________________
ખંડ-૧માં આપણને આત્માના સ્વરૂપો રિયલી, રિલેટિવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમ અસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે.
સંસાર પરિભ્રમણમાં મૂળ આત્મા બગડ્યો જ નથી, દ્રવ્ય-ગુણપર્યાયથી શુદ્ધ જ છે, એ વાત ત્રિકાળ સત્ય છે. અજ્ઞાનતાથી, સંયોગોના દબાણથી વિભાવિક આત્મા ઊભો થઈ ગયો છે. એટલે આમ આ વ્યવહાર આત્મા ઊભો થઈ ગયો છે અને એ મૂળ આત્માથી જુદો વિભાગ થઈ ગયો છે. એનાથી જ કર્મ ચાર્જ થાય છે. એને પાવર ચેતન, મિશ્ર ચેતન, વ્યવહાર આત્મા, ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, સૂક્ષ્મતમ અહંકાર એવા નામ અપાયા છે અને ચાર્જ થયેલું જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે એને માટે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, મિકેનિકલ ચેતન, નિશ્ચેતન ચેતન, મડદું, પાવર, પાવર ભરેલું પૂતળું, સૂક્ષ્મતર અહંકાર જેવા વિવિધ શબ્દો વપરાયા છે.
જે મૂળ આત્મા અને પછી ઊભો થયેલો વિભાવિક આત્મા, એની હકીકત જે દાદાશ્રી સમજાવવા માગે છે, તે એમને દેખાય છે, અનુભવાય છે અને આપણે હજી સમજવા માંગીએ છીએ કે હકીકત છે શું ? જે વસ્તુનું આપણને કશું જ જ્ઞાન નથી એ બાબત કઈ રીતે સમજાવે ? જે માઈલસ્ટોને હજુ આપણે પહોંચ્યા નથી તેને દાખલા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે, છતાં ખરેખર તો રિયલ વસ્તુના કોઈ દૃષ્ટાંત હોય નહીં.
એટલે દાદાશ્રી કહે છે કે ‘જે મને દેખાય છેને, એ તમને એક્ઝેક્ટ સમજાવી શકાય નહીં. આ જેટલા શબ્દો મારી પાસે હાથમાં આવે એનાથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી આના માટે શબ્દો હોતા નથી. આ તો ખોળી ખોળીને શબ્દો ભેગા કરવા પડે, આત્માને વર્ણવા માટે. બાકી મૂળ આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવક્તવ્ય છે.’
જેમ એક હાથી રૂમમાં હોય અને બારણું બંધ હોય તો એમાં સોયની અણી જેટલું એક નાનું કાણું પાડીએ તો હાથીના સૂંઢ, મોટું, આંખ દેખાય. બીજી બાજુ કાણું પાડીએ તો તેમાંથી પૂંછડું દેખાય. બારણામાં
10