Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ જેમ જાડી ભાષામાં મેં કેરી ખાધી” જ કહેવાય પણ સૂક્ષ્મતાએ મેં છાલ અને ગોટલો કાઢી નાખીને ગર્ભ ખાધો કે રસ પીધો કહેવાય. એટલે મિશ્ર ચેતન, પ્રતિષ્ઠિત આત્મા કે વ્યવહાર આત્મા સંબંધી દાદાશ્રીની વાણીને આપણે બહુ ઝીણવટથી, વિરોધાભાસથી પકડવાને બદલે એમના પોઈન્ટ ઑફ યૂને પકડીને, અંતર આશયને પકડીને એ વાતને વૈજ્ઞાનિક ઢબથી સમજીશું તો પોતાના નિજ સ્વરૂપ અનુભવના મૂળ સિદ્ધાંત સરળતાથી સમજમાં આવતા જશે. શાસ્ત્રમાં આત્મા અને જડ તત્ત્વો સંબંધી વિગતવાર સમજણ આપી છે પણ રોજિંદા જીવન વ્યવહારમાં પોતે કઈ રીતે આત્મામાં વર્તી શકે અને જડથી જુદો રહી શકે તે તો અનુભવી જ્ઞાની પુરુષ જ આપણને વર્ણવી શકે, વર્તાવી શકે. ખંડ-રમાં આત્મા પોતે વસ્તુત્વ રૂપે શું છે ? પોતે જ્ઞાન સ્વરૂપ જ છે પણ જ્ઞાન સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના જુદા જુદા પ્રકારો કઈ રીતે છે ? એની સર્વ વિગતોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાન એ પણ જ્ઞાન જ છે. અજ્ઞાનમાં કુત, કુમતિ અને કુઅવધિ, જ્યારે જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આમ પાંચ વિભાગ છે. જ્યારે દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન આમ વિભાગો પડે છે. જે પ્રશ્નોત્તરી દ્વારા થયેલા સત્સંગો અત્રે સંકલિત થયા છે. દાદાશ્રીએ કેવળજ્ઞાન જોયું છે, એટલે એમણે સમજાવ્યું કે આ પ્રમાણે જ્ઞાનમાં આગળ વધો તો પછી જ્ઞાનશ્રેણીના આ સ્ટેશનો પછી કેવળજ્ઞાનનું સ્ટેશન આવશે, એટલે કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ અહીં ખુલ્લી કરી નાખી છે. જ્ઞાનના વિવિધ પ્રકારની વાતો દાદાશ્રીની અનુભવગમ્ય વાણી છે. શાસ્ત્રમાં ઝીણવટથી કરેલી વ્યાખ્યાઓમાં આપણી બુદ્ધિથી મેળ બેસાડવા જતા લાગે કે દાદાશ્રી કહે છે એ જુદું છે અને શાસ્ત્રમાં તો આવું લખ્યું છે. ક્વચિત્ જો બુદ્ધિના પ્રશ્ન આવા ડખા થાય તો બુદ્ધિને બાજુએ રાખવી 12.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 522