Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dipak Desai
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ આશીર્વાદ, દેવ-દેવીઓની દૈવી સહાયતાથી અને અનેક મહાત્માઓની સેવાના નિમિત્તથી અંતે આ ગ્રંથ રૂપે આપના હાથમાં આવી રહ્યો છે. જેમ એક ફિલ્મ માટે પ્રોડ્યુસર, ડાયરેક્ટર જુદી જુદી ક્લિપો બનાવે છે, એક કલાકારના જીવનમાં બાળપણ, લગ્ન, મૃત્યુ કાશ્મિરમાં હોય, તો એક સાથે બધું ફિલ્મ પાડીએ, પછી સ્કૂલ, યુવાની, ધંધો વગેરે દિલ્લીમાં કર્યા હોય, ફરવા પેરિસ, સ્વીટ્ઝરલેન્ડ ગયો હોય, આમ અનેક ક્લિપો હોય પણ પછી એડીટીંગ થઈને આપણને નાનપણથી મૃત્યુ સુધીના સીન (દશ્યો) જોવા મળે. એમ દાદાશ્રી એમની વાણીમાં એક સબ્જેક્ટ માટે બિગિનિંગથી એન્ડ (શરૂઆતથી અંત) સુધીની બધી વાતો કહી ગયા છે. જુદા જુદા નિમિત્તે, જુદા જુદા સમયે, જુદા જુદા ક્ષેત્રે નીકળેલી વાણી અત્રે એડીટીંગ (સંકલિત) થઈને પુસ્તક રૂપે પ્રાપ્ત થાય છે. જેમાં દાદાશ્રીએ આત્મા-અનાત્માના સાંધા ઉપર રહીને આખો સિદ્ધાંત ખુલ્લો કર્યો છે. આપણે આ વાણી વાંચીને સ્ટડી કરીએ કે જેથી એમણે જે અનુભવ્યું, તે આપણને સમજાય ને અંતે અનુભવાય. 8 - દીપક દેસાઈ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 522