Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 6
________________ સમર્પણ ‘નેતિ, નૈતિ’વેદ વદે, ના મળશે ‘આત્મા' શાસ્ત્રમાં; ‘ગો ટુ જ્ઞાની', નિજાત્મા પમાય, દાદાકૃપાએ સહજમાં. કળિકાળનું ધીર્ આશ્ચર્ય, પ્રગટ્યા દાદા ભગવાન અવનીમાં; અક્રમ વિજ્ઞાને, જ્ઞાની સંજ્ઞાએ આતમ પ્રગટ્યો સ્વ-સ્વરૂપમાં. વિસરાઈ ગયો મૂળ આત્મા, અજ્ઞાન માન્યતામાં; આતમ જ્ઞાને, સ્વના ભાને, દેહથી નોખો ‘હું શુદ્ધાત્મા’. ઘડે મૂર્તિ ‘પોતે' પોતાની, કરે પ્રતિષ્ઠા ‘વ્યવહાર આત્મા’; મન-વચ-કાયા ‘નિશ્ચેતન ચેતન', નિર્જરે ‘વ્યવસ્થિત’ હિસાબમાં. શ્રુત-મતિ-અવધિ-મન:પર્યવ, કેવળજ્ઞાન વર્ણન શાસ્ત્રમાં; અનુભવ-લક્ષ-પ્રતીત, પામ્યા નિજપદ, જ્ઞાની કૃપાથી પ્રત્યક્ષમાં. ગોપિત જ્ઞાન ‘દાદા’ હૃદયે વસ્યું, અજાયબી અહો એ શબ્દોમાં સર્યું; અનંત ઐશ્વર્યમય, અલૌકિક વાણી, ‘આપ્તવાણી’ માંહી અમૃત ભર્યું સમાયા સર્વે ફોડ વિજ્ઞાન તણા, અપૂર્વ ચૌદ આપ્તવાણીમાં; જ્ઞાની કરુણાના વરસ્યા જ્ઞાન, સમર્પયા જગકલ્યાણમાં. o

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 522