાં પગલાં માંડવાં પડે છે. છતાં એ નિવેદન કરતાં આનંદ થાય છે કે પ્રાતઃસ્મરણીય વિજયધર્મસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યવર્ગ તરફથી આ સંસ્થાને અનેક વાર બકે સદા સહાયતા મળતી રહી છે. આ ઉપરાંત એમ કહેવામાં પણ અતિશક્તિ નહિ થાય કે આ સંસ્થાનું અસ્તિત્વ પણ તેઓશ્રીની જ કૃપાદૃષ્ટિને આભારી છે.
ન્યા. તી. ન્યા, વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી જેઓ સંસકૃતના પ્રકાંડ વિદ્વાનોની પંક્તિમાં અગ્ર સ્થાન ભોગવે છે અને જેમનાં ધર્મદીપિકા, જૈનતત્રપ્રદીપ, સમભંગી, તવાખ્યાન (પૂર્વાધ-ઉત્તરાર્ધ ) તથા અન્ય પુસ્તકનું પ્રકાશન કરવાનું ભાગ્ય આ સંસ્થાને પ્રાપ્ત થયું છે, તેઓશ્રીની અન્યાન્ય કૃતિઓ પૈકી જૈનતરવપ્રદીપનું વિવેચનાત્મક ભાષાંતર પ્રકાશન કરવાનું પણ અમને સદભાગ્ય પ્રાપ્ત થાય છે એ ખરેખર સંસ્થા તેમજ સમાજને માટે એક આનંદની વાત છે. વિશેષમાં આ પ્રકાશન અર્થે તથા અન્ય પ્રકાશન અર્થે પણ ઉપદેશ દ્વારા આર્થિક સહાયતા કરાવવા તેઓશ્રીએ જે તકલીફ ઊઠાવી છે તે બદલ આ સંસ્થા તેમની અણી છે.
સાથે સાથે પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રી પાસે જૈનતવપ્રદીપનું અધ્યયન કરી બહુ જ સુન્દર અને વિસ્તૃત વિવેચન પૂર્વક આહંત દર્શન દીપિકા નામે ગુજરાતી અનુવાદ માટે પરિશ્રમ કરનાર વિદ્વાન બંધુ પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડીઆ M. A. ને આ સ્થળે આભાર માનવો અમે નહિ ભૂલીએ.
તદુપરાંત ગ્રંથકાર ઉપાધ્યાયજીની સંક્ષિપ્ત જીવનરેખા આલેખવામાં શ્રી વીરતપ્રકાશક મંડળ ( શિવપુરી)ના વિદ્યાર્થી ન્યાયતીથ બાલાભાઈ વીરચંદ દેસાઈએ જે શ્રમ લીધે છે તેની નેંધ લેતાં અમને અવશ્ય હર્ષ થાય છે.
આશા છે કે આવી જ રીતે અમારી સંસ્થાને આવાં પ્રકાશન દ્વારા પગભર કરવાના પુણ્યકાર્યમાં હરકઈ વિદ્વાન સહાયતા કરશે.
વિનીત– ધર્મ સંવત ૧૦ )
અભયચંદ ભગવાનદાસ ગાંધી. ભાદ્રપદીય શુક્લ ચતુર્દશી ?
-શ્રીયશોવિજય જેન ગ્રંથમાલા, ભાવનગર.
ભાવનગર. 1 A post-graduate lecturer at the B. O. R. Institute ( Poona ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org